બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / Lapata Ladies Day 2 Collection Lapata Ladies storms the box office second day business is good

મનોરંજન / લાપતા લેડિઝ ફિલ્મ કેવી છે? રિવ્યૂ જોતાં જ બોક્સ ઓફિસમાં બીજા દિવસની કમાણીમાં ઉછાળો, આટલું કલેક્શન કર્યું

Pravin Joshi

Last Updated: 11:40 PM, 2 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કિરણ રાવ દ્વારા નિર્દેશિત ફિલ્મ 'લાપતા લેડીઝ'ને બોક્સ ઓફિસ પર ખૂબ જ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. માત્ર 20 કરોડ રૂપિયાના ખર્ચે બનેલી આ ફિલ્મનું ઓપનિંગ ડે કલેક્શન માત્ર 75 લાખ રૂપિયા હતું.

કિરણ રાવ દ્વારા નિર્દેશિત ફિલ્મ 'લાપતા લેડીઝ'ને બોક્સ ઓફિસ પર ખૂબ જ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. માત્ર 20 કરોડ રૂપિયાના ખર્ચે બનેલી આ ફિલ્મનું ઓપનિંગ ડે કલેક્શન માત્ર 75 લાખ રૂપિયા હતું, પરંતુ શનિવારે કમાણીમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો હતો. બીજા દિવસે ફિલ્મની કમાણીનો આંકડો વધીને 1 કરોડ 28 લાખ રૂપિયા થઈ ગયો છે. માનવામાં આવે છે કે રવિવારે ફિલ્મનો બિઝનેસ વધુ સારો રહેશે..

વધુ વાંચો : શર્ટ-ચપ્પલમાં ઇકોનોમી ક્લાસની સવારી કરતા નજરે પડ્યાં રજનીકાંત, સાદગી જોઇ ફેન્સ ફિદા

અત્યાર સુધીમાં કુલ કલેક્શન કેટલું છે?

ભારતીય બોક્સ ઓફિસ પર આમિર ખાન પ્રોડક્શનની આ ફિલ્મની કુલ કમાણીનો આંકડો 2 કરોડ 3 લાખ રૂપિયા સુધી પહોંચી ગયો છે. જો કે તેની કિંમત વસૂલવા માટે માઉથ પબ્લિસિટીનો લાભ મળવો જરૂરી છે. ફિલ્મની સ્ટાર કાસ્ટ વિશે વાત કરીએ તો, આ ફિલ્મમાં સ્પર્શ શ્રીવાસ્તવ, નિતાંશી ગોયલ અને પ્રતિભા રત્નાએ કેટલીક મહત્વપૂર્ણ ભૂમિકાઓ ભજવી છે. ફિલ્મ રિવ્યુ અને રેટિંગની દ્રષ્ટિએ સારો દેખાવ કરી રહી છે પરંતુ કમાણીમાં સુધારો હજુ પણ જરૂરી છે. ફિલ્મને IMDb પર 10 માંથી 8.1 રેટિંગ મળ્યું છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ