બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / Know the correct direction and solution for planting a Christmas tree

Christmas Day 2023 / ઘરમાં રહેલા વાસ્તુદોષને દૂર કરવું છે? તો જાણો ક્રિસમસ ટ્રી લગાવવાની સાચી દિશા અને ઉપાય

Pooja Khunti

Last Updated: 01:07 PM, 21 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Cristmas tree direction according to vastu: ક્રિસમસ ટ્રીને વાસ્તુ શાસ્ત્ર મુજબ લગાવવાથી ઘણા ફાયદાઓ થાય છે. જેના કારણે તમારા ઘર અને કાર્યસ્થળ પર સકારાત્મક ઉર્જા આવી જાય છે. જાણો વાસ્તુ શાસ્ત્ર પ્રમાણે ક્રિસમસ ટ્રીથી લગતા વાસ્તુ ટિપ્સ.

  • નાતાલ એક આનંદ અને ખુશીનો તહેવાર છે
  • ક્રિસમસ ટ્રીને ઘરની ઉત્તર દિશામાં રાખો 
  • ક્રિસમસ ટ્રીને લાલ-પીળી લાઇટથી સજાવો

નાતાલને આનંદ અને ખુશીનો તહેવાર માનવામાં આવે છે. આ પર્વને ઇસુ ખ્રિસ્તનાં જન્મદિવસની યાદમાં ઉજવવામાં આવે છે. લોકો એક બીજાને શુભકામનાઓ આપે છે. દરેક ઘર. ઓફિસ અથવા અન્ય કોઈ કાર્યસ્થળ પર ક્રિસમસ ટ્રીનું એક વિશેષ સ્થાન હોય છે. અમુક ગ્રંથ મુજબ આ વૃક્ષને 'સ્વર્ગનું ઝાળ' કહેવામાં આવે છે. વૃક્ષ આપણાં ગ્રહનું એક જરૂરી અંગ છે. ક્રિસમસ ટ્રીને ચોકલેટ, કેન્ડી, ફૂલ, લાઇટ અને રમકડાં વડે સજાવવામાં આવે છે. વૃક્ષની ટોચ એ એન્જલ ગેબ્રિયલ અથવા બેથલહેમના સ્ટારનું સ્થાન છે - આ પ્રતીક નકારાત્મક શક્તિઓને દૂર કરવા માટે જવાબદાર છે.

ઘરની અંદર  ક્રિસમસ ટ્રી
તમારા ઘરની અંદર જો  ક્રિસમસ ટ્રી રાખેલું હશે તો તેની ઉર્જાનાં કારણે ઘરનાં લોકોનો વ્યવહાર બદલી જશે.  ક્રિસમસ ટ્રી ઘરની અંદર આવતાં જ તમારા ઘરનાં ઝગડા દૂર થઈ જશે. આ કારણે પરિવારનાં સભ્યોનો એકબીજા માટે પ્રેમ વધી શકે છે. 

ક્રિસમસ ટ્રીને ઘરની કઈ દિશામાં રાખવી જોઈએ   
ક્રિસમસ ટ્રીને ઘરની ઉત્તર દિશામાં રાખવી જોઈએ. તમારા ઘરની અંદર આ દિશામાં  ક્રિસમસ ટ્રી રાખવાની જગ્યા ન હોય ત્યારે  ક્રિસમસ ટ્રીને ઉત્તર-પૂર્વ દિશામાં રાખવી જોઈએ. બિલકુલ જગ્યા ન હોય ત્યારે  ક્રિસમસ ટ્રીને ઉત્તર પશ્ચિમ અથવા દક્ષિણ પૂર્વમાં રાખવી જોઈએ. 

લાલ-પીળી લાઇટ 
ક્રિસમસ ટ્રીને લાલ-પીળી લાઇટથી સજાવો. આ બંને રંગો પ્રેમ અને દોસ્તીનાં પ્રતિક છે. આવું કરવાથી તમારા ઘરની અંદર પ્રેમ અને દોસ્તીનો માહોલ સર્જાશે. 

ક્રિસમસ ટ્રીને મુખ્ય દરવાજા સામે ન રાખો 
ઘરનાં મુખ્ય દરવાજાની સામે ક્રિસમસ ટ્રી ન રાખવી જોઈએ. કારણકે ક્રિસમસ ટ્રી એક વૃક્ષ છે અને વાસ્તુ પ્રમાણે ઘરનાં મુખ્ય દરવાજા સામે વૃક્ષ લગાવવાથી, તે વૃક્ષ ઘરની અંદર સકારાત્મક ઉર્જાને આવતા રોકે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ