બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

logo

રાજ્યના કેટલાક જિલ્લાઓમાં હીટવેવની આગાહી, કચ્છ,દીવ,પોરબંદર,ભાવનગર અને વલસાડમાં હીટવેવની આગાહી, 42 ડિગ્રી તાપમાન સાથે રાજકોટ રાજ્યનું સૌથી ગરમ શહેર

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / kesar mango Auction Mango Market Talala Gir gujarat 1500 rupees 10 kg price

ખુશખબર / હાશ! આવી ગઈ કેસર કેરી, તાલાલા ગીરના મેંગો માર્કેટ હરાજી શરૂ, જાણો 10 kgના એક બોક્સનો ભાવ

Hiren

Last Updated: 07:29 PM, 26 April 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કેસર કેરીનાં ગઢ ગણાતા તાલાળા ગીર ખાતે કેસર કેરીની હરાજીનો આજથી પ્રારંભ. જગ વિખ્યાત ગીરની કેસર કેરી ગત તમામ વર્ષના રેકોર્ડ તોડી સર્વોચ્ય 1500 રૂપિયે બોક્સનાં ભાવે પહોંચી.

  • તલાલા ગીરમાં કેસર કેરીની હરાજી શરૂ
  • પ્રથમ દિવસે 2600 બોક્સની આવક, કેરીનુ માત્ર 20 ટકા થયુ ઉત્પાદન 
  • 10 kgના એક બોક્સની કિંમત 800થી 1600 રૂપિયા

ફળોનાં રાજા તરીકે ઓળખાતી કેસર કેરીની આજે તાલાળા APMC ખાતે વિધિવત્ હરાજીની શરૂઆત થઈ છે. ગત વર્ષની તુલના એ ખૂબ ઓછા એટલે કે માત્ર 2600 બોક્સ જ કેસરના મેંગો માર્કેટમાં આવ્યા હતા. હરાજીનું પ્રથમ બોક્સ 16 હજાર રૂપિયામાં ગયું હતું. આ રકમ પરંપરાગત રીતે ગૌશાળામાં આપવામાં આવી હતી. ત્યારબાદ ન્યૂનતમ 500 રૂપિયા અને મહત્તમ 1500 રૂપિયામાં સારી કેરીના 10 kgના એક બોક્સની બોલી લાગી હતી. નાના અને મધ્યમ ફળના 700થી 800 રૂપિયા બોક્સનો ભાવ રહેશે. 

આ વર્ષની સિઝન લાંબી ચાલે તેવી સંભાવના

પ્રતિકૂળ હવામાન અને ગત વર્ષનાં વાવાઝોડાને કારણે કેરીને ગ્રહણ લાગી ગયું છે. જેને લઈ ઉત્પાદન ઘણું જ ઘટ્યું છે. આ વખતે એક્સપોર્ટની સંભાવના પણ નહિવત છે. એક એક બગીચામાંથી દર વખતે 300થી 400 બોક્સ કેસર હરાજીમાં આવતી જેને બદલે આ વર્ષ 15થી 60 બોક્સ જ આવ્યા છે. આ વર્ષની સિઝન લાંબી ચાલે તેવી સંભાવના છે. અંદાજે 15 જૂન સુધી સિઝન ચાલશે. પરંતુ પ્રમાણમાં કેસરની આવક ઓછી થશે.

માંડ 5 લાખ રૂપિયાની કેરી થાય તેમ છેઃ ઇજારદાર

સમગ્ર ગીર વિસ્તારમાં આ વખતે વાતાવરણની વિષમતાને કારણે કેસરનું ઉત્પાદન ઘટ્યું છે. ત્યારે કેસર પકવતા ખેડૂતો ખૂબ મોટી નુકશાની ભોગવી રહ્યા છે. સરેરાશ જો ભાવ ઊંચા રહે તો ખેડૂતોના ભાગે ઓછી નુકશાની આવે. સામે ઈજારદાર અને વેપારીને પણ મોટું નુકસાન ન જાય. ઘણા ઇજારદારોએ ઝાડ અને પાન જોઈ 15 લાખ જેવી રકમમાં કેસરનો ઇજારો રાખ્યો છે. તેઓને માંડ 5 લાખ રૂપિયાની કેરી થાય તેમ છે તેવું ઈજારદાર જણાવી રહ્યા છે. હાલમાં કેસરના એક બોક્સનો ભાવ 800, 1200 અને મહત્તમ 1500 રૂપિયા આવી રહ્યો છે. 

એક બોક્સનો ભાવ 2000 મળે તો પણ માત્ર મૂડી જ ઉભી થાયઃ ઇજારદાર

ઇજારદારનું કહેવું છે કે કેસરના એક બોક્સનો ન્યૂનતમ ભાવ 1500થી લઈને 2 હજાર રૂપિયા જેવો મળે તો પણ માત્ર મૂડી ઉભી થાય તેવું છે. સામે વેપારીઓ પણ જણાવી રહ્યા છે કે વર્તમાન સમય માં કેસરનું ઉત્પાદન ઘટતા સિઝન આગળ પાછળ હોવા છતાં માલની અછત રહેશે. સરેરાશ ભાવ 800 થી 1500 રહેશે. સિઝન લાંબી ચાલવા છતાં ઓછા માલની આવકને કારણે ભાવો જળવાઈ રહેશે.આખી સિઝન દરમ્યાન માંડ 5 લાખ બોક્સ તાલાળા મેંગો માર્કેટમાં આવે તેવી સંભાવના છે.આ વર્ષ ગરીબ લોકો માટે તો કેસર કડવી બનશે તે નક્કી છે.

MLA વિમલ ચુડાસમાએ ગૌશાળાના લાભાર્થે 16 હજાર રૂપિયાનું એક બોક્સ ખરીદ્યું

આજે તાલાળા મેંગો માર્કેટમાં કેસરની હરરાજી શરૂ થઈ છે.નીચામાં 500 થી 800 અને ઊંચામાં 1500 રૂપિયા ભાવે એક બોક્સ કેસર કેરીનું વેચાયું છે. ત્યારે સોમનાથ વિસ્તારનાં ધારાસભ્ય વિમલ ચુડાસમાએ ગૌશાળાના લાભાર્થે 16 હજાર રૂપિયાનું એક બોક્સ ખરીદી હરાજીની શરૂઆત કરાવી હતી. ત્યારબાદ તેઓએ જણાવ્યું હતું કે યેનકેન પ્રકારે કેસર પકવતા ખેડૂતો છેલ્લા પાંચ વર્ષથી નુકશાન ભોગવતા આવ્યા છે. ત્યારે સરકાર આવા બાગાયતી પાકો જેમકે નાળિયેરી, ચિકું અને ખાસ કરીને આંબાનાં પાકને પાક વીમામાં આવરી લે તો આવા બાગાયતી પાક લેતા ખેડૂતોને નુકશાની ન જાય. આ બાબતે તેઓએ વિધાનસભામાં પણ રજુઆત કરી હતી.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ