બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Local people raised the issue of water against MLA Lovingji Thakor and the situation heated up.

પાટણ / રાધનપુરમાં જનતાએ નેતાઓને 'પાણી બતાવી દીધું': હોબાળો થતાં ચાલુ સભા વિખેરી ધારાસભ્ય ગાડીમાં બેસીને નીકળ્યા

Priyakant

Last Updated: 03:27 PM, 6 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Radhanpur MLA Viral Video : ગામની પ્રાથમિક શાળામાં યોજાયેલ સભામાં ધારાસભ્ય લવિંગજી ઠાકોર સામે સ્થાનિક લોકોએ પાણીનો મુદ્દો ઉઠાવતા માહોલ ગરમાયો, નેતાઓ પોતાની ગાડી ઉપર લાગેલ સાયરન વગાડી ભીડમાંથી થયા પલાયન

  • રાધનપુર ભાજપના MLA લવિંગજી ઠાકોરની સભાનો વિડીયો આવ્યો સામે
  • સમીના બાદરગંજ ગામના ગ્રામજનોએ પાણી મુદ્દે બતાવ્યું નેતાઓને પાણી
  • સભામાં બાદરગંજના લોકોએ મીઠા પીવાના પાણીની માંગ સાથે હોબાળો કર્યો 
  • પાણીની માંગ સાથે સભામાં હોબાળો મચાવતા સભા વિખેરાઈ
  • નેતાઓ પોતાની ગાડી ઉપર લાગેલ સાયરન વગાડી ભીડમાંથી થયા પલાયન

Radhanpur MLA Viral Video : રાજ્યમાં અનેક વિસ્તારોમાં સ્થાનિક પ્રશ્નોને કારણે ધારાસભ્યો પ્રજાજનોના રોષનો ભોગ બનવું પડતું હોય છે. આવી જ એક ઘટના પાટણ જિલ્લાના રાધનપુરથી સામે આવી છે. વાત જાણે એમ છે કે, રાધનપુરના ભાજપના ધારાસભ્ય વિસ્તારના એક ગામમાં સભામાં ગયા હતા. જોકે ત્યાં પહોંચ્યાં બાદ ગ્રામજનોએ ચાલુ સભામાં પાણીનો પ્રશ્ન ઉઠાવતાં મામલો ગરમાયો હતો. જોકે સ્થિતિ ત્યાં સુધી પહોંચી કે, ધારાસભ્ય લવિંગજી ઠાકોર સાયરન વગાડતા વગાડતા ત્યાંથી નીકળી ગયા છે. 

પાટણ જિલ્લાના રાધનપુર વિધાનસભાના ભાજપના ધારાસભ્ય લવિંગજી ઠાકોરને આજે પ્રજાના રોષનો ભોગ બનવું પડ્યું છે. વિગતો મુજબ રાધનપુર વિધાનસભામાં આવતા બાદરગંજ ગામમાં એક સભાનું આયોજન કરાયું હતું. ગામની પ્રાથમિક શાળામાં યોજાયેલ આ સભામાં ધારાસભ્ય લવિંગજી ઠાકોર પણ હાજર હતા. આ દરમિયાન સ્થાનિક લોકોએ પાણીનો મુદ્દો ઉઠાવતા માહોલ ગરમાયો હતો. 

MLA લવિંગજી ઠાકોરની સભાનો વીડિયો વાયરલ
પાટણમાં ધારાસભ્ય લવિંગજી ઠાકોર પ્રજાના રોષનો ભોગ બન્યા છે. વિગતો મુજબ સભામાં બાદરગંજના લોકોએ પીવાના પાણીની માગ સાથે હોબાળો કર્યો હતો. આ તરફ સ્થાનિકોએ પાણીની માગ સાથે સભામાં હોબાળો મચાવતા સભા વિખેરાઈ ગઈ હતી. આ સાથે નેતાઓનું મંચ પર ભાષણ અટકાવી યુવાનોએ પાણીની માગ કરતા સભા વિખેરાઈ ગઈ હતી. 

નેતાજી સાયરન વગાડી નીકળી ગયા 
આ તરફ હાથમાં માઈક પકડી MLA લવિંગજી પણ બોલતા રહ્યા કે "શાંતિ રાખો". ગ્રામજનોએ પાણીની સમસ્યાને લઈ હોબાળો મચાવતા નેતાઓએ સભા સ્થળેથી ભાગવું પડ્યું હતું. વિગતો મુજબ પ્રજાના રોષનો ભોગ બનેલ ધારાસભ્ય લવિંગજી ઠાકોર સાયરન વગાડતા-વગાડતા નીકળી ગયા હતા. આ તરફ હવે આ સમગ્ર ઘટનાનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ