બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Landslides in Himachal have caused huge devastation

તારાજી / હિમાચલ પ્રદેશ ‘કુદરતી આફતગ્રસ્ત રાજ્ય’ તરીકે જાહેર, જંગી નુકસાનનો આંકડો રૂ. 10 હજાર કરોડ સુધી પહોંચ્યો

Vishal Khamar

Last Updated: 05:12 PM, 19 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દેશના બે પહાડી રાજ્ય હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડ પર જાણે કુદરતનો કહેર વરસી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. અવિરત વરસી રહેલા વરસાદ અને પ્રચંડ પૂરના કારણે આ બંને રાજ્યમાં ભારે પાયમાલી સર્જાઈ છે.

  • હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં ભારે વરસાદથી ભારે નુકશાન
  • મુખ્યમંત્રીએ હિમાચલ પ્રદેશને 'કુદરતી આફતગ્રસ્ત રાજ્ય' જાહેર કર્યું
  • દિલ્હીમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા

હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં ભારે વરસાદ અને ત્યાર બાદ થયેલા ભૂસ્ખલને તબાહી મચાવી છે. હિમાચલમાં પૂર અને લેન્ડસ્લાઇડ તબાહીના પગલે ૧૦,૦૦૦ કરોડનાં   જંગી નુકસાનનો આંક જાહેર કરાયો છે રાજ્યના મુખ્યપ્રધાન સુખવિન્દરસિંહ સુખ્ખુએ હિમાચલ પ્રદેશને 'કુદરતી આફતગ્રસ્ત રાજ્ય' જાહેર કર્યું છે અને વરસાદી તબાહીથી થયેલી કુદરતી હોનારતમાં ૩૩૦થી વધુ લોકોની જાનહાનિની રાજ્ય સરકાર દ્વારા સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. દરમિયાન, હવામાન વિભાગની આગાહી અનુસાર બે દિવસ   પૂર્વ અને મધ્ય ભારતમાં ભારે વરસાદ પડી શકે છે. ઉત્તર પૂર્વ ભારતમાં પણ વરસાદનું અનુમાન છે. ઓગસ્ટના અંત સુધી વિભાગે ઉત્તર પશ્ચિમ અને મધ્ય ભારતમાં મોનસૂન એક્ટિવ રહે તેવું અનુમાન વ્યક્ત કર્યું છે. હિમાચલમાં ગઈ કાલે વધુ   ૬૫ મકાન ધરાશાયી થયાં અને ૨૭૧ને નુકસાન થયું. ૮૭૫ રસ્તા બંધ છે. અનેક ગામમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો છે.

હિમાચલમાં ભારે વરસાદનું  એલર્ટ :૧૦ જિલ્લાને ચેતવણી
હિમાચલ પ્રદેશમાં છેલ્લા કેટલાક દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે ભૂસ્ખલનની ઘટના ઘણી વધી ગઈ છે. હવામાન વિભાગ અનુસાર રાજ્યમાં આજથી આગામી ત્રણ દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. હિમાચલના ૧૦ જિલ્લા માટે યલો એલર્ટ જાહેર કરાયું છે. જેમાં કુલ્લુ, મંડી, બિલાસપુર, હમીરપુર, ઊના, સોલન, સિરમૌર, ચમ્બા, કાંગડા અને શિમલામાં ભારે વરસાદ થઇ શકે છે.

દિલ્હી-NCRમાં વહેલી સવારથી વરસાદઃ મોસમ ખુશનુમા, ગરમીથી રાહત
દેશના પાટનગર દિલ્હી-એનસીઆર અને આસપાસના વિસ્તારોમાં આજે વહેલી સવારના ૫.૦૦ વાગ્યાથી ગાજવીજ અને તોફાની પવન સાથે વરસાદ પડતાં સમગ્ર દિલ્હીમાં વાતાવરણ ખુશનુમા બની ગયું છે. છેલ્લા કેટલાક દિવસોથી ગરમી અને બફારાથી પીડાતા દિલ્હીવાસીઓને ઈન્દ્રદેવે આજે વીકએન્ડનું સરપ્રાઈઝ આપીને મોસમને ખુશનુમા કરી દીધી છે. જોકે આજે સવારથી શરૂ થયેલા વરસાદના કારણે દિલ્હીના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયાં હતાં. દિલ્હી ઉપરાંત નોઈડા, ગ્રેટર નોઈડા અને ગુરુગ્રામમાં પણ વરસાદ પડ્યો હતો. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ