બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / આરોગ્ય / Knee pain relief diet, home remedies and healthy diet

હેલ્થ ટિપ્સ / ઘૂંટણમાં સહેજ પણ દુ:ખાવો થવા લાગે તો તાત્કાલિક બદલો ડાયટ

Vaidehi

Last Updated: 08:04 PM, 17 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઘૂંટણના દુઃખાવા માટે લોકો દવા અને તેલનાં ભરોસે રહેતાં હોય છે ત્યારે તમારા ડાયટમાં આ જરૂરી ફેરફારો કરશો તો તાત્કાલિક ઘૂંટણનો દુ:ખાવો ભાગી જશે.

  • ઘૂંટણનાં દુ:ખાવા માટે ચેન્જ કરો ડાયટ
  • ઓમેગા ૩ ફેટી એસિડ તમારા જમવામાં ઉમેરો
  • વધુ પડતો પાકેલો ખોરાક ન ખાવો

હેલ્ધી ડાયટમાં ખૂબ પાવર હોય છે. જ્યારે તમને કોઇ બીમારી પરેશાન કરે છે તો સૌથી પહેલા તમારા ડાયટમાં ચેન્જ કરીને જુઓ. તમારી હેલ્થમાં પણ સુધારો થવા લાગશે. ઘૂંટણના દુઃખાવા માટે લોકો ઘણી વખત દવાઓના ભરોસે રહેતા હોય છે. તો કેટલાક લોકો એક્સર્સાઇઝ પણ કરે છે. જો તમને એક્સર્સાઇઝથી પણ આરામ મળી રહ્યો નથી તો 
તમારું ડાયટ બદલો ઘૂંટણના દુઃખાવાથી રાહત મેળવવા માટે વજન કન્ટ્રોલ કરવું પણ જરૂરી છે. સાથે સાથે કાર્ટિલેજની માત્રાને વધારવી અને સોજાને ઘટાડવો જરૂરી છે. આવા સમયે ખાણી પીણી બદલતા ઘૂંટણના દુઃખાવામાં રાહત મળી શકે છે.

ઓમેગા ૩ ફેટી એસિડ
સવારે ઊઠતી વખતે ઘૂંટણ સૌથી વધુ જકડાઇ જતા હોય છે અને દુઃખાવો રહે છે. ઓમેગા ૩ ફેટી એસિડને ડાયટમાં સામેલ કરો. તે શરીરના સોજાને ઘટાડે છે. જો તમે નોનવેજિટેરિયન હો તો અઠવાડિયામાં એક વાર ફિશ ખાઇ શકો છો. વેજિટેરિયન હો તો રોજ અખરોટનું સેવન કરો. તે શરીરમાં ઓમેગા ૩ ફેટી એસિડની કમી નહીં થવા દે.

વિટામિન સી છે જરૂરી
સાંધાની સારી હેલ્થ માટે વિટામિન સી જરૂરી છે. વિટામિન સી કોલેજન બનાવે છે અને ટિશ્યૂને જોડે છે. ઘણા બધા ટેસ્ટી ફૂડમાં વિટામિન સી સારી એવી માત્રામાં હોય છે, જેને જરૂર ખાવ.

જૈતુનનું તેલ (ઓલિવ ઓઇલ) ખાવું
કોઇ પણ પ્રકારની ફેટ જેમ કે ઘી, બટર, તેલને ખાવામાં ઉપયોગમાં લેવાના બદલે જૈતુનના તેલનો ઉપયોગ કરવો જોઇએ. રિસર્ચમાં જાણવા મળ્યુ છે કે ઓલિવ ઓઇલમાં રહેલું કમ્પાઉન્ડ ઓલિયોકેંથાલ શરીરના સોજાને ઘટાડવાનું કામ કરે છે. વળી આ તેલથી કેલરી પણ વધતી નથી.

વધુ પડતો પાકેલો ખોરાક ન ખાવો
જો તમે ઘૂંટણના દુઃખાવાથી પરેશાન રહેતા હો તો વધુ હાઇટેમ્પરેચર પર પાકેલું ખાવાનું ન ખાવ. તેનાથી શરીરમાં સોજો આવે છે. ખાસ કરીને મીટને હાઇ ટેમ્પરેચર પર પકાવવામાં આવે છે, તેથી તેનાથી દૂર રહો.

ખૂબ જ શાકભાજી અને ફળ ખાવાં
ઘણાં બધાં ફળ અને શાકભાજી આરોગ્ય માટે ફાયદાકારક હોય છે, તેને તમે સરળતાથી ખાઇ શકો છો. તેમાં રહેલા એન્ટીઓક્સિડન્ટ સેલ્સને ડેમેજ થતા બચાવે છે.

કમરની સાઇઝ ધટાડો
જો ઘૂંટણનો દુખાવો નાની ઉંમરમાં પરેશાન કરી રહ્યો હોય તો સૌથી પહેલા કમરની સાઇઝ ઘટાડો. જેટલી વધુ કમરની સાઇઝ હશે તેટલો ઘૂંટણનો દુઃખાવો પણ વધુ રહેશે. આ કારણે જોઇન્ટ્સ પેઇન પણ થવા લાગશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ