બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Kidnapped and killed after raping, cut the body into 10 pieces and threw it in the ruins

ઘાતકી હત્યા / રાજસ્થાનમાં કંપાવનારો બનાવ, બાળકીનું અપહરણ કરીને રેપ બાદ હત્યા, લાશના 10 ટુકડા કરીને ખંડેરમાં ફેંક્યાં

Vishal Khamar

Last Updated: 11:41 PM, 2 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઉદયપુરમાં 9 વર્ષની માસુમ બાળકીની બળાત્કાર બાદ નિર્દયતાથી હત્યા કરવામાં આવી હતી. આરોપીઓએ બાળકીની લાશના દસ ટુકડા કરી નાખ્યા. બાદમાં તેના મૃતદેહના ટુકડા જૂના ખંડેરમાં ફેંકી દેવામાં આવ્યા હતા.

  • ઉદયપુરનાં માવલી પોલીસ સ્ટેશન વિસ્તારની ઘટના
  • 9 વર્ષીય યુવતિ પર બળાત્કાર કરી તેની હત્યા કરવામાં આવી
  • હત્યા બાદ બાળકીની લાશના ટુકડા કરી દેવામાં આવ્યા

 રાજસ્થાનના ઉદયપુર જિલ્લાના માવલી  પોલીસ સ્ટેશન વિસ્તારમાં નવ વર્ષની બાળકી પર બળાત્કાર કરીને તેની હત્યા કરવામાં આવી હતી. હત્યા બાદ બાળકીના શરીરના 10 ટુકડા કરી દેવામાં આવ્યા હતા. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને મૃતદેહના ટુકડા એકઠા કર્યા અને સદર હોસ્પિટલ મોકલી આપ્યા. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. પોલીસે જણાવ્યું કે 29 માર્ચે ઉદયપુર જિલ્લાના એક ગામમાં રહેતી નવ વર્ષની આદિવાસી બાળકીના સંબંધીઓએ તેના ગુમ અને અપહરણનો કેસ નોંધાવ્યો હતો. આજે બાળકીની લાશના 10 ટુકડા કરવામાં આવ્યા હતા. આ કેસમાં આરોપીની ધરપકડ કરવામાં આવી છે.

9 વર્ષની બાળકીનો મૃતદેહ ટુકડાઓમાં કપાયેલો મળી આવ્યો
ઉદયપુરના જિલ્લા પોલીસ અધિક્ષક વિકાસ શર્માએ જણાવ્યું હતું કે શનિવારે ઘરથી થોડે દૂર એક ઘરના ખંડેરમાંથી 9 વર્ષની બાળકીનો મૃતદેહ ટુકડાઓમાં કપાયેલો મળી આવ્યો હતો. તેમણે જણાવ્યું કે 29 માર્ચે પરિવારના સભ્યો તરફથી છોકરીના ગુમ અને અપહરણનો કેસ નોંધવામાં આવ્યો હતો. પોલીસ અને ગ્રામજનોના સહયોગથી તેની શોધખોળ કરવામાં આવી રહી હતી.
બાળકીનું અપહરણ કરીને કથિત રીતે તેના પર બળાત્કાર ગુજાર્યો
તપાસમાં સામે આવ્યું છે કે પાડોશમાં રહેતા આરોપી કમલેશ બાળકીનું અપહરણ કરીને કથિત રીતે તેના પર બળાત્કાર ગુજાર્યો હતો. ત્યારબાદ તેની ઘાતકી હત્યા કરી નાખી. એસપીએ જણાવ્યું કે આરોપી કમલેશને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે. તેની પૂછપરછ કરવામાં આવી રહી છે.
આરોપીની ધરપકડ કરવામાં આવીઃ એસ.પી
પોલીસ અધિક્ષક વિકાસ શર્માએ જણાવ્યું કે આરોપીએ યુવતીને લાલચ આપીને બોલાવી હતી. તેના પર બળાત્કાર કર્યો. યુવતી કોઈને આ વાત ન કહી દે તેવી દહેશતથી તેની હત્યા કરવામાં આવી હતી. હાલ આરોપીની ધરપકડ કરવામાં આવી છે.

સંકળાયેલા મુદ્દાઓ

Girl Rajasthan Police Udaipur accused arrested murder rape આરોપીની ધરપકડ ઉદેપુર બળાત્કાર બાળકી રાજસ્થાન રાજસ્થાન પોલીસ હત્યા rajasthan
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ