ઉત્તરાખંડમાં આવેલ કેદારનાથ ધામના દરવાજા આ તારીખથી શ્રદ્ધાળુઓ માટે ખુલશે, કેદારનાથ મંદિર બરફથી ઢંકાયેલું જોવા મળ્યું
ભારતનું સ્વર્ગ સમાન કેદારનાથ મંદિરનો વિડીયો વાયરલ
કેદારનાથ મંદિર બરફથી ઢંકાયેલું જોવા મળ્યું
કેદારનાથના દરવાજા 25 એપ્રિલથી શ્રદ્ધાળુઓ માટે ખુલશે
ભારતનું સ્વર્ગ સમાન કેદારનાથ મંદિરનો એક વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ વિડીયોમાં કેદારનાથ મંદિર બરફથી ઢંકાયેલું જોવા મળે છે. નોંધનીય છે કે, કેદારનાથ ધામના દરવાજા 25 એપ્રિલથી શ્રદ્ધાળુઓ માટે ખુલશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યમાં માર્ચ મહિનામાં વધારાનો વરસાદ નોંધાયો છે. રાજ્યમાં 1 થી 30 માર્ચની વચ્ચે 59.6 મીમી વરસાદ નોંધાયો હતો.