બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

VTV / મનોરંજન / બોલિવૂડ / lock upp show mandana karimi revealed that her ex husband had many extra marital affair

સનસનીખેજ આરોપ / મારા પૂર્વ પતિના અનેક મહિલાઓ સાથે સંબધ, બોલીવૂડ અભિનેત્રીના નિવેદનથી મચ્યો ખળભળાટ

Premal

Last Updated: 12:26 PM, 6 April 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બોલીવુડ અભિનેત્રી મંદાના કરીમી અત્યારે કંગના રનોતના શો લૉક અપમાં જોવા મળી રહી છે. મંદાના આવ્યાં બાદ શોમાં ફરીથી જીવ આવ્યો છે. અભિનેત્રીએ હાલમાં તેના ખાનગી જીવનને લઇને ઘણા રસપ્રદ ખુલાસા કર્યા છે. જેને જાણીને તેના પ્રશંસકો ઘણા હેરાન અને પરેશાન થઇ શકે છે.

  • મંદાના કરીમી કંગના રનોતના શો લૉક અપમાં જોવા મળી
  • અભિનેત્રીએ તેના ખાનગી જીવનને લઇને રસપ્રદ ખુલાસા કર્યા
  • મંદાનાએ તેના પૂર્વ પતિ પર લગાવ્યાં સનસનીખેજ આરોપ

મંદાનાએ પૂર્વ પતિ પર લગાવ્યાં આરોપ

મંદાના કરિમીએ તેના લગ્નજીવન સાથે જોડાયેલા કડવા અનુભવો કેમેરાની સામે મુક્યા. કંગના રનોતના રિયાલિટી શો લૉક અપમાં બંધ અભિનેત્રી મંદાના કરિમીએ ફરી એક વખત સનસનીખેજ ખુલાસો કર્યો છે. મંદાનાએ જણાવ્યું કે મેં 27 વર્ષની ઉંમરમાં લગ્ન કરી નાખ્યાં. આની પહેલા અમે સાત વર્ષ સુધી એકબીજાને ડેટ કર્યા હતા. મંદાનાએ શોની સ્પર્ધક અજ્મા સાથે વાતચીત કરી આ વાતનો ઉલ્લેખ કર્યો. અભિનેત્રીએ કહ્યું, આ સુંદર સંબંધ હતો. અમે એકસાથે ઘણી યાદગાર પળો વિતાવી છે. પરંતુ નસીબને કઈક અલગ જ મંજૂર હતુ. અમે અલગ થયા. જો કે, છૂટાછેડા 2021માં થયા. મંદાનાએ તેના પતિ ગૌરવ ગુપ્તા પર આરોપ લગાવતા કહ્યું કે અલગ થયા બાદ મારા પતિના ઘણી મહિલાઓની સાથે ફિઝિકલ રિલેશન હતા. હું આ મહિલાઓને ઓળખુ છુ. અજ્માએ પૂછ્યુ, જો તમને પહેલેથી જ જાણ હતી તો પછી તે સમયે છૂટાછેડા કેમ ના લીધા. જેના પર મંદાના કહે છે, આ સિક્રેટ છે, બસ મને ખબર છે. 

મંદાનાએ પોતાનો દેશ છોડી દીધો છે

ઉલ્લેખનીય છે કે મંદાનાનો જન્મ ઈરાનમાં થયો હતો. પરંતુ તેની સાથે થયેલી એક ઘટનાને પગલે તેમણે હંમેશા માટે દેશ છોડી દીધો. મંદાનાએ પોતાનુ દર્દ અભિનેત્રી પાયલ રોહતગી સાથે વહેંચ્યુ. શોમાં પાયલની સાથે વાતચીત કરતા મંદાના કહે છે, એક વખત તે તેના મિત્રના લગ્ન માટે ઈરાન પાછી આવી હતી. જો કે, તે તેમાં હાજર રહી શકી ના હતી. ત્યારબાદ તેણે તેના મિત્રોના ગ્રુપની સાથે સોમલ માટે એક ટ્રીપ પ્લાન કર્યો. મંદાનાને બાઈક ચલાવવી ખૂબ પસંદ છે, આ દરમ્યાન ટ્રીપ પર ડ્રાઈવિંગ દરમ્યાન તેનો ભીષણ અકસ્માત થયો હતો ત્યારે તેમને હોસ્પિટલમાં દાખલ થવુ પડ્યુ હતુ.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ