બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / Kunwarji Bawaliya clarified about joining the Congress by tweeting

ચોખવટ / ભાજપ છોડી કોંગ્રેસમાં જવાની અટકળો વચ્ચે કુંવરજી બાવળિયાએ કર્યો મોટો ખુલાસો, જુઓ શું કહ્યું

Khyati

Last Updated: 02:02 PM, 31 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોંગ્રેસમાં જોડાવાની ચર્ચાઓ અંગે કુંવરજી બાવળિયાએ કર્યુ ટ્વિટ, કહ્યું,સમાચારો પાયાવિહોણા.

  • કુંવરજી બાવળિયાએ આપ્યો ખુલાસો
  •  ભાજપના નેતાઓ સાથે સંતુષ્ટ છું- કુંવરજી બાવળિયા
  • કોંગ્રેસમાં જોડાવવાના સમાચારેને પાયાવિહોણા ગણાવ્યા

ચૂંટણી પહેલા જ ધારાસભ્યોની હેરાફેરીનો દોર શરુ થઇ ગયો છે.  કોંગ્રેસ સમાજ આધારિત રાજકીય સમીકરણો ગોઠવીને મજબૂતાઇથી ચૂંટણીમાં ઉતરવાની ફિરાકમાં છે તો બીજી તરફ નરેશ પટેલના કોંગ્રેસમાં આગમન વચ્ચે ગુજરાતની અને તેમાં પણ ખાસ કરીને સૌરાષ્ટ્રના રાજકારણમાં મોટી ઉથલપાથલ થવાના સંકેત મળી રહ્યા છે.  ત્યારે ભાજપના ધારાસભ્ય અને કોળી સમાજના આગેવાન એવા કુંવરજી બાવળિયા ભાજપનો છેડો ફાડશે તેવી ચર્ચાઓનો હવે અંત આવ્યો છે.  ખુદ કુંવરજી બાવળિયાએ આ અંગે ચોખવટ કરી છે.

કુંવરજી બાવળિયાએ કરી સ્પષ્ટતા

સૌરાષ્ટ્રમાં ભાજપને મોટો ફટકો પડે તેવી વાતો પાયાવિહોણી સાબિત થઇ છે.  કોંગ્રેસ સાથે છેડો ફાડી મંત્રીની સીટ પર બેસનાર કુંવરજી બાવળીયા ફરીથી કોંગ્રેસનો હાથ પકડી શકે છે તે વાત ખોટી સાબિત થઇ છે. કારણ કે આ મામલે મંત્રીએ ટ્વિટ કરતા જણાવ્યુ છે કે હું ભારતીય જનતા પાર્ટીના શીર્ષ નેતૃત્વથી  પ્રભાવિત થઇને ભારતીય જનતા પાર્ટીમાં જોડાયો છું અને હંમેશા રહેવાનો છું.  કોંગ્રેસમા ં જોડાવાની અફવા ફેલાવનારને ઇશ્વર સદબુદ્ધિ આપે તેવી પ્રાર્થના.

કોંગ્રેસમાં જોડાવાની ઉડી હતી વાતો 

મહત્વનું છે કે  કુંવરજી બાવળિયા કોંગ્રેસના નેતાઓના સંપર્કમાં છે તેવી વાતો સૂત્રો દ્વારા જાણવા મળી હતી. તેઓ ભાજપમાં સાઇડલાઇન કરવામાં આવતા પાર્ટીથી નારાજ ચાલી રહ્યા હોવાનું સામે આવ્યુ હતું.  વળી કોંગ્રેસ પણ જાતિગત સમીકરણોને લઇને તમામ સમાજના મતો મળી રહે તે માટે વિવિધ સમાજના આગેવાનોને કોંગ્રેસમાં લાવવા પ્રયાસો કરી રહ્યુ છે. ત્યારે વાત એમ પણ સામે આવી હતી કે કોંગ્રેસ કુંવરજી બાવળિયાને પોતાના પક્ષમાં લઇને કોળી સમાજના મતો સુરક્ષિત કરવા માગે છે. જો કે હવે આ તમામ અટકળો પર કુંવરજી બાવળિયાએ પાણી ફેરવી દીધુ છે .મહત્વનું છે કે, ગુજરાતમાં  74 લાખ કોળી મતદારો છે​.​​​​​ 

 

કોળી જ્ઞાતિનું ક્યાં કેટલું પ્રભુત્વ ?

ગુજરાતમાં પાટીદાર વોટબેન્ક સૌથી પ્રભાવશાળી મનાય છે. ગુજરાત વિધાનસભાની કુલ 182 પૈકી 35-37 બેઠક પર કોળી મતદારો નિર્ણાયક સાબિત થાય છે. જેમાં સૌરાષ્ટ્ર-કચ્છની 22થી 25 બેઠક અને દક્ષિણ ગુજરાતની 10-12 બેઠક ગણી શકાય. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના 8 જિલ્લામાં કોળી મતદારો નિર્ણાયક પરિબળ છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ