બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / kgf star yash's father is a bus driver even today

ખરેખર? / હજુ પણ બસ ડ્રાઈવર છે KGF સ્ટાર યશના પિતા: રાજામૌલીએ કરેલો ખુલાસો જાણીને દંગ રહી જશો

Khevna

Last Updated: 10:39 AM, 12 May 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કેજીએફ સ્ટાર યશ વિષે ખુલાસો કરતા ડાયરેક્ટર એસએસ રજામૌલીએ જણાવ્યું કે તેમના પિતા આજે પણ એક બસ ડ્રાઈવર છે.

  • KGF 2એ બોક્સ ઓફિસ પર કરી ધમાકેદાર કમાણી 
  • KGF સ્ટાર યશનાં પિતા છે બસ ડ્રાઈવર 
  • ડાયરેક્ટર એસએસ રાજામૌલીએ કર્યો ખુલાસો 

KGF 2એ બોક્સ ઓફિસ પર કરી ધમાકેદાર કમાણી 

કન્નડ એક્ટર યશ ફિલ્મ કેજીએફ બાદથી ઈંડસ્ટ્રીમાં છવાઈ ગયા છે. તેમની બંને ફિલ્મ સુપરહીટ સાબિત થઇ છે. યશની બંને ફિલ્મોએ બોક્સ ઓફિસ પર ધમાકેદાર કમાણી કરી છે. કેજીએફ ચેપ્ટર 2એ તો ઘણા રેકોર્ડ પોતાને નામ કર્યા છે. આ ભારતીય સિનેમામાં સૌથી વધારે કમાણી કરનાર બીજી ફિલ્મ બની ચુકી છે. દુનિયાભરમાં પણ આ ફિલ્મે ઘણા રેકોર્ડ તોડ્યા છે. કેજીએફનાં નામથી ફેમસ થયેલા યશ માટે ઈંડસ્ટ્રીમાં જગ્યા બનાવવી સરળ રહી ન હતી. તેમણે આ ફેમ મેળવવા માટે ખૂબ જ સ્ટ્રગલ કર્યું છે. યશ ખૂબ જ સિમ્પલ ફેમિલીમાંથી આવે છે. યશની ફેમિલી વિષે એક વાત સામે આવી છે, જે જાણ્યા બાદ સૌ કોઈ ચોંકી ગયા છે. યશનાં પિતા વિષે ડાયરેક્ટર એસએસ રાજામૌલીએ એક ખુલાસો કર્યો છે. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Yash (@thenameisyash)

ફેમિલી વિરુદ્ધ જઈને બન્યા એક્ટર 

યશે પોતાની ફેમિલી વિરુદ્ધ જઈને ઈંડસ્ટ્રીમાં પગ મુક્યા હતા. તેઓ ન હોતા ઈચ્છતા કે યશ એક્ટિંગની દુનિયામાં જાય પણ કોણ જાણતું હતું કે કર્ણાટકનાં નાનકડા જીલ્લાથી આવનાર યશ ઈંડસ્ટ્રીમાં છવાઈ જશે. યશ કેટલો મોટો સ્ટાર કેમ ન બની જાય, પણ તેના પિતા અત્યારે પણ પોતાનું કામ જ કરે છે. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Yash (@thenameisyash)

બસ ડ્રાઈવર છે યશનાં પિતા 
એસએસ રાજામૌલીએ એક ઇન્ટરવ્યૂમાં કન્નડ સ્ટાર યશની લાઈફ વિષે વાતચીત કરી. તેમણે જણાવ્યું કે હું જાણીને ચોંકી ગયો હતો કે યશનાં પિતા એક બસ ડ્રાઈવર છે અને અત્યારે પણ તે જ કામ કરે છે. મારા માટે યશનાં પિતા અસલી સ્ટાર છે. 

જણાવી દઈએ કે યશ વર્ષ 2016માં રાધિકા પંડિત સાથે લગ્નના બંધનમાં બંધાયા હતા. તેમના બે બાળકો આયરા અને યશર્વ છે. યશ પોતાની ફેમિલી સાથેની તસવીરો  અવારનવાર શેર કરતા રહે છે જે પોયાત કરતા જ વાયરલ થઇ જાય છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ