બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ટેક અને ઓટો / lcd writing tablet e note pad best birthday gift for girls boys

ટેકનોલોજી / તમારા બાળકને મોબાઈલ ટીવીથી છોડાવવાનો આસાન ઉપાય, માત્ર 250 રૂપિયામાં થઈ શકે છે તકલીફ દૂર

Premal

Last Updated: 08:22 PM, 2 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સ્માર્ટ ફોન અથવા ટેબલેટ જેવા ગેજેટ્સનો ઉપયોગ વધી રહ્યો છેે. એવામાં બાળકોને તેનાથી દૂર રાખવુ એક મુશ્કેલ કામ છે. પરંતુ તમે તેને બીજા ગેજેટ્સમાં આવશ્ય વ્યસ્ત રાખી શકો છો. જેના માટે સૌથી સારું ઓપ્શન ઈ-કોમર્સ પ્લેટફોર્મ પર વર્તમાન રાઈટિંગ ટેબલેટ છે.

  • 250 રૂપિયાથી પણ ઓછા ભાવે ખરીદો આ ટેબલેટ 
  • આ ટેબલેટમાં ઈન્ટરનેટનો વધુ ખર્ચ પણ નહીં આવે 
  • આ ગેજેટમાં 8.5-inchની LCD ડિસ્પ્લે મળે છે

આ ગેજેટ તમારા બાળકો માટે સારું ઓપ્શન હોઇ શકે ! 

આ ટેબલેટને તમે 250 રૂપિયાથી પણ ઓછા ભાવે ખરીદી શકો છો. આવો જાણીએ આ ટેબલેટનો ભાવ અને તેના બીજા ફીચર્સ. સ્માર્ટ ફોન અને ઈન્ટરનેટના યુગમાં બાળકો નાની ઉંમરમાં આ ગેજેટ્સના આદિ થાય છે. ઘણી વખત તેઓ પોતાની મસ્તીમાં આ ગેજેટ્સને તોડી નાખે છે. આ સ્થિતિથી બચવા માટે તમે તેને એક સારો વિકલ્પ આપી શકો છો. અમે આજે જે ગેજેટ પર ચર્ચા કરીશુ તે તમારા બાળકો માટે એક સારું ઓપ્શન હોઇ શકે છે.  જેમાં તમારે ઈન્ટરનેટનો ખર્ચ પણ નહીં આવે અને એડલ્ટ વેબસાઈટ પર બાળકોને જવાનુ રિસ્ક પણ નહીં આવે. ઈ-કોમર્સ પર એવા ગેજેટ્સ મળે છે. આ માત્ર જોવામાં તો એક ટેબલેટ જેવા છે, પરંતુ તમે તેના પર કામ કરી શકો છો. 

કયા છે ગેજેટ અને શું છે તેની કિંમત?

આમ તો આ કેટેગરીમાં તમને ઘણા રાઈટિંગ ટેબલેટ્સ મળી શકે છે. પરંતુ અમે એક એફોર્ડેબલ અને ભરોસાપાત્ર પ્રોડક્ટની તપાસમાં હતા. આવી એક પ્રોડક્ટ અમારા હાથે લાગી છે, જેને તમે સસ્તામાં ખરીદી શકો છો. Storio બ્રાન્ડની આ ડિવાઈસ એફોર્ડેબલ પ્રાઈસ પર મળી રહી છે. જેને તમે 237 રૂપિયાની કિંમતે એમેઝોન પરથી ખરીદી શકો છો. ઘણા અન્ય પ્રોડક્ટ્સ પણ છે, જે તેનાથી વધુ કિંમત પર આવે છે. 

કેવીરીતે કામ કરે છે રાઈટીંગ ટેબલેટ?

આ ગેજેટને ઈ-રાઈટર કહી શકીએ છીએ. જેમાં તમને 8.5-inchની LCD ડિસ્પ્લે મળે છે. ડિવાઈસ વન ટચ ઇરેજ બટનની સાથે આવે છે. ખરેખર ટેબલેટમાં એક પ્રેશર સેન્સિટિવ સ્ક્રીન મળે છે. જેનુ વજન 200 ગ્રામ છે અને તેમાં મલ્ટી કલર ડિસ્પ્લે મળે છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ