બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / આરોગ્ય / know about psoriatic arthritis its symptoms cause and treatment

સ્વાસ્થ્ય / થાકનો અહેસાસ, અંગૂઠામાં સોજો... ભૂલથી પણ શરીરમાં જો દેખાય આ લક્ષણ, તો સાવધાન! આપે છે આ બીમારીનો સંકેત

Arohi

Last Updated: 09:53 AM, 7 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Psoriatic Arthritis: શું તમારા પગનો અંગુઠો પણ આંગળીઓ તરફ વળેલો છે તો આ સ્થિતિને નજરઅંદાજ ન કરો કારણ કે આ Psoriatic Arthritisના શરૂઆતી લક્ષણ હોઈ શકે છે.

  • શું તમને પણ થાય છે થાકનો અનુભવ? 
  • પગના અંગુઠા પર આવે છે સોજા? 
  • તો હોઈ શકે છે આ ગંભીર બીમારીના લક્ષણ 

કોઈ પણ બીમારી થાય તે પહેલા તે કંઈક સંકેત જરૂર આપે છે. જો આપણે તેના પર ધ્યાન આપીએ તો કોઈ પણ બીમારીને શરૂઆતમાં જ પકડી શકાય છે અને તેની સારવાર પણ સમય રહેતા કરી શકાય છે. તેવી જ રીતે Psoriatic Arthritis પણ એવી જ બીમારી છે જેમાં તમારા પગના અંગુઠા વળી જાય છે. જો તમે સમય રહેતા આ સંકેતને ઓળખી લો તો આ ગંભીર સમસ્યાથી છુટકારો મેળવી શકાય છે.

શું હોય છે સૉરિયાટિક સંધિવા? (Psoriatic Arthritis)
સૉરિયાટિક સંધિવા એક જુની ઓટોઈમ્યુન કે સોજો સંબંધી બીમારી છે. જેમાં શરીર પર લાલ ચકામા કે ચાંમડી ઉખડે તેવા ધબ્બા દેખાવવા લાગે છે. આ સ્થિતિમાં સાંધામાં દુખાવો, હાથ-પગ વાળવામાં સમસ્યા અને સોજા જેવી ગંભીર સ્થિતિ પણ થઈ શકે છે. 

સામાન્ય રીતે સૉરિયાટિક સંધિવામાં પગની આંગળી અને પગના અંગુઠા અજીબ રીતે વળવા લાગે છે. ખાસ કરીને આવી સ્થિતિ 30થી 50 વર્ષના વ્યક્તિઓમાં જોવા મળે છે. પરંતુ અમુક ગંભીર સ્થિતિમાં આ બાળપણમાં શરૂ થઈ શકે છે. 

સૉરિયાટિક સંધિવાના સામાન્ય લક્ષણ 

  • લાંબા સમય સુધી થાક લાગવો 
  • આંગળીયો અને પગના અંગુઠામાં સોજા 
  • એક કે વધારે સાંધામાં દુખાવો કે સોજા 
  • સવારે વધારે થાક લાગવો 
  • નખમાં લાલ ધબ્બા કે વાદળી થઈ જવા 
  • આંખ થોડી લાલ થઈ જવી 

શું હોય છે સૉરિયાટિક સંધિવા? 
એક્સપર્ટ્સ અનુસાર સૉરિયાટિક સંધિવા ફેમિલી હિસ્ટ્રી કે વાતાવરણમાં વારંવાર અસામાન્ય ફેરફારના કારણે થઈ શકે છે. તેનાથી બચવા માટે નિયમિત એક્સરસાઈઝ, હેલ્ધી વેટ મેઈન્ટેઈન કરવું, ધુમ્રપાનથી બચવું અને સપ્લીમેન્ટ્સ દવાઓનું સેવન ઓછુ કરવું જેવી વસ્તુઓને તમે પોતાની લાઈફમાં શામેલ કરી શકો છો અને કોઈ પણ લક્ષ્ણ દેખાવવા પર તરત ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ