બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ટેક અને ઓટો / laptop cleaning kit mistake you should avoid never do this else get electric shock

તમારા કામનું / એક ભૂલ અને લાગી શકે છે કરંટ! લેપટોપ સાફ કરતાં સમયે 90 ટકા લોકો કરે છે આ ભૂલ

Bijal Vyas

Last Updated: 05:25 PM, 26 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઈલેક્ટ્રોનિક કે કોઈપણ ગેજેટ ત્યારે જ લાંબો સમય ટકે છે જ્યારે તેની યોગ્ય કાળજી લેવામાં આવે. ઈલેક્ટ્રોનિક વસ્તુઓની સ્વચ્છતા ખૂબ જ જરુરી છે.

  • લેપટોપને બહારથી સાફ કરવા માટે માઇક્રોફાઇબર કાપડનો ઉપયોગ કરો
  • Keyboardની સફાઇ પર ધ્યાન આપવુ જરુરી
  • કીબોર્ડને સાફ કરવા માટે કોઈપણ લિક્વિડનો ઉપયોગ કરશો નહીં

Best way to clean laptop: લેપટોપનો ઉપયોગ હવે લગભગ તમામ ઓફિસ જનારાઓ દ્વારા ઉપયોગમાં લેવાય છે. શાળાનું કામ પણ આસાનીથી થવું જોઈએ, તેથી બાળકોને પણ લેપટોપની જરૂર છે. સ્વાભાવિક છે કે, ઈલેક્ટ્રોનિક કે કોઈપણ ગેજેટ ત્યારે જ લાંબો સમય ટકે છે જ્યારે તેની યોગ્ય કાળજી લેવામાં આવે. ઈલેક્ટ્રોનિક વસ્તુઓની સ્વચ્છતા ખૂબ જ જરુરી છે. આવો જાણીએ કે, યુઝર્સે આવું કરતી વખતે કેટલીક બાબતો પર વિશેષ ધ્યાન આપવાની જરૂર છે.

સફાઈ માટે જે જરૂરી હોય તે સામાન તૈયાર રાખો. લેપટોપને બહારથી સાફ કરવા માટે માઇક્રોફાઇબર કાપડનો ઉપયોગ કરો. ધૂળ, ફિંગરપ્રિન્ટ્સ અને ડાઘને દૂર કરવા માટે સૂકા માઇક્રોફાઇબર કાપડનો ઉપયોગ કરીને લેપટોપની બહારની સપાટીઓને હળવા હાથે સાફ કરો. જો તમે તેની પર ભાર આપશો તો તો લેપટોપની સ્ક્રીન પર ખરાબ અસર થઈ શકે છે, અને તે ક્રેક પણ થઈ શકે છે.

Topic | VTV Gujarati

કીઝ અને ટચપેડ વચ્ચેથી કચરો અને ધૂળ દૂર કરવા માટે નરમ બ્રશ અથવા કંપ્રેસ એરનો ઉપયોગ કરો. ફિંગરપ્રિન્ટ્સ, ધૂળ અને ડાઘને દૂર કરવા માટે સ્વચ્છ માઇક્રોફાઇબર કાપડનો ઉપયોગ કરીને સ્ક્રીનને હળવા હાથે લૂછી લેવુ જોઇએ.

પોર્ટની સફાઇ પર ધ્યાન આપવુ જરુરી
લેપટોપના વેન્ટ્ અને પોર્ટ્સમાંથી ધૂળને બહાર કાઢવા માટે કોમ્પ્રેસ્ડ એરનો ઉપયોગ કરો. ડિવાઇસમાં કચરાને અંદર જતા રોકવા માટે લેપટોપને એક ખૂણા પર પકડીને સાફ કરો. ધ્યાનમાં રાખો કે લેપટોપના ચાર્જિંગ પોર્ટ પર કોઈપણ શાર્પ વસ્તુને નાંખવાનો પ્રયત્ન કરશો નહીં. તેનાથી પોર્ટની અંદરના પાર્ટને ડેમેજ થઇ શકે છે.

Tag | VTV Gujarati

Keyboardની સફાઇ પર ધ્યાન આપવુ જરુરી
લેપટોપને નમાવો અને તેને હળવા હાથે ટેપ કરો જેથી ઢીલો કચરો નીકળી જશે. બાકીના કચરાને બહાર કાઢવા માટે તમે કંપ્રેસ એરનો પણ ઉપયોગ કરી શકો છો. કીબોર્ડને સાફ કરવા માટે કોઈપણ લિક્વિડનો ઉપયોગ કરશો નહીં, કારણ કે તે કીઝની વચ્ચે જઈને નુકસાન પહોંચાડી શકે છે.

જો તમને શંકા હોય કે આંતરિક ધૂળનું સંચય તમારા લેપટોપના પરફોર્મન્સને અસર કરી રહ્યું છે, તો તે પ્રોફેશનલ દ્વારા તપાસો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ