બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / kriti sanon sit at flor during adipurus trailer launch video viral prabhas saif ali khan om raut

મનોરંજન / આદિપુરૂષ'ની Eventમાં સીટ ન મળતા કૃતિ સેનન જમીન પર બેસી ગઇ, હાજર તમામ લોકો સ્તબ્ધ, જુઓ VIDEO

Manisha Jogi

Last Updated: 12:21 PM, 10 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ફિલ્મ આદિપુરુષની ટ્રેલર લોન્ચ ઈવેન્ટ દરમિયાન ફિલ્મની સ્ટાકાસ્ટ પૈપરાજી સાથે વાત કરી રહી હતી. આ દરમિયાન કૃતિ સેનને એવું કર્યું કે, જે જોઈને તમામ લોકો કૃતિના ફેન બની ગયા છે.

  • ફિલ્મ આદિપુરુષનું ટ્રેલર લોન્ચ 
  • કૃતિ સેનન માતા સીતાનું પાત્ર ભજવતી જોવા મળશે
  • કૃતિ સેનને એવું કર્યું કે, જે જોઈને તમામ લોકો ફેન બની ગયા 

પ્રભાસના ફેન્સ આતુરતાથી આદિપુરુષ ફિલ્મની રાહ જોઈ રહ્યા હતા. પ્રભાસ અને કૃતિ સેનનની ફિલ્મ આદિપુરુષનું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે. ફિલ્મ આદિપુરુષમાં પ્રભાસ ભગવાન રામ અવે કૃતિ સેનન માતા સીતાનું પાત્ર ભજવતી જોવા મળશે. ફિલ્મ આદિપુરુષની ટ્રેલર લોન્ચ ઈવેન્ટ દરમિયાન ફિલ્મની સ્ટાકાસ્ટ પૈપરાજી સાથે વાત કરી રહી હતી. આ દરમિયાન કૃતિ સેનને એવું કર્યું કે, જે જોઈને તમામ લોકો કૃતિના ફેન બની ગયા છે. 

આ ઈવેન્ટમાં ડાયરેક્ટર, પ્રોડ્યૂસર અને એક્ટર્સ ફ્રંટ સીટ પર બેઠા હતા. અને બીજી તરફ અભિનેત્રી કૃતિ સેનન જમીન પર બેઠેલી જોવા મળી હતી. ફિલ્મ આદિપુરુષના ટ્રેલર લોન્ચનો એક વિડીયો સામે આવ્યો છે, જેમાં કૃતિ સેનન ફ્રંટ રૉ તરફ આવતી જોવા મળી રહી છે. 

સીટ ખાલી ના દેખાતા કૃતિ સેનન ફિલ્મ ડાયરેક્ટર ઓમ રાઉતની સીટ સામે નીચે જમીન પર બેસી જાય છે. અભિનેત્રીને નીચે બેસતા જોઈને તમામ લોકો ઉભા થઈ જાય છે. વિડીયોમાં કૃતિ સેનનના ચહેરા પર ખુશી જોવા મળી છે કે, તે જમીન પર ખૂબ જ કમ્ફર્ટેબલ છે.

અનેક લોકો આ બાબતને અભિનેત્રીનો પબ્લિસિટી સ્ટંટ ગણાવી રહ્યા છે. અનેક લોકો કહી રહ્યા છે કે, સેલિબ્રિટી પણ માણસ હોય છે. નાની નાની બાબત માટે તેમને જજ શા માટે કરવામાં આવે છે. તમને જણાવી દઈએ કે, પ્રભાસ, કૃતિ સેનન અને સૈફ અલી ખાનની ફિલ્મ આદિપુરુષ 16 જૂનના રોજ બોક્સઓફિસ પર રિલીઝ થશે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ