બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / kkr batter venkatesh iyer playing cricket kanchipuram temple

cricket / પૂજારીઓ સામે ધોતી પહેરી મંદિરમાં વેંકટેશ અય્યરે લગાવ્યા ચોગ્ગા-છગ્ગા, જુઓ VIDEO

Bijal Vyas

Last Updated: 04:01 PM, 6 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

તાજેતરમાં જ વેંકટેશ અય્યર રજાઓ માણી રહ્યો છે. તે તમિલનાડુના કાંચીપુરમના મંદિરમાં ક્રિકેટ રમતા જોવા મળ્યો છે, જુઓ વીડિયો

  • વેંકી કાંચીપુરમના મંદિરમાં ક્રિકેટ રમતા જોવા મળ્યો
  • વેંકટેશ પોતાનો આ વીડિયો ઇનસ્ટાગ્રામ પર અપલોડ કર્યો 
  • IPLની 16મી સિઝનમાં ઐયરે પોતાની બેટિંગથી એક સદી અને 2 અડધી સદી જોવા મળી હતી

Venkatesh iyer Video: ભારતીય ક્રિકેટ ટીમનું પ્રતિનિધિત્વ કરી ચુકેલા સ્ટાર ઓલરાઉન્ડર વેંકટેશ ઐયર તાજેતરમાં IPL 2023માં કોલકાતા નાઈટ રાઈડર્સ તરફથી રમતા જોવા મળ્યા હતા. જોકે, સમગ્ર સિઝનમાં KKRનું પ્રદર્શન ખૂબ જ નિરાશાજનક રહ્યું હતું જેના કારણે તેઓ પ્લેઓફ માટે ક્વોલિફાય થઈ શક્યા ન હતા. જ્યારે એક તરફ આઈપીએલ બાદ વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ પર સૌની નજર છે. જ્યારે વેંકી અય્યર રજાઓ માણી રહ્યો છે. તે તમિલનાડુના કાંચીપુરમના મંદિરમાં ક્રિકેટ રમતા જોવા મળ્યો છે.

મંદિરમાં નાના પુજારીઓની સાથે ક્રિકેટ રમતો દેખાયો
ઉલ્લેખનીય છે કે, વેંકટેશ અય્યરે સોશિયલ મીડિયાના સૌથી લોકપ્રિય પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર પોતાના ઓફિશિયલ એકાઉન્ટ પરથી એક વીડિયો શેર કર્યો છે. તે વીડિયોમાં તે તમિલનાડુના કાંચીપુરમમાં મંદિરના નાના પૂજારીઓ સાથે ક્રિકેટ રમતા જોવા મળે છે. વીડિયો શેર કરતી વખતે અય્યરે તેના કેપ્શનમાં લખ્યું કે, 'ખેલ માટેનો પ્રેમ અવિશ્વસનીય છે. કાંચીપુરમમાં વેદ પાઠશાળાના તમામ યુવા વિદ્યાર્થીઓ સાથે સારો સમય પસાર કર્યો. જણાવી દઈએ કે વીડિયોમાં અય્યર બેટિંગ કરતો જોવા મળ્યો હતો.

રૂ. ૨૦ લાખમાં ખરીદાયેલા વેંકટેશે KKRનું નસીબ પલટી નાખ્યું ને UAEમાં જીતતી  ગઈ મોર્ગનની ટીમ | Rs. Venkatesh bought KKR for Rs 50 lakh and Morgan's team  won in UAE

આવો રહ્યો વેંકટેશનો આઇપીએલ 2023માં પ્રદર્શન 
29 વર્ષીય વેંકટેશ અય્યરનું IPL 2023માં બેટિંગ સારી કરી. તેણે KKR માટે ઘણા રન બનાવ્યા. વેન્કીએ 14 મેચ રમી 28.86ની એવરેજથી 404 રન બનાવ્યા. આ સિઝનમાં તેનો સ્ટ્રાઈક રેટ 145.85 હતો. 

પ્રદર્શનની વાત કરીએ તો, IPLની 16મી સિઝનમાં ઐયરે પોતાની બેટિંગથી એક સદી અને 2 અડધી સદી જોવા મળી હતી. આ તેની પ્રથમ આઈપીએલ સદી પણ હતી. વેંકટેશ અય્યરે તેની આખી આઈપીએલ કારકિર્દીમાં અત્યાર સુધી 36 મેચોમાં 130ના સ્ટ્રાઈક રેટથી 956 રન બનાવ્યા છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ