બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદ / અન્ય જિલ્લા / Local Swaraj election reverberations: Plans to legislate 27% OBC reservation in Gujarat

BIG NEWS / સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પડઘમ: ગુજરાતમાં 27% OBC અનામતને કાયદા રૂપ આપવાનો તખ્તો તૈયાર, જાણો કેવી રીતે

Vishal Khamar

Last Updated: 09:12 PM, 5 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ્ય સરકાર દ્વારા ઝવેરી કમિશનની ભલામણનાં આધારે 27 ટકા ઓબીસી અનામતની જાહેરાત કરી હતી. ત્યારે હવે આગામી વિધાનસભાનાં ચોમાસુ સત્રમાં 27 ટકા OBC માટે કાયદામાં ફેરફાર થશે. તેમજ 27 ટકા ઓબીસી અનામતને કાયદાનું સ્વરૂપ આપવામાં આવશે.

  • 27 ટકા ઓબીસી અનામતને આપવામાં આવશે કાયદાનું સ્વરૂપ
  • વિધાનસભા ન ચોમાસા સત્રમા 27 ટકા OBC માટે કાયદામાં થશે ફેરફાર
  • પંચાયત વિભાગ અને શહેરી વિકાસ વિભાગ કાયદામાં કરશે સુધારો

 ગુજરાત પંચાયતમાં OBC અનામત અંગે થોડા સમય પહેલા મોટી જાહેરાત કરાઈ છે.  જેમાં પ્રવક્તા મંત્રીએ પત્રકાર પરિષદ યોજીને OBC અનામત અંગે મોટી જાહેરાત કરી હતી. રાજ્ય સરકાર દ્વારા ઝવેરી પંચના રિપોર્ટ અંગે વિસ્તૃત માહિતી આપી છે.  પ્રવક્તા મંત્રીએ કહ્યું કે, ઝવેરી પંચના રિપોર્ટની અસરકારક તપાસ કરવામાં આવી છે.  ઓબીસીને 27 ટકા અનામતની ભલમાણ કરાઈ હતી. ST અને SC અનામત યથાવત રાખવાની ભલામણ કરાઈ હતી. જેનો રાજ્ય સરકારે સ્વીકાર કરી લીધો છે. 

'ઓબીસીને 27 ટકા અનામતની ભલમાણનો રાજ્ય સરકારે સ્વીકાર કર્યો'
પ્રવક્તા મંત્રીએ કહ્યું કે, ગ્રામીણ તથા શહેરી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં SC અને STના અનામતમાં કોઈ જ પ્રકારનો ફેરફાર નહીં તેમજ ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં OBC માટે 27 ટકા અનામતની ભલામણ કરાઈ જેનો રાજ્ય સરકારે સ્વીકાર કર્યો છે. વધુમાં ઉમેર્યું કે, ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં જે 10 ટકા અનામત OBCને આપવામાં આવી છે તે અનામત યથાવત રહેશે. મહાનગરપાલિકા અને નગરપાલિકામાં OBC અનામત 27 ટકા ફાળવવામાં આવી છે
ઓબીસી અનામત વધતા આટલી બેઠકો વધશે
ઋષિકેશ પટેલે કહ્યું કે, રાજ્યમાં 27 ટકા ઓબીસી અનામત આપવામાં આવી છે. ઝડપથી સ્થાનિક સ્વરાજની ચૂંટણી થાય તેમાં રસ છે,  હાલના સિમાંકન પ્રમાણે ચૂંટણી કરવામાં આવશે, નવા સિમાંકન હાલ નહી કરાય. બેઠકો અંગે માહિતી આપતા કહ્યું કે, જિલ્લા પંચાયતમાં ઓબીસી બેઠક 105 હતી જે હવે 205 થશે, કુલ 229 બેઠકો થઈ છે. જ્યારે તાલુકા પંચાયતમાં બેઠક 506 હતી જે હવે 994 થઈ. ગ્રામ પંચાયત બેઠકો ૧૨,૭૦૦ હતી જે ૨૩ હજાર કરતા વધુ થશે. મનપાની 67 ઓબીસી બેઠક હતી જે 183 થશે. તેમજ નગર પાલિકામાં ઓબીસી બેઠકો 156 હતી. જે 481 વધતા હવે 1282 થાય છે.
ઝવેરી પંચે ભૂપેન્દ્ર પટેલને સોંપ્યો હતો રિપોર્ટ
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી મામલે ઓબીસી અનામત નક્કી કરવા માટે ઝવેરી પંચની રચના કરવામા આવી હતી. આ દરમિયાન જસ્ટિસ ઝવેરી કમિશનની રચના કરવામાં આવી ત્યારે તેને 90 દિવસમાં રિપોર્ટ આપવાનું કહેવામાં આવ્યું હતું. જે બાદ ઝવેરી પંચ દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પોતાનો રિપોર્ટ સોંપી દેવામાં આવ્યો હતો. અધ્યક્ષ કલ્પેશ ઝવેરીના અધ્યક્ષતામાં રિપોર્ટ સોંપવામાં આવ્યો હતો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ