બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / karnataka bengaluru tomato prices plunge to 14 rupees per kg at market articleshow

મોંઘવારીમાં રાહત / 200 રૂપિયાથી સીધું 14 રૂપિયા આવ્યું ટામેટાંનું બજાર, મોદી સરકારના એક નિર્ણયે ભાવ કાબૂમાં, ખૂબની આવક

Kishor

Last Updated: 04:59 PM, 28 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

તાજેતરમાં ટામેટાના ભાવ ખૂબ જ ચર્ચામાં રહ્યા હતા અને ટામેટામાં વધુ ભાવને પગલે ખેડૂતો ટમેટા ઉગાડવા તરફ પણ આકર્ષાયા હતા. પરંતુ હવે ટામેટાના ભાવ ધડામ દઈ અને નીચે સરકી ગયા છે.

  • 200 રૂપિયાથી સીધા 14 રૂપિયા થયા ટામેટાના ભાવ
  • ગ્રાહકોને રાહત જ્યારે ખેડૂતોમાં નિરાશા
  • ઉત્તરના રાજ્યમાં માંગમાં ઘટાડો

એક સમયે એક કિલોના 200 રૂપિયાએ પહોંચી ગયેલા ટામેટાની કિંમતોમાં ઘટાડો શરૂ થઇ ગયો છે. ભાવ ઘટતા જ ગ્રાહકોમાં ખુશી જોવા મળી રહી છે તો બીજી બાજુ ખેડૂતોમાં નિરાશા છવાઇ છે. થોડા સપ્તાહ પહેલા જ 180થી 200 રૂપિયા પ્રતિ કિલોગ્રામ સુધી વેંચાતા ટામેટાની કિંમત શેરમાર્કેટની જેમ ઓછી થઇ ગઇ છે. મેસુર એપીએમસીમાં ટામેટા હવે 14 રૂપિયા પ્રતિ કિલોએ વેંચાઇ રહ્યાં છે. બેંગલુરુમાં ટામેટા 35 રૂપિયા કિલોએ વેંચાઇ રહ્યાં છે. 

ટામેટાંએ કર્યા 'લાલ'ચોળ: આટલા ટકા લોકોએ તો ખરીદવાનું જ બંધ કરી દીધું, 46  ટકા લોકોએ 150 રૂપિયા આપીને ખરીદ્યા I <a class='blogTagLink' href='https://www.vtvgujarati.com/topic/tomato' title='Tomato'>Tomato</a> consumption survey: 14 percent  families stopped ...

ભાવમાં ઘટાડા પાછળના મહત્વના કારણ પાછળ નેપાળમાંથી ટામેટા મંગાવવાથી લઇને ઉત્તરના રાજ્યમાં માંગમાં ઘટાડો પણ જવાબદાર હોવાનું સામે આવ્યું છે. અધિકારીઓનું અનુમાન છે કે આવનારા દિવસોમાં બજારમાં ટામેટાના ભાવ 10 રૂપિયાથી 5 રૂપિયા પ્રતિકિલોએ પહોંચી જશે. ટામેટામાં નફાને દયાને લઈને ખેડૂતોએ ટામેટા વાવ્યા હતા જોકે હવે ભાવ ઘટ્યા છે.મોદી સરકાર દ્વારા ટામેટાનાં ભાવને કાબુમાં કરવા નિર્ણય લેવાયો હતો જે રંગ લાવ્યો છે. 

ટામેટાથી બજાર છલકાઇ

મેસુર એપીએમસીના સચિવ એમ.આર. કુમારસ્વામીએ જણાવ્યું કે ખોરાકમાં અત્યધિક આપૂર્તિ કિંમતોમાં ઘટાડાનું કારણ છે. એપીએમસીમાં નિયમિતરૂપથી અંદાજે 40 ક્વિન્ટલ ટામેટા આવે છે. કર્ણાટક રાજ્ય રાયથા સંઘના મહાસચિવ ઇમ્માવુ રઘુએ સરકારને ટામેટા અને અન્ય શાકભાજીની કિંમતને સ્થિર કરવા માટે હસ્તક્ષેપ કરવા અનુરોધ કર્યો હતો. 

ટામેટાંએ કર્યા 'લાલ'ચોળ: આટલા ટકા લોકોએ તો ખરીદવાનું જ બંધ કરી દીધું, 46  ટકા લોકોએ 150 રૂપિયા આપીને ખરીદ્યા I <a class='blogTagLink' href='https://www.vtvgujarati.com/topic/tomato' title='Tomato'>Tomato</a> consumption survey: 14 percent  families stopped ...
ખેડૂતોને મોટું નુકશાન

ઇમ્માવુ રઘુએ જણાવ્યું કે ટામેટાના ઉત્પાદનનો ખર્ચ 10થી 12 રૂપિયા પ્રતિકિલોગ્રામ છે. પેકેજિંગ અને ટ્રાન્સપોર્ટ માટે વધુ 3 રૂપિયાનો ખર્ચ થાય છે. જો ખેડૂતોને માત્ર 14 રૂપિયા પ્રતિકિલોગ્રામ મળે છે તો તેનાથી ખુબ જ નુકશાન થશે. શાકભાજીની ખરીદી, પેકિંગ, સ્ટોર અને વેચાણ માટે એક નવા તંત્રની તાત્કાલિક જરૂર છે. હાલના સંકટ માટે ખેડૂતો દ્વારા કરવામાં આવતી ખેતી પર પણ સવાલ ઉઠાવ્યા હતા. જ્યારે કિંમત વધવા લાગે છે ત્યારે તમામ ખેડૂતો એક જ પ્રકારના પાકની ખેતી શરૂ કરે છે. જેનાથી આવક વધી જાય છે અને કિંમત ઘટી જાય છે. તો નેપાળમાંથી સતત ટામેટાની આવક શરૂ થઇ છે તેના કારણે ભારતમાં ખેડૂતોને ટામેટા ઓછા ભાવે વેંચવા પડી રહ્યાં છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ