બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / Krunal Pandya brought Sunrisers Hyderabad to their knees

IPL 2023 / LSG vs SRH : કૃણાલ પંડયાએ સનરાઈઝર્સ હૈદરાબાદને ઘૂંટણિયે પાડી દીધું, લખનૌ સુપર જાયન્ટ્સની 5 વિકેટે જીત

Vishal Khamar

Last Updated: 11:21 PM, 7 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

IPL 2023ની 10મી મેચમાં સનરાઈઝર્સ હૈદરાબાદને લખનૌ સુપર જાયન્ટ્સ સામે પાંચ વિકેટથી હારનો સામનો કરવો પડ્યો હતો. સનરાઇઝર્સ હૈદરાબાદની આ સતત બીજી હાર હતી.

  • લખનૌ સુપર જાયન્ટ્સે સનરાઇઝર્સ હૈદરાબાદને 5 વિકેટે હરાવ્યું
  • પ્રથમ બેટિંગ કરતા હૈદરાબાદે 8 વિકેટે 121 રન બનાવ્યા હતા
  • કૃણાલ પંડ્યાએ લખનૌ માટે શાનદાર પ્રદર્શન કર્યું

લખનૌ સુપર જાયન્ટ્સે સનરાઇઝર્સ હૈદરાબાદને 5 વિકેટે હરાવ્યું. પ્રથમ બેટિંગ કરતા હૈદરાબાદે 8 વિકેટે 121 રન બનાવ્યા હતા. કૃણાલ પંડ્યાએ લખનૌ માટે કમાલ કરી બતાવી હતી. પહેલા તેણે 3 વિકેટ લીધી હતી. ત્યારબાદ 34 રન ફટકાર્યા હતા.પંડ્યા સિવાય કેપ્ટન કેએલ રાહુલે 35 રન ફટકાર્યા હતા.

16મી ઓવરના છેલ્લા બોલ પર નિકોલસ પૂરને ટી નટરાજનની બોલ પર સિક્સર ફટકારી અને આ સાથે લખનૌ સુપર જાયન્ટ્સ 5 વિકેટે જીતી ગયું. કેએલ રાહુલને આઉટ કર્યા પછી, આદિલ રશીદ આગલા જ બોલ પર રોમારિયો શેફર્ડને એલબીડબ્લ્યુ આઉટ થયો. આ સાથે લખનૌની 5 વિકેટ પડી ગઈ હતી.

15મી ઓવરના પહેલા બોલ પર રાશિદે કેએલ રાહુલને એલબીડબ્લ્યુ આઉટ કર્યો હતો. રાહુલ 35 રન બનાવી પેવેલિયન પરત ફર્યો હતો. લખનૌને 114 રનમાં ત્રીજો ઝટકો લાગ્યો હતો. જો કે, આ વિકેટ હોવા છતાં, લખનૌ હજુ મજબૂત પરિસ્થિતિમાં છે. લખનૌને 100 રન પર ત્રીજો ઝટકો લાગ્યો હતો. પંડ્યાએ 23 બોલમાં 34 રન ફટકાર્યા હતા.

છઠ્ઠી ઓવરના છેલ્લા બોલ પર ભુવનેશ્વર કુમારે દીપક હુડ્ડાનો શિકાર કર્યો હતો. ભુવીએ પોતાના જ બોલ પર હુડ્ડાનો શાનદાર કેચ લીધો હતો. હુડ્ડા માત્ર 7 રન બનાવી શક્યો હતો. ફારૂકીએ 5મી ઓવરના ત્રીજા બોલ પર લખનૌને પહેલો ઝટકો આપ્યો હતો. ફારૂકીએ કાયલ મેયર્સને ડીપ સ્ક્વેર લેગ પર મયંક અગ્રવાલના હાથે કેચ આઉટ કરાવ્યો હતો. મેયર્સ માત્ર 13 રન જ બનાવી શક્યો હતો.

કેએલ રાહુલે પ્રથમ ઓવરના ત્રીજા બોલ પર ચોગ્ગો ફટકારીને લખનૌ સુપર જાયન્ટ્સનું ખાતું ખોલાવ્યું હતું.  અબ્દુલ સમદે છેલ્લી ઓવરમાં 2 સિક્સ ફટકારીને હૈદરાબાદની ઇનિંગ્સને 120 રન સુધી પહોંચાડી દીધી હતી. હૈદરાબાદે 20 ઓવરમાં 8 વિકેટે 121 રન બનાવ્યા અને લખનૌને 122 રનનો ટાર્ગેટ આપ્યો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ