બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / Kartik Aryan bought a luxury apartment in Juhu, know how much the actor's new house costs

ગપશપ / કાર્તિક આર્યને જુહુમાં ખરીદ્યો લક્ઝરી એપાર્ટમેન્ટ, જાણો અભિનેતાના નવા ઘરની કિંમત કેટલી છે?

Megha

Last Updated: 02:37 PM, 8 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

લેમ્બોર્ગિની જેવી લક્ઝરી ગાડી ખરદીવાને કારણે ચર્ચામાં રહેલા કાર્તિક આર્યને જુહુ વિસ્તારમાં એક લક્ઝુરિયસ એપાર્ટમેન્ટ ખરીદ્યો છે. 2011માં 'પ્યાર કા પંચનામા'થી બૉલીવુડમાં ડેબ્યૂ કર્યું હતું.

  • કાર્તિક આર્યન જુહુ વિસ્તારમાં એક લક્ઝુરિયસ એપાર્ટમેન્ટ ખરીદ્યો 
  • આ એપાર્ટમેન્ટ 17.50 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે
  • કાર્તિકે આ ઘર 1.10 લાખ રૂપિયા પ્રતિ સ્ક્વેર ફૂટના ભાવે ખરીદ્યું છે

કાર્તિક આર્યનની ફિલ્મ 'સત્યપ્રેમ કી કથા' ભલે બોક્સ ઓફિસ પર ખાસ કમાલ ન કરી રહી હોય પણ અભિનેતાના ચાહકો માટે સારા સમાચાર છે. બોલિવૂડના આ ઉભરતા સ્ટારે મુંબઈમાં પોતાનું ઘર ખરીદ્યું છે.લેમ્બોર્ગિની જેવી લક્ઝરી ગાડી ખરદીવાને કારણે ચર્ચામાં રહેલા કાર્તિક આર્યને જુહુ વિસ્તારમાં એક લક્ઝુરિયસ એપાર્ટમેન્ટ ખરીદ્યું છે. ગ્વાલિયરના રહેવાસી કાર્તિક આર્યન તિવારીએ 2011માં 'પ્યાર કા પંચનામા'થી ડેબ્યૂ કર્યું હતું.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર કાર્તિક આર્યને પોશ વિસ્તાર જુહુમાં 1,594 ચોરસ ફૂટનો આ એપાર્ટમેન્ટ 17.50 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે. તેમનું ઘર સિદ્ધિ વિનાયક બિલ્ડીંગમાં છે. આ કેમ્પસમાં 'પ્રેસિડેન્સી સોસાયટી' પણ છે, જ્યાં કાર્તિક આર્યનનું બીજું ઘર છે. આ ઘરમાં કાર્તિકનો પરિવાર રહે છે.

ઘરની સાથે કાર્તિક આર્યને લીધા બે કાર પાર્કિંગ
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે કાર્તિકે આ ઘર 1.10 લાખ રૂપિયા પ્રતિ સ્ક્વેર ફૂટના ભાવે ખરીદ્યું છે. આ એપાર્ટમેન્ટની સાથે તેણે કાર પાર્કિંગ પણ ખરીદ્યું છે. ગયા વર્ષે ડિસેમ્બર મહિનામાં જ કાર્તિક આર્યન વિશે સમાચાર આવ્યા હતા કે તે નવું ઘર શોધી રહ્યો છે.  એમને જુહુ તારા રોડ સ્થિત પ્રણેતા એપાર્ટમેન્ટમાં અભિનેતા શાહિદ કપૂર પાસેથી એક ઘર ભાડે લીધું હતું. આ ઘર એમને 36 મહિનાની લીઝ પર લીધું હતું. 

'સત્યપ્રેમ કી કથા'એ 9 દિવસમાં 55.91 કરોડ રૂપિયાની કમાણી કરી છે
વર્ક ફ્રન્ટ વિશે વાત કરીએ તો, કાર્તિક આર્યન અને કિયારા અડવાણીની રોમેન્ટિક ડ્રામા ફિલ્મ 'સત્યપ્રેમ કી કથા' હાલમાં સિનેમાઘરોમાં છે. બકરીદના અવસર પર 29 જૂને રિલીઝ થયેલી આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સારો બિઝનેસ કરી રહી છે. આ ફિલ્મે 9 દિવસમાં 56 કરોડની કમાણી કરી લીધી છે. 

કાર્તિક આર્યન આગામી આ ફિલ્મોમાં જોવા મળશે
કાર્તિક આર્યન પાસે હંસલ મહેતાની 'કેપ્ટન ઈન્ડિયા', કબીર ખાનની આગામી ફિલ્મ સહિત અન્ય ઘણા પ્રોજેક્ટ્સ પણ છે. અભિનેતાની અગાઉની સુપરહિટ ફિલ્મ 'ભૂલ ભુલૈયા 2' હતી. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ