બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / રાજકોટ / Kunvarji and Boghras dispute in Jasdan BJP Taluka president resigned

રાજકોટ / વિધાનસભા ચૂંટણી પહેલા સૌરાષ્ટ્રનું રાજકારણ ગરમાયું, જાણીતા નેતાએ ભાજપમાંથી આપ્યું રાજીનામું

Kishor

Last Updated: 04:44 PM, 28 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જસદણ તાલુકા ભાજપ પ્રમુખ વલ્લભ રામાણીએ રાજીનામુ આપી દેતા વિધાનસભાની ચૂંટણી માથે હોવા છતાં રાજકોટ પંથકમાં કુંવરજી બાવળીયા અને ભરત બોઘરા વચ્ચેનો વિવાદ શમ્યો ન હોવાના પૂરાવારૂપ આ રાજીનામું લેવાયુ હોવાની ચર્ચા જાગી છે.

  • જસદણ તાલુકા ભાજપ પ્રમુખનું રાજીનામુ
  • રાજીનામાનો સ્વીકાર થયો છેઃ જિલ્લા ભાજપ પ્રમુખ
  • સંગઠનના માળખામાં વધુ રાજીનામાં પડે તેવી શક્યતા

જસદણ તાલુકા ભાજપના પ્રમુખ વલ્લભ રામાણીએ રાજીનામું ધરી દેતા ભાજપમાં આંતરિક ડખ્ખો ખુલ્લીને બહાર આવ્યો છે. બીજી તરફ ભાજપમાં ભડાકાને લઇને જિલ્લાનું સૌરાષ્ટ્રનું રાજકારણ ગરમાયું છે. આ રાજીનામાં બાદ સંગઠન માળખામાં વધુ પણ રાજીનામાં પડે તેવી શકતા સેવાઇ રહી છે. 

કુંવરજી બાવળીયા- ભરત બોઘરા લડાઈમાં રાજીનામુ આપ્યાની ચર્ચા
ગુજરાત વિધાનસભાની ચૂંટણીએ આંગણે ટકોરો માર્યો છે. જેને લઇને ભાજપ-કોંગ્રસ તથા આપ દ્વારા ચૂટંણીમાં જીત મેળવવા એડી ચોટીનું જોર લગાવી કાર્યવાહી તેજ કરવામા આવી છે. આવા ખરા ટાણે  જ રાજકોટ વિધાનસભા વિસ્તારમાં આવતા જસદણ ભાજપમાં વિખવાદ સર્જાયો છે.જેને પગલે જસદણ તાલુકા ભાજપ પ્રમુખ વલ્લભ રામાણીએ હોદા પરથી રાજીનામુ ધરી દીધું છે. મહત્વનું છે કે, કુંવરજી બાવળીયા અને ભરત બોઘરા વચ્ચેની અંદરોઅંદરની લડાઈને લઇને જસદણ હંમેશા ચર્ચામાં રહ્યું છે. તેવામાં ભાજપ પ્રમુખ વલ્લભ રામાણીનું પણ આ લડાઈના લીધે રાજીનામુ લેવાયું હોવાની ચર્ચાએ જોર પકડયું છે. 

 
કામની વ્યસ્તતાને કારણે રાજીનામું ધર્યું : ભાજપ આગેવાનો 
આ મામલે તાલુકા ભાજપ પ્રમુખ વલ્લભ રામાણીએ પોતાના કામની વ્યસ્તતાને કારણે રાજીનામું ધર્યું હોવાના જસદણ ભાજપના આગેવાનોએ જૂના જવાબોની કેસેટ વગાડી હતી. એટલુ જ નહિ ભાજપ પ્રમુખપદ માટે બીજી ટર્મમાં કાર્યરત સિનિયર અને સક્રિય આગેવાન વલ્લભ રામાણીએ પ્રમુખનાં હોદા પરથી રાજીનામું આપી દેતા તેના રાજીનામાનો સ્વીકાર થયો હોવાનું પણ જિલ્લા ભાજપ પ્રમુખ મનસુખ ખાટરીએ જણાવ્યું હતું. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ