બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / ks bharat test debut bcci shares video srikar bharat on his career journey

ક્રિકેટ / ટેસ્ટની જર્સી હાથમાં આવતા જ KS ભરત ઇમોશનલ, VIDEO વાયરલ, જાણો કોને આપી સફળતાની ક્રેડિટ

Premal

Last Updated: 04:06 PM, 9 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કેએસ ભરતનુ કહેવુ છે કે તેમના અત્યાર સુધીના સફરમાં કોચ જયકૃષ્ણા રાવ અને રાહુલ દ્રવિડ પાસેથી ઘણો સપોર્ટ મળ્યો છે.

  • ભારતીય ટીમની ટેસ્ટ જરસી મળ્યાં બાદ કેએસ ભરત થયા ઈમોશનલ
  • 'કોચ જયકૃષ્ણા રાવ અને રાહુલ દ્રવિડ પાસેથી ઘણો સપોર્ટ મળ્યો'
  • 'ઘણા લાંબા સમય બાદ હવે અહીં પહોચ્યો છુ'

ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ મેચમાં કેએસ ભરત ભારતીય ટીમની પ્લેઈંગ-11નો ભાગ

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે નાગપુરમાં ટેસ્ટ મેચમાં કેએસ ભરત ભારતીય ટીમની પ્લેઈંગ-11નો ભાગ છે. આ તેમની કારકિર્દીની પહેલી ટેસ્ટ મેચ છે. આમ, છેલ્લાં એક વર્ષમાં તેઓ ભારતીય ટેસ્ટ ટીમમાં ઘણી વખત સામેલ થયા છે, પરંતુ તેમને હજી સુધી પ્લેઈંગ-11માં રમવાની તક મળી નહોતી. આજે જ્યારે તેમને ટેસ્ટ ડેબ્યુની તક મળી તો તેના એક્સપ્રેશન્સ જોવાલાયક હતા. તેમને ચેતેશ્વર પૂજારાએ ટેસ્ટ કેપ આપી. 

કેએસ ભરતે હેડ કોચ રાહુલ દ્રવિડને પણ આપ્યો શ્રેય 

BCCIએ કેએસ ભરતના ટેસ્ટ ડેબ્યુ પર એક વીડિયો પણ શેર કર્યો છે, જેમાં તેઓ પોતાના હોટલ રૂમમાં ટેસ્ટ જરસીને જોઈ રહ્યાં છે. આ વીડિયોમાં કેએસ ભરત અહીં સુધી પહોંચવાના સફરને પણ દર્શાવી રહ્યાં છે. આ દરમ્યાન તેમણે આ સ્થાન સુધી પહોંચવા માટે કોચ જયકૃષ્ણા રાવ અને ભારતીય ટીમના હેડ કોચ રાહુલ દ્રવિડને પણ શ્રેય આપ્યો છે.

ખૂબ પરિશ્રમ કરી આ સ્થાને પહોંચ્યો છુ: કેએસ ભરત 

કેએસ ભરત કહે છે, પાછળ ફરીને જોવે છે કે કયાથી આ બધી વસ્તુઓ શરૂ થઇ હતી અને આટલા લાંબા સમય બાદ હવે અહીં પહોંચ્યો છુ. તો આ બધુ યાદ કરીને ખૂબ આનંદ થાય છે. પછી પોતાની ટેસ્ટ જરસીને જોવી, ખરેખર આ એક ગૌરવવંતી પળ હતી. જ્યારે મેં ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ રમવાની શરૂ કરી તો પ્રામાણિકતાથી કહૂ તો મેં ક્યારેય વિચાર્યુ નહોતુ કે અહીં સુધી પહોંચી શકીશ. મારા કોચ જયકૃષ્ણા રાવને તેનો શ્રેય આપુ છુ. તેમને મારા પર વિશ્વાસ હતો કે હું અહીં સુધી પહોંચવાની શ્રેષ્ઠતા ધરાવુ છુ.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ