બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / Kiara Advani revealed the reason of her desire to get pregnant in the interview

બોલિવૂડ ગપશપ / હવે થઈ ગયો ખુલાસો! આ ઈચ્છા પુરી કરવા કિયારાને થવું છે Pregnant, જાણી સિદ્ધાર્થ પણ હક્કાબક્કા

Vaidehi

Last Updated: 06:26 PM, 31 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પ્રેગનેંસીને લઈને કિયારા અડવાણીએ કર્યો હતો આ ખુલાસો, જાણીને સિદ્ધાર્થ સહિત સૌ કોઈ ચોંકી ઊઠ્યાં હશે.

  • અફવાઓ બાદ કિયારાનું સત્ય આવ્યું સામે
  • આ કારણોસર પ્રેગનેંટ થવા ઈચ્છે છે એક્ટ્રેસ
  • જૂના ઈન્ટરવ્યૂનો વીડિયો આવ્યો સામે 

સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી બોલિવૂડનાં પ્રિય કપલમાંના એક છે. બંનેનાં લગ્ન ફેબ્રુઆરીમાં થયાં હતાં અને ત્યારથી જ કિયારાની પ્રેગનેંસીને લઈને અફવાઓ ઊડવા લાગી હતી. જો કે આજે કિયારાનાં બર્થડેનાં દિવસે એક્ટ્રેસે કેટલાક ખુલાસા કર્યાં જે જાણીને સિદ્ધાર્થ સહિત ફેંસ પણ ચોંકી ઊઠ્યાં છે.

કિયારાએ કર્યો હતો ખુલાસો
લગ્ન બાદ જ્યારે એક્ટ્રેસે પોતાની ફિલ્મ 'સત્યપ્રેમ કી કથા'નું પ્રમોશન કરી રહી હતી ત્યારે તેની પ્રેગનેંસીની અફવાઓ ઊડવા લાગી હતી. જો કે હાલમાં જ 'લસ્ટ સ્ટોરીઝ' એક્ટ્રેસનો એક જૂનો ઈન્ટરવ્યૂ વાયરલ થઈ રહ્યો છે જે કિયારાનાં લગ્ન પહેલાનો છે. તેમાં એક્ટ્રેસ પોતે શા માટે પ્રેગનેંટ થવા ઈચ્છે છે તે અંગેનો ખુલાસો કર્યો છે.

'...માત્ર એટલા માટે જ પ્રેગનેંટ થવા ઈચ્છું છું'
કિયારાએ અક્ષય કુમાર અને કરીના કપૂરની ફિલ્મ 'Good Newzz'નાં પ્રમોશન દરમિયાન પ્રેગનેંસીને લઈને ખુલીને વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે, 'હું જે પણ ઈચ્છું તે ખાઈ શકું માત્ર એટલા માટે જ પ્રેગનેંટ થવા ઈચ્છું છું.' આગળ કિયારાએ કહ્યું કે તે ઈચ્છે છે કે તને છોકરો થાય કે છોકરી, તે એકદમ સ્વસ્થ હોવા જોઈએ.

આ ડ્રેસને લઈને પ્રેગનેંસીની ઊડી હતી અફવાઓ
કિયારા અડવાણી ગત મહિને જ્યારે કાર્તિક આર્યનની ફિલ્મ 'સત્યપ્રેમ કી કથા' માટે જયપુર પહોંચી હતી ત્યારે તેણે ઈંડો-વેસ્ટર્ન ડ્રેસ પહેરી હતી જેમાં તે અત્યંત સુંદર લાગી રહી હતી. પરંતુ આ લૂકમાં તેમનાં ટમીને પોઈન્ટ કરીને સોશિયલ મીડિયામાં લોકો વિવિધ પ્રકારની અફવાઓ ઊડાવા લાગ્યાં હતાં.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ