બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / kum kum bhagya kasauti fame pooja banerjee gives birth to daughter

Good News / બોલીવૂડથી આવ્યા ગૂડન્યૂઝ: આ અભિનેત્રીના ઘરે ગુંજી ઉઠી ખુશીઓની કિલકારી, પ્રારંભિક મહિનામાં લથડી હતી તબિયત

Premal

Last Updated: 08:11 PM, 12 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અભિનેત્રી પૂજા બેનર્જી માં બની ગઇ છે. પૂજા બેનર્જીએ તેના પ્રથમ બાળક, દીકરીને જન્મ આપ્યો છે. હવે આ શુભ સમાચાર અભિનેત્રીના ભાઈ નીલ બેનર્જીએ બધાને શેર કર્યા છે.

  • અભિનેત્રી પૂજા બેનર્જી માં બની
  • શુભ સમાચાર અભિનેત્રીના ભાઈ નીલ બેનર્જીએ બધાને શેર કર્યા
  • યુઝર્સે પૂજા બેનર્જીને અઢળક શુભેચ્છાઓ મોકલી

છવાયા હતા પૂજાના બેબી બમ્પના ફોટોશૂટ્સ

નીલે એક અખબાર સાથે વાતચીત કરતા કહ્યું, અમે અત્યારે નાગપુરમાં છીએ અને પરિવારમાં આવેલા નવા સભ્યથી ખૂબ આનંદ અનુભવી રહ્યાં છીએ. અમારા પરિવારમાં દરેક વ્યક્તિ ઉજવણીના માહોલમાં ડૂબેલો છે. દીકરીના પિતા અને દાદી હોસ્પિટલમાં પૂજાની સાથે છીએ. અમે પોતે પણ બેબીને મળવા માટે આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યાં છે. આ અહેવાલ સામે આવતા પૂજા બેનર્જી માટે સોશિયલ મીડિયામાં અઢળક શુભેચ્છાઓ આવી રહી છે. પ્રેગનન્સી દરમ્યાન પૂજા બેનર્જી સોશિયલ મીડિયામાં ખૂબ સક્રિય રહેતી હતી અને તેના બેબી બમ્પના ફોટોશૂટ શેર કરતી રહેતી હતી. પૂજાની બેબી બમ્પની તસ્વીરો તેના ચાહકોને ખૂબ પસંદ આવતી હતી. પૂજાએ એકથી એક શાનદાર મેટરનિટી વીયર્સમાં ફોટોશૂટ કરાવ્યાં છે. 

છોડી દીધુ કુમકુમ ભાગ્ય

ઉલ્લેખનીય છે કે, પૂજાએ કહ્યું કે સીરિયલ કુમકુમ ભાગ્ય છોડવાનો નિર્ણય તેના માટે ખૂબ કપરો હતો. પરંતુ તેણે તેના જીવનની આ શુભ ક્ષણને એન્જોય કરવા માટે આવુ કરવુ પડ્યુ. આ એક મેટરનિટી બ્રેકની જેમ હશે. પૂજાએ આ દરમ્યાન પ્રેગનન્સીમાં થતા મૂડ સ્વિંગ્સ અંગે પણ વાતચીત કરી.  પૂજાએ કહ્યું લોકો કહે છે કે આ દરમ્યાન મૂડ સ્વિંગ્સ થાય છે. પરંતુ મારી સાથે આવુ કશુ પણ થયુ નહીં. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ