બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદ / સુરત / Liquor boxes were stolen from Piplod police station in Dahod

દાહોદ / લ્યો કરી લો વાત.! પીપલોદ પોલીસ સ્ટેશનમાંથી 23 પેટી દારૂની ચોરી, વરદીધારી નીકળ્યા છુપા ચોર.!, પોલીસ બેડો થયો દોડતો

Vishal Khamar

Last Updated: 08:13 PM, 25 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દાહોદનાં પીપલોદ પોલીસ સ્ટેશનમાંથી દારૂની પેટી ચોરી થવા મામલે પોલીસે 15 લોકો સામે ગુનો નોંધ્યો છે. જેમાંથી 10 લોકોની ધરપકડ કરી તેઓને કોર્ટમાં રજૂ કરતા કોર્ટે 4 દિવસનાં રિમાન્ડ મંજૂર કર્યા હતા.

  • દાહોદનાં પીપલોદ પોલીસ સ્ટેશનમાં થયેલી દારૂની ચોરીનો વીડિયો વાયરલ
  • પીપલોદના PIની તાત્કાલિક હેડ ક્વાટરમાં બદલી કરવામાં આવી 
  • દારૂની ચોરીમાં પોલીસ કોન્સ્ટેબલ, GRD, TRB સહિતના લોકો સામેલ હતા
  • આ વાયરલ વિડિયોની VTV પૃષ્ટી કરતું નથી

દાહોદનાં પીંપલોદ પોલીસ સ્ટેશનમાંથી દારૂની પેટીની ચોરી થઈ હતી. દારૂની પેટી ચોરી કરી લઈ ગયા બાદનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા હડકંપ મચી ગયો હતો. વીડિયોમાં કેટલાક શખ્સો બાઈક પર દારૂની પેટી લઈ જઈ રહ્યા છે. આ વીડિયો વાયરલ થતા પીપલોદ પીઆઈની હેડક્વાર્ટર ખાતે બદલી કરવામાં આવી છે.આ વાયરલ વિડિયોની VTV પૃષ્ટી કરતું નથી.

કોર્ટે 10 આરોપીઓનાં 4 દિવસનાં રિમાન્ડ મંજૂર કર્યા
પોલીસ સ્ટેશનમાંથી દારૂ ચોરી મામલે પોલીસ દ્વારા 10 આરોપીઓ વિરૂદ્ધ ગુનો દાખલ કરી તેઓની ધરપકડ કરી હતી. ત્યારે તેઓને કોર્ટમાં રજૂ કરતા દેવગઢ બારિયા કોર્ટે 10 આરોપીઓનાં 4 દિવસનાં રિમાન્ડ મંજૂર કર્યા હતા. પીપલોદ પોલીસ સ્ટેશનમાંથી દારૂની પેટીઓની ચોરી થઈ હતી. પોલીસ સ્ટેશનમાંથી 23 પેટી દારૂની ચોરી મામલે 15 લોકો સામે ગુનોં નોંધાયો છે.
પોલીસ કોન્સ્ટેબલ, GRD તેમજ TRB સામે ગુનો દાખલ
પીપલોદ પોલીસ સ્ટેશનમાંથી દારૂની 23 પેટી ચોરવામાં સંડાવાયેલા પોલીસ કોન્સ્ટેબલ, GRD તેમજ TRB  સહિતનાં લોકો સામે હતા. જે તમામ વિરૂદ્ધ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. ત્યારે પોલીસ સ્ટેશનમાંથી દારૂ ચોરી મામલે વધુ કેટલાક પોલીસની સંડોવણી બહાર આવી શકે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ