બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / know ration card rules if you are in this list Ration Card Scheme Update

તમારા કામનું / આવા લોકોએ ફટાફટ સરેન્ડર કરી દેવું જોઈએ રૅશન કાર્ડ, કાર્યવાહી થઈ તો પડશે મુશ્કેલી

Arohi

Last Updated: 03:11 PM, 3 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Ration Card Scheme Update: અપાત્ર લોકોને મફત રૅશન સેવાનો ફાયદો લેવા પર સરકારની તરફથી કાર્યવાહી કરવામાં આવી શકે છે. તેના માટે સરકારની તરફથી સમય સમય પર લોકોને અપીલ પણ કહવામાં આવે છે કે તે પોતાના રાશન કાર્ડને સરેન્ડર કરે દે અથવા તો રદ્દ કરાવી દે.

  • આવા લોકો સરેન્ડર કરી દે રૅશન કાર્ડ
  • નહીં તો થઈ શકે છે કાર્યવાહી 
  • જાણો શું છે રૅશન કાર્ડને લઈને અપડેટ 

જો તમારા પાસે પણ રૅશન કાર્ડ છે અને તમે સરકારની તરફથી મળતા મફત રાશન યોજનનો ફાયદો ઉઠાવી રહ્યા છો તો આ ખબર તમારા કામની છે. તમને રૅશન કાર્ડ સાથે જોડાયેલા નિયમો વિશે જરૂર ખબર હશે. કેન્દ્ર સરકારની તરફથી કોરોના કાળથી કરોડો રૅશન કાર્ડ ધારકોને ફ્રી રાશનની સુવિધા આપવામાં આવી રહી છે. 

થોડા દિવસો પહેલા સરકારની તરફથી ફ્રી રાશન યોજનાને ડિસેમ્બર 2023 સુધી વધારવામાં આવી હતી. સરકારની તરફથી થોડા દિવસો પહેલા કાર્ડ ધારકો માટે એડવાઈઝરી જાહેર કરવામાં આવી છે. 

સરકારની તરફથી થઈ શકે છે કાર્યવાહી 
સરકારને જાણવા મળ્યું છે કે મોટી સંખ્યામાં અપાત્ર લોકો ફ્રી મળતા ચોખા અને ઘઉંનો ફાયદો ઉઠાવી રહ્યા છે. એવામાં અપાત્ર લોકો પોતાનું રૅશન કાર્ડ સરેન્ડર કરી શકે છે. અપાત્ર લોકોને મફત રૅશનનો ફાયદો લેવા પર સરકારની તરફથી કાર્યવાહી કરવામાં આવી શકે છે. 

તેના માટે સરકારની તરફથી સમય સમય પર લોકોને અપીલ કરવામાં આવી રહી છે કે તે પોતાનું રૅશન કાર્ડ સરેન્ડર કરી દે અથવા તો રદ્દ કરાવી દે. આવો જાણીએ નિયમ અનુસાર એવા કયા લોકો છે જે યોજના હેઠળ અપાત્ર છે અને તેમને પોતાનું રૅશન કાર્ડ સરેન્ડર કરાવી દેવું જોઈએ. 

શું છે નિયમ 
જો તમે રૅશન કાર્ડ સરેન્ડર નથી કરાવ્યું તો તપાસ બાદ ખાદ્ય વિભાગની ટીમ તમારૂ રૅશન કાર્ડ રદ્દ કરી શકે છે. આટલું જ નહીં આવા લોકો સામે કાર્યવાહી પણ થઈ શકે છે. ખાદ્ય વિભાગ અનુસાર જો કોઈ કાર્ડ ધારકની પાસે પોતાની આવકથી લેવામાં આવેલા 100 વર્ગ મીટરનો પ્લોટ/ ફ્લેટ કે મકાન છે તો તે મફત રાશન યોજના માટે અપાત્ર છે. 

તેના ઉપરાંત જો કોઈની પાસે વાહન, કાર, ટ્રેક્ટર, શસ્ત્ર લાઇસન્સ, ગામમાં બે લાખ અને શહેરમાં ત્રણ લાખ વર્ષે આવક છે તો આવા લોકોએ રૅશન કાર્ડ તલાટી કે ડીએસઓ ઓફિસમાં સરેન્ડર કરવાનું રહેશે. 

જો રૅશન કાર્ડ ધારક કાર્ડ સરેન્ડર નથી કરતું તો આવા લોકોનું તપાસ બાદ કાર્ડ રદ્દ કરી દેવામાં આવશે. હકીકતે ગ્રામીણ ક્ષેત્રો ઉપરાંત શહેરી વિસ્તારમાં પણ આવા લોકોએ પણ APL અને BPL રૅશન કાર્ડ બનાવી રાખ્યા છે અને તપાસમાં એ વાત સામે આવી છે કે પાત્ર પરિવારોને હજુ સુધી રૅશન કાર્ડ નથી બન્યા. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ