બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / lady died of shooting stone incident 2 jawan injures in jammu kashmir

દુઃખદ / અમરનાથ યાત્રામાં વધુ એક ગુજરાતી શ્રદ્ધાળુનું નિધન: મહિલાના માથે પથ્થર પડતાં ગુમાવ્યો જીવ, પતિ સાથે યાત્રા કરવા અમેરિકાથી આવ્યા હતા ગુજરાત

Malay

Last Updated: 10:21 AM, 16 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં ભૂસ્ખલનના કારણે માથા પર પથ્થર વાગતા એક ગુજરાતી અમરનાથ યાત્રીનું મૃત્યુ નિપજ્યું છે. હાલ મૃતકના મૃતદેહને અમરનાથથી ગુજરાત લાવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.

 

  • અમરનાથ યાત્રા દરમિયાન સર્જાઈ મોટી દુર્ઘટના
  • અનંતનાગમાં પહાડ પરથી મહિલાની ઉપર પડ્યો પથ્થર
  • સુરતની મહિલાનું મૃત્યુ, બે જવાનો ઈજાગ્રસ્ત
  • એક સપ્તાહમાં ત્રીજા ગુજરાતી અમરનાથ યાત્રીનું મૃત્યું

અમરનાથ યાત્રાના માર્ગ પર ભારે વરસાદ અને ભૂસ્ખલનની ઘટનાઓ સતત બની રહી છે. ત્યારે અમરનાથ યાત્રા દરમિયાન વધુ એક ગુજરાતીના મૃત્યુના સમાચાર સામે આવી રહ્યા છે. મૂળ સુરતના અને છેલ્લા 10 વર્ષથી પરિવાર સાથે અમેરિકા રહેતા ઊર્મિલાબેન મોદીનું જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં માથા પર પથ્થર પડતા મૃત્યુ નિપજ્યું છે. જ્યારે બે જવાનો ઈજાગ્રસ્ત થયા છે. ઊર્મિલાબેનના મૃતદેહને અમરનાથથી સુરત લાવવાની હાલ તજવીજ હાથ ધરવામાં આવી છે. મૃતક ઊર્મિલાબેનનો મૃતદેહ હવાઈ માર્ગેથી વતન કામરેજમાં લાવવામાં આવશે.

જમ્મુ-કાશ્મીર પોલીસે આપી માહિતી
આ અંગેની જાણકારી જમ્મુ-કાશ્મીર પોલીસ દ્વારા માહિતી આપવામાં આવી છે. પોલીસના જણાવ્યા અનુસાર મૃતક મહિલાની ઉંમર 53 વર્ષ છે, જ્યારે તેમનું નામ ઊર્મિલાબેન મોદી છે. ગઈકાલે અનંતનાગમાં મહિલાની ઉપર પહાડ પરથી એક મોટો પથ્થર પડ્યો હતો, જેના કારણે તેમનું મૃત્યુ નિપજ્યું છે. જ્યારે મોહમ્મદ સાલેમ અને મોહમ્મદ યાસીન નામના બે જવાનો ઈજાગ્રસ્ત થયા છે. ઈજાગ્રસ્તોને હેલિકોપ્ટર દ્વારા હોસ્પિટલમાં પહોંચાડવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે.  

10 વર્ષથી પરિવાર સાથે રહે છે અમેરિકામાં 
મૃતક ઊર્મિલાબેનના પરિવારજનોએ જણાવ્યું છે કે, ગીરીશભાઇ મોદી અને તેમના પત્ની ઊર્મિલાબેન મોદી છેલ્લા 10 વર્ષથી અમેરિકાના ટેનેસી ખાતે રહે છે. તેઓને સંતાનમાં ચાર દીકરી અને એક એક દિકરો છે. તેમના પુત્ર અને દીકરીઓ પણ અમેરિકામાં જ રહે છે. દોઢ મહિલા પહેલા જ પાંચથી છ મહિના માટે ગીરીશભાઇ મોદી અને તેમના પત્ની ઊર્મિલાબેન મોદી વતન સુરતના કામરેજ ખાતે આવ્યા હતા. 

5 જુલાઈએ અમરનાથ યાત્રા માટે થયા હતા રવાના
તેમણે જણાવ્યું કે, આ દરમિયાન તેમણે અમરનાથ યાત્રાએ જવાનું નક્કી કર્યું હતું. ઊર્મિલાબેન એક ટુર ટ્રાવેલ્સ દ્વારા પતિ સાથે ગત 5 જુલાઇના રોજ કામરેજથી અમરનાથ યાત્રા માટે રવાના થયા હતા. ગઈકાલે જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં ભૂસ્ખલન થતાં ઊર્મિલાબેનના માથામાં પથ્થર વાગ્યો હતો અને ગંભીર ઈજાઓ પહોંચતા તેઓનું મોત નિપજ્યું છે.

એક સપ્તાહમાં આ ત્રીજા ગુજરાતી અમરનાથ યાત્રીનું મૃત્યુ
1. ઊર્મિલાબેન ગિરિશભાઇ મોદી (કામરેજ, સુરત) 
2. શિલ્પાબેન નરેશભાઈ ડાંખરા (સિદસર, ભાવનગર)
3. રાજેન્દ્રભાઇ ભાટીયા (વેમાલી, વડોદરા) 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ