બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / Khedut was robbed while taking money from Angadiya firm in Vijapur, bikers absconded with Rs 4.90 lakh

ક્રાઈમ / વિજાપુરમાં આંગડિયા પેઢીમાંથી રૂપિયા લઈ જતી વખતે ખેડૂત લૂંટાયો, બાઈક ચાલકો 4.90 લાખ લઈને ફરાર

Vishal Khamar

Last Updated: 11:41 PM, 4 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મહેસાણાનાં વિજાપુરમાં આંગડીયા પેઢીમાંથી રૂપિયા લઈ ખેડૂત જઈ રહ્યો હતો. તે દરમ્યાન અચાનક જ બાઈક પર આવેલા શખ્શો કારને પાછળથી ટક્કર મારી ગાડીમાં રહેલ રૂપિયાની લૂંટ કરી ફરાર થઈ ગયા હતા.

  • વિજાપુરનાં મણિપુર રોડ બર બની લૂંટની ઘટના
  • લૂંટારૂઓ રૂપિયા 4.90 લાખ લઈ ફરાર
  • ઘટનાને લઇ LCB, SOG ની ટીમ તપાસમાં જોડાઇ

વિજાપુરનાં મણિપુરા રોડ પર આવેલ આર્વી બંગ્લોઝમાં રહેતા રાહુલ જયંતીલાલ પટેલનાં મિત્રને રૂપિયાની જરૂર હોઈ રાહુલભાઈ રૂપિયા 4.90 લાખ લઈ પોતાની ગાડીમાં લઈ આંગડીયા પેઢીમાં  જમા કરાવવા જઈ  રહ્યા હતા. તે દરમ્યાન અચાનક મિત્રનો ફોન આવતા આંગડીયા પેઢીમાં રૂપિયા જમા કરાવવાની ના પાડતા રાહુલભાઈ પૈસા ગાડીમાં મુકી પરત ઘર તરફ જવા રવાનાં થયા હતા. 
બાઈક ચાલકો ગાડીને પાછળથી ટક્કર મારી માથાકૂટ કરી
રાહુલભાઈ રૂપિયા લઈ પરત જઈ રહ્યા હતા. તે દરમ્યાન પ્રગતિ સોસાયટી પાસે તેઓની ગાડીને પાછળથી  આવી રહેલ બાઈક ચાલકે ટક્કર મારી  હતી. જે બાદ બાઈક ચાલક તેમજ તેની સાથે રહેલ શખ્શો ગાડી પાસે આવી રાહુલભાઈ સાથે માથાકૂટ કરી અપશબ્દો બોલવા લાગ્યા હતા. તે દરમ્યાન બાઈક ચાલકોનો સાગરિત બુલેટ લઈ આવ્યો હતો. બાઈક પર આવેલા બે શખ્શોએ મોં પર રૂમાલ બાંધ્યો હતો. ત્યારે તેઓએ ગાડીની સાઈડનો દરવાજો ખોલી ડેકીમાં મુકેલ રૂા. 4.90 લાખની લૂંટ કરી ત્રણેય શખ્શો ફરાર થઈ ગયા હતા. 
પોલીસે ગુનો નોધી તપાસ હાથ ધરી
આ બાબતની જાણ પોલીસને કરતા એલસીબી, એસઓજી સહિતનો કાફલો ઘટનાં સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. ઘટનાં જ્યાં બની ત્યાં  એક મકાનમાં સીસીટીવી કેમેરા લાગેલ હોવાનું પોલીસનાં ધ્યાને આવતા પોલીસ દ્વારા તે સીસીટીવી ચેક કરતા સમગ્ર ઘટનાં તે સીસીટીવીમાં કેદ થવા પામી હતી.  આ બાબતે ફરિયાદી રાહુલભાઈએ વિજાપુર પોલીસ મથકે રૂ. 4.90 લાખની લૂંટની ફરિયાદ નોંધાવતા પોલીસે અલગ અલગ ટીમો બનાવી લૂંટારૂઓને ઝડપી પાડવા ચક્રોગતિમાન કર્યા છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ