બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / last night Many stars including Shahrukh Khan reached at Salman Khan 57th birthday party

બોલીવુડ ગપશપ / રિયલ લાઈફ કરણ-અર્જુન! સલમાનની પાર્ટીમાં શાહરુખનો જબરો સ્વેગ, VIDEO વાયરલ

Megha

Last Updated: 03:52 PM, 27 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કિંગ ખાન અને સલમાન ખાન વચ્ચેના એ અણબનાવ હતો પણ હવે સલમાન અને શાહરૂખની મિત્રતાના ઉદાહરણો આપવામાં આવી રહ્યા છે એમ કહી તો પણ ખોટું નથી.

  • સલમાનની પાર્ટીમાં શાહરુખે આપી હાજરી 
  • જોવા મળી શાહરુખ-સલમાનની ખાસ બોન્ડિંગ 
  • કાર્તિક આર્યન, સોનાક્ષી સહિત ઘણા સ્ટાર્સ પહોંચ્યા હતા પાર્ટીમાં 

બૉલીવુડના કરણ-અર્જુન એટલે કે સલમાન ખાન અને શાહરૂખ ખાન વચ્ચેના સંબંધો ઘણા ઉતાર-ચઢાવથી ભરેલા રહ્યા છે. ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં આવ્યા પછીજ્યારે કેટલાક વર્ષો સુધી અણબનાવ હતો અને એ સમયે હિન્દીકિંગ ખાન અને સલમાન ખાન વચ્ચેના એ અણબનાવ હતો પણ હવે સલમાન અને શાહરૂખની મિત્રતાના ઉદાહરણો આપવામાં આવી રહ્યા છે એમ કહી તો પણ ખોટું નથી. સિનેમાના બે સૌથી મોટા સ્ટાર્સ એકબીજાથી દૂર થઈ ગયા હતા. જો કે કિંગ ખાન અને સલમાન ખાન વચ્ચેના એ અણબનાવને કારણે માત્ર તેના નજીકના મિત્રો જ નહીં પણ ચાહકો પણ પરેશાન રહેતા હતા પણ હવે એ દિવસો વીતી ગયા છે. હવે સલમાન અને શાહરૂખની મિત્રતાના ઉદાહરણો આપવામાં આવે છે એમ કહી તો પણ ખોટું નથી. 

સલમાનની પાર્ટીમાં શાહરુખે આપી હાજરી 
ફરી એક વખત કિંગ ખાન અને ભાઈજાન એક સાથે જોવા મળ્યા હતા. જણાવી દઈએ કે સલમાન ખાન અને તેની ભત્રીજી આયતનો જન્મદિવસ 27મી ડિસેમ્બરે એટલે કે આજે છે અને આ ખાસ દિવસ માટે ગઈકાલે રાત્રે મુંબઈમાં એક મોટી પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. જો કે અંહિયા ખાસ વાત એ છે કે આ પાર્ટીમાં ઘણા મોટા સ્ટાર્સ હાજર હતા અને તેની સાથે સાથે સલમાન ખાનના દિલની ખૂબ નજીક રહેલા શાહરૂખ ખાન પણ પાર્ટીમાં પહોંચ્યા હતા અને ત્યાં હાજર પેપરાઝી અનુસાર પાર્ટીમાં પહોંચનારા છેલ્લા મહેમાનોમાં શાહરૂખ હતા પણ જ્યારે તે પરત ફરી રહ્યા હતા ત્યારે સલમાન ખાન પોતે તેને ગાડી સુધી મૂકવા આવ્યા હતા. 

જોવા મળી શાહરુખ-સલમાનની ખાસ બોન્ડિંગ 
જણાવી દઈએ કે સલમાન ખાન અને શાહરૂખ ખાન બર્થડે પાર્ટીમાંથી એકસાથે બહાર આવ્યા હતા અને બહાર નીકળ્યા પછી બંને એ ઘણી વાર એકબીજાને ગળે લગાવ્યા હતા અને એ સમયે પર પેપરાઝીઓનો ઘણો મેળાવડો હતો. બહાર આવીને આ બંને સુપરસ્ટાર્સે એક સાથે ઊભીને ઘણી તસવીરો પણ ખેંચાવી હતી. હાલ તેની તસવીરો અને વિડીયો ઘણા વાયરલ થઈ રહ્યા છે. જો કે આ અવસર પર સલમાન અને શાહરૂખના ચાહકો માટે કેટલીક એવી ઓછી ક્ષણો આવે છે જ્યારે આ બંને સુપરસ્ટાર એક સાથે જોવા મળ્યા હોય. ગઇકાલનો જએ વિડીયો વાયરલ થયો છે તે પણ એવી જ ક્ષણ હતી જેને એમના ફેન્સ ભાગ્યે જ ભૂલી શકશે. આ સાથે જ વાયરલ વિડીયોમાં જોવા મળે છે કે શાહરૂખ ખાન માટે ખુદ સલમાન ખાને કારનો દરવાજો ખોલ્યો હતો અને એમને ગળે લગાવીને અંદર બેસાડ્યા હતા.

કાર્તિક આર્યન, સોનાક્ષી સહિત ઘણા સ્ટાર્સ પહોંચ્યા હતા પાર્ટીમાં 
જણાવી દઈએ કે ગઇકાલની સલમાનની એ પાર્ટીમાં કાર્તિક આર્યન, પુલકિત સમ્રાટ અને કૃતિ ખરબંદા, રિતેશ દેશમુખ અને જેનેલિયા ડિસોઝા, શ્વેતા તિવારીની દીકરી પલક તિવારી, સોનાક્ષી સિંહા, સિદ્ધાંત ચતુર્વેદી, પ્રજ્ઞા જયસ્વાલ સહિત ઘણા સ્ટાર્સ સામેલ થયા હતા. આ સાથે ખાસ વાત એ છે આ પાર્ટીમાં સલમાનની એક્સ ગર્લફ્રેન્ડ સંગીતા બિજલાની અને યુલિયા વંતુર પણ આવી હતી. પાર્ટીના ઘણા વીડિયો અને તસવીરો હાલ જોરદાર વાયરલ થઈ રહી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ