બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / Lakshadweep will be transformed at a cost of Rs. 3600 crores, Modi government's tourist hub

મેગા પ્રોજેક્ટ / રૂ. 3600 કરોડના ખર્ચે લક્ષદ્વીપની કરાશે 'કાયાપલટ', ટૂરિસ્ટ હબ બનાવવા મોદી સરકારનો પ્રિ-પ્લાન તૈયાર

Pravin Joshi

Last Updated: 11:20 AM, 8 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કેન્દ્ર સરકાર આગામી સમયમાં લક્ષદ્વીપના વિકાસ માટે ₹3600 કરોડનો ખર્ચ કરશે. કદામત આઇલેન્ડ પર મહત્તમ ₹1034 કરોડનો ખર્ચ કરવામાં આવશે. આ ફંડનો ઉપયોગ પોર્ટ અને બીચના વિકાસમાં કરવામાં આવશે.

  • કેન્દ્ર સરકાર લક્ષદ્વીપના વિકાસ માટે ₹3600 કરોડથી વધુ ખર્ચ કરશે
  • અલગ-અલગ ટાપુઓમાં વિવિધ પ્રકારની સુવિધાઓ વિકસાવશે
  • કેન્દ્ર સરકાર લક્ષદ્વીપને ટૂરિસ્ટ હબ બનાવવાનો પ્રયાસ કરી રહી છે

કેન્દ્ર સરકાર લક્ષદ્વીપના વિકાસ માટે ₹3600 કરોડથી વધુ ખર્ચ કરશે. વાસ્તવમાં કેન્દ્ર સરકાર તેના અલગ-અલગ ટાપુઓમાં વિવિધ પ્રકારની સુવિધાઓ વિકસાવશે. આ સાથે ભારતીય પ્રવાસીઓ વિદેશમાં ગયા વિના તેમના દેશના સુંદર બીચની મજા માણી શકશે. કેન્દ્ર સરકાર લક્ષદ્વીપને ટૂરિસ્ટ હબ બનાવવાનો પ્રયાસ કરી રહી છે. એક અહેવાલ મુજબ કેન્દ્ર સરકાર લક્ષદ્વીપ સમૂહમાં સમાવિષ્ટ કવરત્તી, અગાત્તી, અન્દ્રોથ, કદામત અને કલ્પેની ટાપુઓનો વિકાસ કરશે. આ બંદરો પર રસ્તાઓ બનાવવામાં આવશે અને તમામ પ્રકારની સુવિધાઓ વિકસાવવામાં આવશે. અહીં હવાઈ સુવિધા પણ વિકસાવવામાં આવશે.

PM મોદીના લક્ષદ્વીપ પ્રવાસની તસવીરો જોઈ બૉલીવુડના અનેક સ્ટારે ગોઠવ્યો  ફરવાનો પ્લાન, સલમાન ખાને કરી ખૂબસૂરત પોસ્ટ / Salman Khan was happy to see  pictures of PM ...

સાગરમાલા પ્રોજેક્ટ હેઠળ લક્ષદ્વીપનો વિકાસ 

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે સરકાર સાગરમાલા પ્રોજેક્ટ હેઠળ લક્ષદ્વીપનો વિકાસ કરશે. આ વિકાસ માટેનું ભંડોળ સાગરમાલા પ્રોજેક્ટ ફંડમાંથી લેવામાં આવશે. લક્ષદ્વીપના વિકાસ માટે સરકાર દ્વારા કુલ 13 પ્રોજેક્ટની પસંદગી કરવામાં આવી છે. આ પ્રોજેક્ટ્સ દ્વારા લક્ષદ્વીપ સમૂહના 36 ટાપુઓનું ચિત્ર બદલાશે.

Lakshadweep News:PM મોદીની એક જાહેરાત બાદ સોશિયલ મીડિયા પર માલદીવ્સ VS  લક્ષદ્વીપ ટ્રેન્ડ થવા લાગ્યું - YouTube

કદામત ટાપુ પર મહત્તમ ₹1034 કરોડનો ખર્ચ કરશે

અહેવાલ સૂચવે છે કે સરકાર કદામત ટાપુ પર મહત્તમ ₹1034 કરોડનો ખર્ચ કરશે. આ ફંડ પોર્ટ અને બીચ ડેવલપમેન્ટમાં રોકાણ કરવામાં આવશે. વધુમાં કલ્પેની આઇલેન્ડનો ખર્ચ ₹804 કરોડ થશે. અન્દ્રોથ આઇલેન્ડ ₹762 કરોડમાં વિકસાવવામાં આવશે. મિનિકોય અને કવરત્તી ટાપુઓને પણ વિકાસ માટે જંગી ભંડોળ આપવામાં આવ્યું છે.

લક્ષદ્વીપ ખાતે PM મોદીએ લગાવી દરિયામાં ડૂબકી, સામે આવી મંત્રમુગ્ધ કરી દે  તેવી તસવીરો | PM Modi took a dip in the sea at Lakshadweep, mesmerizing  pictures appeared

વધુ વાંચો : લક્ષદ્વીપ ટ્રાવેલ ગાઈડ : ફરવા જવું હોય તો કેટલો ખર્ચ આવશે? કઈ જગ્યાઓ અને ખાસ ભોજન છે ફેમસ, જાણો વિગતવાર

લક્ષદ્વીપમાં હવાઈ સુવિધાઓને પ્રોત્સાહન આપશે

આ પહેલા પણ સરકારે કહ્યું છે કે તે લક્ષદ્વીપમાં હવાઈ સુવિધાઓને પ્રોત્સાહન આપશે, જેથી સમગ્ર ભારતમાંથી પ્રવાસીઓ અહીં આવે. તાજેતરમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ લક્ષદ્વીપની મુલાકાત લીધી હતી. આ પછી દેશના નાણામંત્રી નિર્મલા સીતારમણે પણ ભારતીય ટાપુઓના વિકાસની વાત કરી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ લક્ષદ્વીપની સુંદરતા દર્શાવતો ફોટો પોસ્ટ કર્યો હતો. આ ફોટા જોઈને માલદીવની મુઈઝુ સરકારના તત્કાલીન મંત્રીઓએ ભારત અને પીએમ મોદી પર અભદ્ર ટિપ્પણી કરી હતી. આ પછી ભારતમાં માલદીવનો બહિષ્કાર કરવાનું અભિયાન ચલાવવામાં આવ્યું હતું. ત્યારથી ભારત અને માલદીવ વચ્ચેના સંબંધોમાં ખટાશ જોવા મળી રહી છે. માલદીવ હાલમાં ચીનની કઠપૂતળી બનીને રહી ગયું છે અને તેના પ્રમુખ મોહમ્મદ મુઈઝુ સતત ભારત વિરોધી ભાવનાઓને વેગ આપી રહ્યા છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ