બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / સુરત / L P Savani group of school chairman Dharmendra Savani recieved a Phd degree from American University

સુરત / એલ.પી.સવાણી ગ્રુપ ઓફ સ્કૂલના વાઇસ ચેરમેન ધર્મેન્દ્ર સવાણીને ડોકટરેટની ડીગ્રી એનાયત

Vaidehi

Last Updated: 07:02 PM, 8 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એલ. પી.સવાણી ગ્રુપ ઓફ સ્કૂલના વાઇસ ચેરમેન ડૉ. ધર્મેન્દ્ર સવાણીએ અમેરિકન યુનિવર્સિટીમાંથી પીએચડીની ડીગ્રી મેળવી છે તો આ જ યુનિવર્સિટી દ્વારા એલ. પી.સવાણી ગ્રુપ ઓફ સ્કૂલને બેસ્ટ ઓવર ઓલ સ્કૂલ ડેવલપમેન્ટનો એવોર્ડ પણ એનાયત કરવામાં આવ્યો છે.

  • એલ.પી.સવાણી ગ્રુપ ઓફ સ્કૂલને મળી મોટી સિદ્ધિ
  • સ્કૂલના વાઇસ ચેરમેન ડૉ. ધર્મેન્દ્ર સવાણી અમેરિકન યુનિવર્સિટીમાંથી PhD થયાં
  • ગ્રુપને બેસ્ટ ઓવર ઓલ સ્કૂલ ડેવલપમેન્ટનો એવોર્ડ પણ એનાયત

સુરત: સુરત શહેર ઔધોગિક વિકાસની સાથે સાથે શિક્ષણ ક્ષેત્રે પણ હરણફાળ ભરી છે અને તેમાં મહત્વની ભૂમિકા અદા કરનારાઓમાં સુરતનું એલ.પી.સવાણી ગ્રુપ ઓફ સ્કુલનું નામ મોખરે છે. ત્યારે હવે એલ. પી.સવાણી ગ્રુપ ઓફ સ્કૂલના વાઇસ ચેરમેન ડૉ. ધર્મેન્દ્ર સવાણી અને એલ.પી. સવાણી ગ્રુપ ઓફ સ્કૂલે શિક્ષણ ક્ષેત્રે સિધ્ધિ હાંસલ કરી છે. ડો. ધર્મેન્દ્ર સવાણીએ અમેરિકન યુનિવર્સિટીમાંથી પીએચડીની ડીગ્રી મેળવી છે તો આ જ યુનિવર્સિટી દ્વારા એલ. પી.સવાણી ગ્રુપ ઓફ સ્કૂલને બેસ્ટ ઓવર ઓલ સ્કૂલ ડેવલપમેન્ટનો એવોર્ડ પણ એનાયત કરવામાં આવ્યો છે. 

શિક્ષણ તેમનો પ્રિય વિષય રહ્યો છે- ડો. ધર્મેન્દ્ર
ડો. ધર્મેન્દ્ર સવાણીએ જણાવ્યું હતું કે શિક્ષણ તેમનો પ્રિય વિષય રહ્યો છે અને શિક્ષણ પ્રત્યેના આ લગાવના કારણે જ તેમને શિક્ષણનું ક્ષેત્ર પસંદ કર્યું છે. ડૉ. ધર્મેન્દ્ર સવાણીએ પોતે વર્ષ 2008માં ઓસ્ટ્રેલિયાની યુનિવર્સિટીમાંથી માસ્ટર ઓફ ઇન્ટરનેશનલ બિઝનેસની ડિગ્રી મેળવી છે, જોકે   ત્યારબાદ તેઓ શિક્ષણ ક્ષેત્રે જોડાઈ ગયાં અને આજે એલ.પી.સવાણી ગ્રુપ ઓફ સ્કૂલનું સફળ સંચાલન કરી રહ્યા છે. તેઓ જણાવે છે કે તેમને પછી પીએચડીનો અભ્યાસ કરવાનો અવસર મળ્યો તો તે તક ઝડપી લીધી. અમેરિકાની મેરીલેન્ડ સ્ટેટ યુનિવર્સીટી ખાતે ઓનલાઇન એડમિશન સાથે જ પીએચડીના પેપર્સ તૈયાર કરીને સબમિટ કર્યા હતા. 

6000 સ્કૂલો પૈકી આ એવોર્ડ એલ.પી.સવાણી ગ્રુપને મળ્યો
ત્યારબાદ આ પેપર્સ ને યુનિવર્સિટી દ્વારા માન્યતા આપી અને હાલમાં જ મેરીલેન્ડ સ્ટેટ યુનિવર્સીટી સાથે કોલોબ્રેશન ધરાવતી મલેશિયાની યુનિવર્સિટીના કેમ્પસ ખાતે જે ડબલ્યુ મેરિયટ ખાતે પદવીદાન સમારોહ યોજાયો હતો. જેમાં ધર્મેન્દ્ર સવાણીને પીએચડીની ડીગ્રી એનાયત કરવામાં આવી હતી. સાથે યુનિવર્સિટી દ્વારા એલ.પી.સવાણી ગ્રુપ ઓફ સ્કૂલને   બેસ્ટ ઓવર ઓલ સ્કૂલ ડેવલોપમેન્ટનો એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યું હતું. આ સિદ્ધિ ખાસ એટલા માટે છે કે 6000 જેટલી સ્કૂલો પૈકી આ એવોર્ડ એલ.પી.સવાણી ગ્રુપ ઓફ સ્કૂલને મળ્યો હતો. ડૉ. ધર્મેન્દ્ર સવાણીએ જણાવ્યું હતું કે તેમને એજ્યુકેશન પર ડોક્ટરેટની ડીગ્રી મેળવી છે ત્યારે એક અલગ જ અનુભૂતિ અને ગર્વની લાગણી થઇ રહી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ