બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / આરોગ્ય / know about gerd disease its symptoms and treatment

હેલ્થ / પેટમાં બળતરા કે અપચોને ક્યારેય હળવાશમાં ન લેતા, નહીં તો થઇ શકો છો આ ગંભીર બીમારીનો શિકાર!

Arohi

Last Updated: 10:37 AM, 6 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Gerd Disease: ગર્ડની સમસ્યા ત્યારે થાય છે જ્યારે આપણા પેટમાં રહેલું એસિડ પાછુ ઈસોફેગસ નળીમાં પહોંચી જાય છે. આ કારણે ભોજન નળીની અંદરની સપાટીમાં બળતરા થવા લાગે છે.

  • જાણો શું છે ગર્ડની સમસ્યા 
  • પેટનું એસિડ ભોજન નળીમાંથી આવે છે ઉપર 
  • પેટની સમસ્યાને ક્યારેય હળવાશમાં ન લેતા

ગેસ્ટ્રોઈસોફેગલ રિફ્લક્સ ડિઝીઝ જેને આપણે (Gerd)ના નામથી ઓળખીએ છીએ. આ એક ડાયજેસ્ટિવ ડિસઓર્ડર છે. આ સમસ્યામાં વ્યક્તિને ખૂબ જ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. છાતીમાં બળતરા, ખાટ્ટા ઓડકાર, બ્લોટિંગ, ઉલ્ટી જેવી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. આ સમસ્યાઓ ત્યારે થાય છે જ્યારે આપણા પેટમાં રહેલું એસિડ ફરી ઈસોફેગસ નળીમાં પહોંચી જાય છે. 

આ કારણે ભોજન નળીની અંદરની સપાટીમાં બળતરા થવાની સમસ્યા થાય છે. જણાવી દઈએ કે ડાયજેશનના પ્રોસેસમાં લોઅર ઈસોફેગલ સ્પિંકટર ખાવાને પેટમાં પાસ કરે છે અને ભોજન અને એસિડને ઈસોફેગસમાં પરત લાવવાથી રોકે છે. ગર્ડ મોટાભાગે ત્યારે થાય છે જ્યારે લોઅર ઈસોફેગસ સ્પિંકટર કમજોર થાય છે અને પેટની સામગ્રીને ઈસોફેસમાં જવાની પરવાનગી આપે છે. 

ગર્ડ થવાના કારણ 
અનહેલ્ધી ભોજનની આદતો અને ખરાબ લાઈફસ્ટાઈલના કારણે ગેસ્ટ્રોઈસોફેગલ રિફ્લક્સ થવાની સંભાવના થાય છે. ભોજનની અમુક વસ્તુઓ જેવી કે ચોકલેટ, તળેલી વસ્તુઓષ સ્પાઈસી ફૂડ, કોફી, ચા આલ્કોહોલથી રિફ્લેક્સ અને છાતીમાં બળતરાની ફરિયાદ રહે છે. ત્યાં જ સિગરેટ પીવાથી પણ ઈસોફેગલ સ્પિંકટર સારી રીતે કામ નથી કરતું. 

કોને થાય છે ગર્ડની સમસ્યા? 

  • મેદસ્વી લોકો 
  • ગર્ભવતી મહિલાઓ 
  • દરરોજ જે દવાઓનું સેવન કરે છે, અસ્થમાની દવાઓ 
  • ધુમ્રપાન કરતા લોકો 
  • ચા, કોફી, દારૂનું વધારે સેવન કરતા લોકો 
  • વધારે મસાલેદાર ભોજન ખાતા લોકો 
  • ભોજન ચાવીને ન ખાતા લોકો 

ગર્ડના લક્ષણ શું છે? 

  • છાતીમાં બળતરા અથવા તો હાર્ટબર્ન 
  • બેચેની 
  • ખાટ્ટા ઓડકાર આવવા 
  • બ્લોટિંગ 
  • સોજો 
  • ઉલ્ટી કે ઉપકા આવવા
  • પેટમાં દુખાવો 
  • ચક્કર આવવા 
  • શ્વાસ લેવામાં મુશ્કેલી થવી 

ગર્ડની સારવાર ન કરવા પર થઈ શકે છે આ મુશ્કેલીઓ 
એસોફેજાઈટિસ

આ કંડીશનમાં ભોજન કરવાથી નળીમાં સોજા આવી જાય છે. 

ઈસોફેગલ સ્ટ્રિક્ચર
આ કંડીશનમાં ભોજનની નળી પાતળી થઈ જાય છે જેના કારણે ભોજનને ગળવામાં મુશ્કેલી આવે છે. 

શ્વાસ લેવામાં મુશ્કેલી
ગર્ડમાં જ્યારે તમે શ્વાસ લો છો તો પેટમાં રહેલું એસિડ ફેફસા સુધી પહોંચી જાય છે. આ કંડીશનમાં છાતીમાં દુખાવો, અસ્થમા જેવી સમસ્યા થાય છે. 

ગર્ડની સારવાર શું? 
જો સમય પર તેની સારવાર કરવામાં આવે તો તેને દવાઓથી ઠીક કરી શકાય છે. પરંતુ જો દવાઓથી ગર્ડ ઠીક ન થઈ શકે તો પ્રોટોન પંપ ઈન્હીબર્સથી સારવાર માટે યોગ્ય રીત માનવામાં આવે છે. તેના દ્વારા તમારા પેટમાં રહેલા એસિડને ઓછુ કરવામાં આવી શકે છે. તેના ઉપરાંત તમે H2 બ્લોકર્સની મદદથી એસિડના પ્રોડક્શનને ઓછુ કરી શકો છો. તેના ઉપરાંત એન્ટાએસિડની મદદથી પણ તેની સારવાર કરી શકાય છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ