બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / ટેક અને ઓટો / learn all about vhicle scrap policy in 5 easy points what is vhicle scrap policy and its benifits

VTV Special / વાહનોને ભંગાર કરવાની પૉલિસી છે શું? 5 પોઈન્ટ્સમાં સમજો સૌથી સરળ ભાષામાં

Mayur

Last Updated: 06:37 PM, 13 August 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજે જાહેર થયેલી વ્હીકલ સ્ક્રેપ પોલિસીનો તમને શું ફાયદો થશે? 5 સરળ મુદ્દામાં જાણી લો તમારા કામની તમામ અગત્યની માહિતી

આજે ગાંધીનગર ખાતે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીની હાજરીમાં નવી સ્ક્રેપ પોલિસી જાહેર કરવામાં આવી હતી. આ પોલિસી હેઠળ દેશમાંથી હવે જૂન પુરાણા વાહનોને તિલાંજલિ આપવામાં આવશે. 

ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે યોજાયેલી ઈન્વેસ્ટર્સ સમીટ દરમિયાન આ સ્ક્રેપ પોલિસી લોન્ચ કરવામાં આવી હતી. પ્રધાનમંત્રી મોદી પણ વિડીયો કોન્ફરન્સિંગના માધ્યમથી આ સમિટમાં હાજર રહ્યા હતા. જેમાં પ્રધાનમંત્રી મોદીએ VVMP ની એક હેન્ડબુક પણ લોન્ચ કરી હતી. આ સમિટ દેશના ઇન્ફ્રાસ્ટ્રકચરમાં રોકાણકારોને પણ આકર્ષવામાં મદદ કરશે. 

1) અમલ ક્યારથી થશે શરૂ?

15 વર્ષથી જૂના..
1 એપ્રિલ 2022-  વાહનો સરકારી વાહનો
1 એપ્રિલ 2023- હેવી કમર્શિયલ વ્હીકલ્સ(ટ્રક વગેરે) માટે 
1 જૂન 2024- દરેક પ્રાઇવેટ વાહનો માટે 

2) આપણને શું ફરક પડશે?
ના એવું નથી. સરકારી વાહનોને જ જો 15 વર્ષથી જૂના હશે તો ફરજિયાત સ્ક્રેપ કરવામાં આવશે પણ 15 વર્ષથી જૂના ટ્રક જેવા હેવી કમર્શિયલ વાહનોને એક ફિટનેસ ટેસ્ટ આપવો પડશે. જો આ ફિટનેસ ટેસ્ટમાં એ પાસ થઈ જે તો તેને સ્ક્રેપ નહીં કરવામાં આવે. અન્યથા કરવા પડશે. આપણી કાર જેવા પ્રાઇવેટ વાહનો માટે 20 વર્ષ સમયગાળો છે ત્યાર બાદ તેમણે રી-રજીસ્ટ્રેશન કરાવવું પડશે. જો આ રી-રજીસ્ટ્રેશન થઈ જાય તો વાંધો નહીં આવે પણ જો એ નહીં થાય તો એ વાહનને સ્ક્રેપ કરવું પડશે. કારણ કે એને એન્ડ ઓફ લાઈફ વાહન ગણવામાં આવશે. 

સ્ક્રેપિંગ પોલીસીને લઈને લેવાયો મોટો નિર્ણય, જૂની કારને કરો સ્ક્રેપ અને નવી  ખરીદવા પર મળશે 5 ટકાનું ડિસ્કાઉન્ટ | junk old vehicle and get 5 percent  discount on ...

આપણને શું ફાયદો?

  • જૂની કાર સ્ક્રેપ કરાવનારને નવી કાર પર કંપનીઓ 5 ટકા ડિસ્કાઉન્ટ
  • સ્ક્રેપિંગ પોલીસીમાં નવા વાહનની ખરીદી પર 5 ટકા ડિસ્કાઉન્ટ 
  • નવી ગાડી ખરીદ્યા બાદ 3 વર્ષ સુધી રોડ ટેક્સમાં 25%ની છૂટ
  • નવી ગાડીના રજિસ્ટ્રેશન માટે કોઇ ફી નહી લેવાય
  • વાહનને સ્કેપ કરાવવવા પર કિંમતના 4થી 6 ટકા ગાડીના માલિકને મળશે.
  • પોલિસી બાદ સ્ટીલ,રબર, એલ્યુમિનિયમ,રબરની આયાત નહીં કરવી પડે
  • સ્ક્રેપિંગ પોલિસી લાગુ થયા બાદ વાહનોના ભાવમાં 30થી 40 ટકાનો ઘટાડો થઈ શકે છે. 


 3) સ્ક્રેપ પ્લાન્ટ ક્યાં હશે?

દેશમાં ઈલેક્ટ્રીક વાહનનોને પોત્સાહન મળે તેમન પ્રદૂષણની માત્ર ઘટે તે માટે કેન્દ્ર સરકાર દ્વારા નવી પોલિસી જાહેર થઈ છે. મહાત્મા મંદિર ખાસે દેશની સ્ક્રેપ પોલિસી જાહેર કરવામાં આવી હતી, મહત્વનું છે કે રાજ્યમાં  જૂના વાહનોને દૂર કરવા માટે કેન્દ્ર સરકાર સ્ક્રેપ પોલિસી બનાવી રહી છે ત્યારે ગુજરાતમાં આ સ્ક્રેપ વાહનો માટેનો પ્લાન્ટ બનાવવામાં આવે તે માટે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે, આ પ્લાન્ટ ભાવનગરના અલંગમાં બનશે. આ સાથે આગામી સમયમાં દેશમાં 60-70 જેટલા રજિસ્ટર્ડ સ્ક્રૅપ પ્લાન્ટ બનાવવાની પણ સરકારે જાહેરાત કરી છે. 

- સ્ક્રેપ વાળી ગાડીઓને સર્ટીફિકેટ મળશે 

PM મોદીએ સ્ક્રેપ કરવા વાળી ગાડીઓ માટે સર્ટીફિકેટ મળશે તેવું કહ્યું. નવી ગાડી ખરીદશો તો તમને રજિસ્ટ્રેશનના ચાર્જમાં ડિસ્કાઉન્ટ મળશે સાથેજ રોડ ટેક્સ પર પણ ડિસ્કાઉન્ટ મળશે. સાથેજ તેમણે કહ્યું કે ગાડિનો વૈજ્ઞાનિક પદ્ધતીથી ટેસ્ટ કરીને તેને સ્ક્રેપ કરવામાં આવશે ત્યારબાદ આગળની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. 

4) કારનું ફિટનેસ સર્ટિફિકેટ ક્યારે લેવાનું રહેશે?

 8 વર્ષ જૂના વાહનો પર ગ્રીન ટેક્સ લાગૂ કરવામાં આવશે. ગ્રીન ટેક્સની રકમ પર્યાવરણ સુધારવા માટે ખર્ચ કરાશે. ફિટનેસ ટેસ્ટના ચાર્જ તેમજ ગ્રીન ટેક્સના દર પણ વધારાશે
આ સાથે કેન્દ્રીય સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રી ગડકરીએ કહ્યું હતું કે સ્ક્રેપ પોલિસી અનુસાર વાહનોને ફિટનેસ ટેસ્ટમાંથી ગુજરવું પડશે. આ માટે દેશમાં લોકભાગીદારીથી 400 થી 500 વ્હીકલ ફિટનેસ સેંટર બનશે. આ સાથે 60 થી 70 રજીસ્ટર્ડ સ્ક્રેપિંગ સેંટર બનશે
ગડકરીએ કહ્યું હતુંમ કે સરકાર ફિટનેસ ટેસ્ટ માટે વાહનને 150 થી 200 કિમી દૂર ન જવું પડે એવા પ્રયત્નો કરશે. 

15 વર્ષથી જૂના ટ્રક જેવા હેવી કમર્શિયલ વાહનોને એક ફિટનેસ ટેસ્ટ આપવો પડશે. જો આ ફિટનેસ ટેસ્ટમાં એ પાસ થઈ જે તો તેને સ્ક્રેપ નહીં કરવામાં આવે. અન્યથા કરવા પડશે. આપણી કાર જેવા પ્રાઇવેટ વાહનો માટે 20 વર્ષ સમયગાળો છે ત્યાર બાદ તેમણે રી-રજીસ્ટ્રેશન કરાવવું પડશે. જો આ રી-રજીસ્ટ્રેશન થઈ જાય તો વાંધો નહીં આવે પણ જો એ નહીં થાય તો એ વાહનને સ્ક્રેપ કરવું પડશે.

5) શું ગાડીઓ સસ્તી થશે?
નીતિન ગડકરીએ કહ્યું હતું કે આ  સ્ક્રેપિંગ પોલિસી નવા વાહનોને 40% સસ્તા કરી દેશે. કારણ કે જૂની ગાડીઓમાંથી ભંગારમાંથી 99% મેટલ રિકવર કરી શકાશે. જેથી પ્રોડક્શન ખર્ચ ઓછો થશે અને ઇલેક્ટ્રિક સમાન અને વાહનો માટે જરૂરી કોપર લિથિયમ જેવો કાચો માલ

સંકળાયેલા મુદ્દાઓ

PM modi Scrappage Policy Vtv Exclusive vhicle scrap policy વ્હીકલ સ્ક્રેપ પૉલિસી Vehicle Scrap Policy
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ