બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / KL Rahul will be given the responsibility as the vice captain of Team India

ક્રિકેટ / IND vs NZ: શું ન્યૂઝીલેન્ડ વિરૂદ્ધ હાર્દિક પંડ્યા મેચ નહીં રમે? આ ખેલાડી હશે ટીમ ઇન્ડિયાનો વાઇસ કેપ્ટન!

Kishor

Last Updated: 11:16 PM, 21 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ન્યુઝીલેન્ડ સામેની મેચમાં ટીમ ઈન્ડિયાના વાઇસ કેપ્ટન તરીકેની જવાબદારી કેએલ રાહુલના શિરે સોંપવામાં આવી શકે છે.

  • ધર્મશાલાના સ્ટેડિયમમાં 22 ઓક્ટોબરે ભારત અને ન્યૂઝીલેન્ડનો મેચ
  • હવે વાઇઝ કેપ્ટન કોણ એ મુદ્દો ચર્ચાઈ રહ્યો છે
  • જવાબદારી કેએલ રાહુલના શિરે સોંપવામાં આવી શકે 

વર્લ્ડ કપને લઈને ક્રિકેટ રસીકોમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. બીજી બાજુ ક્રિકેટ રસીકો માટે આ શ્રેણી એટલે મોટા તહેવાર સમાન છે. જેનો લોકો આનંદ ઉઠાવી રહ્યા છે. તો ભારતીય ટીમની પણ વર્લ્ડ કપમાં સારી શરૂઆત ચાલી રહી છે. ત્યારે આ શ્રેણીમાં ભારતીય ટીમ વર્લ્ડ કપની તેની પાંચમી મેચ ન્યૂઝીલેન્ડ સામે ધરમશાળા સ્ટેડિયમમાં રમશે. 22 ઓક્ટોબરે ધર્મશાલાના સ્ટેડિયમમાં ભારત અને ન્યૂઝીલેન્ડ સામે જંગ ખેલાશે. મહત્વનું છે કે છેલ્લી મેચમાં હાર્દિક પંડ્યાને ઇજાને કારણે હાલ તે આરામ પર છે અને પ્લેઇંગ ઇલેવનનો હિસ્સો બની રહ્યો નથી. જેના કારણે હવે સૂર્યકુમાર યાદવને ટીમમાં થાય તેવા સંકેતો મળી રહ્યા છે. હવે વાઇઝ કેપ્ટન કોણ એ મુદ્દો ચર્ચાઈ રહ્યો છે.

રાહુલ IPL-2022નો સૌથી મોંઘો ખેલાડીઃ રોહિત-વિરાટ કરતાં પણ વધારે સેલેરી |  Rahul is the most expensive player in IPL-2022: even more salary than  Rohit-Virat

કોણ બનશે ટીમનો વાઇસ કેપ્ટન?
રવિવારે ન્યુઝીલેન્ડ સામેની મેચમાં ટીમ ઈન્ડિયાના વાઇસ કેપ્ટન તરીકેની જવાબદારી કેએલ રાહુલના શિરે સોંપવામાં આવી શકે છે. મહત્વનું છે કે રાહુલે રોહિત શર્મા અને હાર્દિકની ગેરહાજરીમાં ઓસ્ટ્રેલિયા સામે કેપ્ટનશીપ સંભાળી હોવાથી આ તેના પલ્સ પોઇન્ટ છે. 

ભારત હજુ હાર્યું નથી

આરામ અને વધુ સારવારના ભાગરૂપે BCCIની મેડિકલ ટીમ હાર્દિક પંડ્યાનીં દેખરેખ કરી રહી છે. હવે હાર્દિક ધર્મશાલા મેચમાં હિસ્સો નહીં બને જે સીધો લખનૌ જશે જ્યાં ટીમને ઈંગ્લેન્ડ સામે મેચ રમવાની છે. ભારતીય ટીમ 29 ઓક્ટોબરે લખનૌમાં ઈંગ્લેન્ડ સામે વર્લ્ડ કપ મેચ રમશે. મહત્વનું છે કે રોહિત શર્માના નેતૃત્વ હેઠળ ટીમ ઇન્ડિયાએ આ વખતે ઓસ્ટ્રેલિયા, અફઘાનિસ્તાન, પાકિસ્તાન અને બાંગ્લાદેશને ધૂળ ચટાવી છે બાકી એક પણ વખત ટીમ હારી નથી.


હાર્દિક પંડ્યાનું ટીમમા કદ મહત્વનું હોવાથી તેમની ગેરહાજરી મોટા ફટકા સમાન ગણવામાં આવી રહી છે.દ્રવિડે પણ પંડ્યાના ન રમવાને મોટો ફટકો ગણાવ્યો છે. જેથી ટીમનું બેલેન્સ જાળવવા માટે પ્લેઇંગ-11માં બે ફેરફારની નોબત આવી શકે છે. કોચ રાહુલ દ્રવિડના કહેવા પ્રમાણે સૂર્યકુમાર યાદવ સ્પિન બોલિંગ વધુ સારી રીતે રમે છે.  નીચલા ક્રમમાં ઝડપથી રન બનાવવા માટે આ સારો વિકલ્પ છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ