બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / know what to do on chaira navratri

ચૈત્ર નવરાત્રિ / જગતજનની ઉપાસનાનું મહાપર્વ, જાણો ચૈત્રી નવરાત્રિમાં ઘટસ્થાપનાનું શુભ મુહૂર્ત

Khevna

Last Updated: 04:38 PM, 19 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જાણો ચૈત્ર નવરાત્રી ક્યારે મનાવવામાં આવે છે, તેનું મહત્વ અને ઘટસ્થાપનાનું શુભ મુહૂર્ત

  • વર્ષમાં કેટલી નવરાત્રી મનાવવામાં આવે છે?
  • માં દુર્ગા ઘોડા પર સવાર થઈને આવશે 
  • નવરાત્રી પર માનાં નવ સ્વરૂપોની કરવામાં આવે છે પૂજા 

આખા વર્ષમાં 4 વાર નવરાત્રી મનાવવામાં આવે છે. બે ગુપ્ત નવરાત્રી અને એક ચૈત્ર અને શારદીય નવરાત્રી. આ વર્ષે નવરાત્રી 2 એપ્રિલથી શરુ થશે, જે 11 એપ્રિલ, સોમવાર સુધી ચાલશે. હિંદુ ધર્મમાં નવરાત્રીનું વિશેષ મહત્વ હોય છે. 

વર્ષમાં કેટલી નવરાત્રી મનાવવામાં આવે છે?
વર્ષમાં 4 નવરાત્રી મનાવાય છે. બે ગુપ્ત નવરાત્રી અને એક ચૈત્ર અને શારદીય નવરાત્રી. ફાલ્ગુન મહિનાની પૂર્ણિમા બાદ ચૈત્ર મહિનાની શરૂઆત થશે અને ચૈત્ર મહિનાનાં શુક્લ પક્ષની પ્રતિપદા તિથિથી નવરાત્રીની શરૂઆત થાય છે. 

નવરાત્રીનાં મૂહુર્ત 
પંચાંગ અનુસાર, ચૈત્ર મહિનાની શુક્લ પક્ષની પ્રતિપદા તિથિ 1 એપ્રિલ, શુક્રવાર સવારે 11:53 મિનિટથી શરુ થાય છે અને 2 એપ્રિલ, શનિવારે 11:58 પર સમાપ્ત થશે. નવરાત્રીનાં પહેલા જ દિવસે કળશની સ્થાપના કરવામાં આવે છે અને ત્યાર બાદ 9 દિવસ કળશની પૂજા કરવામાં આવે છે. કળશ સ્થાપનાનો શુભ સમય 2 એપ્રિલ સવારે 6:10 મિનિટથી 8:29 સુધી રહેશે. 

માં દુર્ગા ઘોડા પર સવાર થઈને આવશે 
ધાર્મિક માન્યતા છે કે દર વર્ષે નવરાત્રીનાં દિવસોમાં માં કોઈને કોઈ વાહન પર સવાર થઈને ધરતી પર આવે છે અને પાછા ફરતા સમયે માંનું વાહન અલગ હોય છે. ચૈત્ર નવરાત્રીમાં માં ઘોડા પર સવાર થઈને આવે છે. તેને શુભ માનવામાં આવે છે. જ્યારે જો નવરાત્રીની શરૂઆત રવિવાર કે સોમવારથી થાય તો માં હાથી પર સવાર થઈને આવે છે. 

નવરાત્રી પર માનાં નવ સ્વરૂપોની કરવામાં આવે છે પૂજા 
નવરાત્રીનાં નવ દિવસ માંના નવ સ્વરૂપોની પૂજા  કરવામાં આવે છે. પહેલા દિવસે માતા શૈલપુત્રીની પૂજા કરવામાં આવશે. બીજા દિવસે બ્રહ્મચારિણી, ત્રીજા દિવસે ચંદ્રઘંટા, ચોથા દિવસે કૃષ્ણમાંડા, પાંચમાં દિવસે સ્કંદમાતા, છઠ્ઠા દિવસે કાત્યાયની, સાતમાં દિવસે કાલરાત્રી, આઠમા દિવસે મહાગૌરી અને નવમા દિવસે માં સિદ્ધિદાત્રીની પૂજા કરવામાં આવે છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ