બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર

logo

મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો

logo

હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે

logo

તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ

logo

દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે

logo

ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી

logo

ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ

logo

સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન

logo

સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'

logo

લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું

VTV / Politics / Kejriwal promises Rs 1000 per month for every woman above 18 if AAP wins Punjab

ચૂંટણી વાયદો / પંજાબ જીતવા કેજરીવાલે 'એક્કો ઉતાર્યો', 18 વર્ષથી ઉપરની સ્ત્રીઓને દર મહિને આપશે 1000 રુપિયા

Hiralal

Last Updated: 04:17 PM, 22 November 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પંજાબના મોગામાં મહિલાઓ માટે મોટી જાહેરાત કરી છે.

  • પંજાબના મોગામાં કેજરીવાલની મોટી જાહેરાત
  • આમ આદમી પાર્ટીની સરકાર રચાશે તો 
  • 18 વર્ષથી વધુ વયની સ્ત્રીઓને દર મહિને આપશે 1 હજાર રુપિયા

પંજાબ વિધાનસભાની ચૂંટણી લડી રહેલી આમ આદમી પાર્ટીએ પંજાબની મહિલાઓ માટે એક મોટો વાયદો કર્યો છે. મોગામાં જનસભાને સંબોધિત કરતા દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે મહિલાઓને એક મોટો વાયદો કર્યો છે. મોગામાં એક જનસભાને સંબોધિત કરતા કેજરીવાલે જણાવ્યું કે જો પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકાર રચાશે તો 18 વર્ષથી વધુ વયની દરેક મહિલાને દર મહિને 1000 રુપિયા આપવામાં આવશે. કેજરીવાલે કહ્યું કે આ દુનિયાનો સૌથી મોટો મહિલા શસક્તિકરણનો કાર્યક્રમ હશે.

દીકરી, વહુ, સાસુ હશે તો દરેકના ખાતામાં 1,000 રૂપિયા મોકલવામાં આવશે

જો પરિવારમાં દીકરી, વહુ, સાસુ હશે તો દરેકના ખાતામાં 1,000 રૂપિયા મોકલવામાં આવશે, એમ કેજરીવાલે રેલીમાં જણાવ્યું હતું. સાથે જ કેજિરીવાલે કોંગ્રેસના મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચાન્નીનું નામ લીધા વિના તેમના પર પણ હુમલો કર્યો હતો.

પંજાબમાં નકલી કેજરીવાલ ઘુમી રહ્યાં છે
કેજરીવાલે જણાવ્યું કે પંજાબમાં નકલી કેજરીવાલ ઘુમી રહ્યાં છે. હું અહીં જે પણ વાયદા કરુ છું તે પુરા કરી દેખાડું છું. આખા દેશમાં ફક્ત એક આદમી, તમારા વીજ બીલને શુન્ય પર લાવી શકે છે, તેથી એ નકલી કેજરીવાલથી સાવધ રહેજો. 

અસલી કેજરીવાલ જ મોહલ્લા ક્લિનિક બનાવી શકે છે નકલી નહીં

કેજરીવાલે આરોગ્ય સેવા પર હુમલો કરતાં કહ્યું હતું કે મહોલ્લા ક્લિનિક બનાવવામાં 20 લાખ રૂપિયા લાગે છે અને તેને કરવામાં માત્ર 10 દિવસ નો સમય લાગે છે તેથી નકલી કેજરીવાલ કેમ ન બનાવે, જે ફક્ત અસલી કેજરીવાલ જ કરી શકે છે. અરવિંદ કેજરીવાલે દીકરીઓના શિક્ષણ અંગે પણ મોટું નિવેદન આપ્યું હતું. ઘણી દીકરીઓ કૉલેજમાં જઈ શકતી નથી, પણ હવે જઈ શકે છે, દીકરીઓ હવે નવા સૂટ ખરીદી શકશે, એમ તેમણે કહ્યું હતું.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ