બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / Koi Mil Gaya completes 21 years: Hrithik Roshan's superduper hit 'Koi Mil Gaya' is everyone's favourite

ઋત્વિકની ફેન્સને ગિફ્ટ / 20 વર્ષ બાદ ફરી સિનેમાઘરોમાં ધૂમ મચાવશે 'Jadoo', એકસાથે 30 શહેરોમાં આ તારીખે રિલીઝ થશે 'Koi Mil Gaya'

Pravin Joshi

Last Updated: 02:55 PM, 2 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રિતિક રોશનની સુપરડુપર હિટ ફિલ્મ 'કોઈ મિલ ગયા' દરેકની ફેવરિટ છે. આ ફિલ્મ 8 ઓગસ્ટે તેના 21 વર્ષ પૂર્ણ કરવા જઈ રહી છે. આ ખાસ અવસર પર મેકર્સે ફેન્સને એક મોટું સરપ્રાઈઝ આપ્યું છે.

  • રિતિક રોશનની સુપરડુપર હિટ ફિલ્મ 'કોઈ મિલ ગયા' દરેકની ફેવરિટ 
  • 'કોઈ મિલ ગયા' ફિલ્મ 8 ઓગસ્ટે તેના 21 વર્ષ પૂર્ણ કરવા જઈ રહી છે
  • ફિલ્મના નિર્માતાઓએ તેને થિયેટરોમાં ફરીથી રિલીઝ કરવાનો નિર્ણય લીધો 

કોઈ મિલ ગયા 21 વર્ષ પૂરા કરી રહી છે: 'કોઈ મિલ ગયા' ફિલ્મ આજે પણ લોકોના દિલ પર રાજ કરે છે. 2003માં રિલીઝ થયેલી આ ફિલ્મમાં રિતિક રોશન, પ્રીતિ ઝિંટા, રેખા, રજત બેદી સ્ટારર મોટી કાસ્ટ જોવા મળી હતી. હવે આ ફિલ્મે તેની 21 વર્ષની સફર લગભગ પૂર્ણ કરી લીધી છે. આ ખાસ પ્રસંગે ફિલ્મના નિર્માતાઓએ તેને થિયેટરોમાં ફરીથી રિલીઝ કરવાનો નિર્ણય લીધો છે.

'કોઈ મિલ ગયા' ફરીથી રિલીઝ થશે

કોઈ મિલ ગયા મૂવી થિયેટરોમાં ફરીથી રિલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મ 4 ઓગસ્ટના રોજ સિનેમાઘરોમાં ફરી રીલિઝ થશે. તેનું કારણ ફિલ્મના 21 વર્ષ પૂરા થવાનું છે. ફિલ્મ સમીક્ષક તરણ આદર્શે સોશિયલ મીડિયા પર આ માહિતી આપી છે. ફેન્સ ફરી એકવાર જાદુ સાથે મસ્તી કરતા જોવા મળશે.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Taran Adarsh (@taranadarsh)

રેખાએ હૃતિકને થપ્પડ મારી

8 ઓગસ્ટ 2003ના રોજ રિલીઝ થયેલી આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સફળ રહી હતી. આ ફિલ્મ રિતિક અને એલિયન વચ્ચેની મિત્રતા પર આધારિત હતી. આમાં રેખાએ સોનિયા મહેરાનું પાત્ર ભજવ્યું હતું, જે અભિનેતાની માતા બની હતી. તમને જાણીને નવાઈ લાગશે કે શૂટિંગ દરમિયાન રેખાએ હૃતિક રોશનને થપ્પડ મારી હતી. અભિનેત્રીએ પહેલાથી જ હૃતિકને સીનમાં વાસ્તવિકતા લાવવા માટે ચેતવણી આપી હતી, પરંતુ તેને તે રમુજી લાગ્યું. પછી જ્યારે તેને થપ્પડ મારવામાં આવી ત્યારે તે સ્તબ્ધ થઈ ગયો.

ફિલ્મની સિક્વલ ક્રિશના નામે રિલીઝ થઈ હતી

તમને જણાવી દઈએ કે કોઈ મિલ ગયા સુપરહિટ થયા બાદ ફિલ્મની સિક્વલ ક્રિશના નામે રિલીઝ થઈ હતી. આ ફિલ્મ સુપરહિટ થયા બાદ હૃતિક ક્રિશ 3માં જોવા મળ્યો હતો. આ ફિલ્મ ટિકિટ બારી પર પણ બ્લોકબસ્ટર સાબિત થઈ હતી. મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો આ સમયે ક્રિશ 4 પર કામ પણ શરૂ થઈ ગયું છે. રિતિક દેશભરના બાળકોનો ફેવરિટ સુપરહીરો છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ