બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / know how to Get refund if payment made on wrong UPI ID

તમારા કામનું / ઓનલાઈન પેમેન્ટ કરતી વખતે ભૂલથી કોઈ બીજાના UPI આઈડી પર મોકલી દીધા પૈસા? અહીં જાણો કઈ રીતે મેળવશો પરત

Arohi

Last Updated: 02:58 PM, 24 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઉતાવળમાં આપણે ભૂલથી કોઈ અન્ય આઈડીમાં પેમેન્ટ કરી દીએ છીએ. ત્યાર બાદ તે પૈસાને પરત કઈ રીતે લેવા તે પ્રશ્ન થવા લાગે છે. એવામાં આ સ્ટેપ ટૂ સ્ટેપ પ્રોસેસ તમને મદદરૂપ થઈ શકે છે.

  • ખોટા UPI ID પર થઈ ગયું છે પેમેન્ટ 
  • આ રીતે મળવી લો પરત 
  • જાણો સ્ટેપ ટૂ સ્ટેપ પ્રોસેસ 

UPIએ પેમેન્ટની રીતને સંપૂર્ણ પણે બદલી દીધી છે. લોકો હવે UPI દ્વારા સરળતાથી કોઈ પણ પેમેન્ટ કરી શકે છે અને પ્રાપ્ત પણ કરી શકે છે. પરંતુ ઉતાવળના કારણે આપણે ભૂલથી કોઈ બીજી આઈડીમાં પેમેન્ટ કરી દઈએ છીએ. ત્યાર બાદ સમજાતુ નથી કે આગળ શું કરવું જોઈએ. આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કઈ રીતે પૈસાની વાપસી કરી શકાય. 

App સપોર્ટ સાથે કરો વાત 
RBIની ગાઈડ લાઈન અનુસાર, યુઝર્સ સૌથી પહેલા પેમેન્ટ સર્વિસ પ્રોવાઈડરને આ મામલે રિપોર્ટ કરી શકે છે. યુઝરને GPay, PhonePe, PayTMના કેયર સપોર્ટમાં કોલ કરીને તમને મામલાની જાણકારી આપવાની રહેશે. તમે આ મામલે ફ્લેગ કરી શકો છો અને પૈસા પરત લેવાની રિક્વેસ્ટ કરી શકો છો. 

અહીં કરી શકો છો કમ્પ્લેન
જો યુઝરને કસ્ટમર કેરમાંથી કોઈ હેલ્પ નથી મળી રહી તો NPCI પોર્ટલ પર કમ્પ્લેન્ટ કરી શકો છો. આવો જાણીએ કઈ રીતે....

  • સૌથી પહેલા NPCIની ઓફિશ્યલ વેબસાઈટ પર જાઓ. 
  • ત્યાર બાદ What we do tab પર ટેબ કરો. 
  • પછી UPI પર ક્લિક કરો. 
  • અહીં Dispute Redressal Mechanismનો ઓપ્શન જોવા મળશે. તેના પર ક્લિક કરો. 
  • અહીં તમને ટ્રોન્ઝેક્શન ડિટેલ્સ નાખવાની રહેશે. 
  • ડિટેલ્સ નાખ્યા બાદ જ્યાં કારણ પુછવામાં આવે ત્યાં Incorrectly transferred to another accountને સિલેક્ટ કરો. 
  • ત્યાર બાદ કમ્પ્લેઈન્ટ ફાઈલ થઈ જશે. 

બેંકને કરો કોન્ટેક્ટ
ત્યાર બાદ પણ કોઈ સમાધાન ન આવે તો તમે પેમેન્ટ સર્વિસ પ્રોવાઈડર બેંક અને તેના જે એકાઉન્ટમાં પૈસા ગયા છે તે બેંકની પાસે પોતાની ફરિયાદ દાખલ કરાવી શકો છો. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ