બ્રેકિંગ ન્યુઝ

logo
logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Lalji Patel chimki gujarat Govt to solve SPG issue before elections

પડકાર / ચૂંટણી પહેલા નિરાકરણ લાવો નહીંતર 2015 જેવી લડત આપીશું, 1000 ટીમ તૈયાર: લાલજી પટેલની સરકારને ચીમકી

Dhruv

Last Updated: 02:28 PM, 27 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વિધાનસભા ચૂંટણી પહેલા એકવાર ફરી SPGના રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજી પટેલ મેદાનમાં આવ્યા છે. લાલજી પટેલે SPGના મુદ્દાનું નિરાકરણ લાવવા સરકારને પડકાર ફેંક્યો છે.

  • વિધાનસભા ચૂંટણી પહેલા એકવાર ફરી લાલજી પટેલ મેદાનમાં
  • ચૂંટણી પહેલા ભાજપ સરકાર અમારા મુદ્દાનું નિરાકરણ લાવે: લાલજી
  • માંગણીઓ પૂર્ણ નહીં થવા પર ફરી કરીશું 2015 જેવી લડત: લાલજી

જો સરકાર ચૂંટણી પહેલા SPGના મુદ્દાનું નિરાકરણ નહીં લાવે તો રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજી પટેલે ફરીવાર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. લાલજી પટેલે SPGના મુદ્દાનું નિરાકરણ લાવવા કહ્યું કે, 'ચૂંટણી પહેલા ભાજપ સરકાર અમારા મુદ્દાનું નિરાકરણ લાવે. જો માંગણીઓ પૂર્ણ નહીં થાય તો ફરીવાર અમે 2015 જેવી લડત કરીશું. લડત કરવા SPGએ 1000 ટીમ તૈયાર રાખી છે. અમારા એક અવાજે લાખો લોકો આંદોલનમાં જોડાયા હતા. ત્યારે ગામેગામ ન્યાય આપોના નારા સાથે અમારી ટીમ પ્રચાર કરશે. એકબીજાની આંતરિક લડાઈમાં અમારા 14 દીકરાનો ભોગ લેવાયો છે.'

આજે સમગ્ર ગુજરાત રાજકારણમાં રંગાયું હોય ત્યારે અમે સમાજના રંગે રંગાયેલા છીએ

વધુમાં લાલજી પટેલે જણાવ્યું કે, 'આજે પાટીદાર શહીદ દિવસ છે કે જેને ક્યારેય ભૂલી શકાય એમ નથી. સમાજને ન્યાય માટે જે લડાઇ અમે લડી રહ્યાં હતા એમાં તાનાશાહો દ્વારા પાટીદાર સમાજ પર દમન કરવામાં આવ્યું. જેનો ભોગ પાટીદાર સમાજના અનેક દીકરા-દીકરીઓ, માતાઓ અને વડીલો બન્યા અને અમારા ભાઇઓની હત્યા કરવામાં આવી. આજે જ્યારે સમગ્ર ગુજરાત રાજકારણમાં રંગાયું હોય ત્યારે અમે સમાજના રંગે રંગાયેલા છીએ. 2015માં સમગ્ર ગુજરાત આંદોલનના રંગે રંગાયું હતું. જે અનામત લોકો કહેતા હતા કે શક્ય નથી તે 10 ટકા અનામત આપવાની જવાબદારી સરકારે આપી છે. જે ફક્ત પાટીદારોને નહીં પણ આખા દેશમાં તમામ સવર્ણોને 10 ટકા અનામત મળી છે.'

....તો ગામેગામ ફરીવાર 2015 જેવો માહોલ બનાવીશું : લાલજી પટેલ

વધુમાં કહ્યું કે, 'હું જવાબદારીપૂર્વક સ્વીકારું છું કે, અમારી એક હાંકલ પર જો લાખો લોકો આવતા હોય તેની જવાબદારી પણ અમારી છે. પણ આવેલ લોકો પણ જે ભાજપ સરકાર દ્વારા પોતાની આંતરિક સીટની લડાઇમાં એકબીજાને પાડવા ભાજપ સરકાર દ્વારા જે દમન કરવામાં આવ્યું કે જેમાં અમારા 14-14 પાટીદાર દિકરાઓ શહીદ થઇ ગયા. લાખો અમારા યુવાનો પણ કેસના ભોગ બન્યા. ત્યારે અમે તેમના ન્યાય માટે લડી રહ્યાં છીએ નહીં કે કોઇ રાજનીતિ કરવા માટે. આજે મહેસાણાની સમાજપ્રેમી ભૂમિ પરથી SPGની ટીમની સમક્ષ સર્વ સંમતિથી એલાન કરું છું કે જો ભાજપ સરકાર દ્વારા અમારા જે મુખ્ય મુદ્દા છે તેને જો આવનારા સમયમાં ક્લિયર કરવામાં નહીં આવે તો અમે બિનરાજકીય સંસ્થા વર્ષોથી ચલાવીએ છીએ. એ ભૂલી જઇશું અને સરકારની વિરૂદ્ધ અમે સમગ્ર ગુજરાતની અંદર ગામદીઠ, તાલુકાદીઠ, જિલ્લાદીઠ અને રાજ્યલેવલે એક હજારથી વધારે ટીમો બનાવી છે. જેના દ્વારા અમે ગામોગામ પ્રચાર કરીશું. ગામેગામ ફરીવાર 2015 જેવો માહોલ બનાવી અને ફરીથી અમારા ભાઇઓ-બહેનોને અમે જાગ્રત કરીશું.'

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ