બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Kapil Sibal gets emotional in court discussing Gujarat riots

દિલ્હી / ગુજરાત રમખાણો પર ચર્ચા કરતા કોર્ટમાં ભાવુક થયા આ દિગ્ગજ નેતા, કહ્યું- હું પણ...

Ronak

Last Updated: 08:26 PM, 10 November 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતના રમખાણોને યાદ કરતા આજે કપિલ સિબ્બલ કોર્ટમાં ભાવુક થયા હતા. જેમા તેમની આંખમાં પાણી આવી ગયું અને તેમણે 1947માં દેશના જે ભાગલા થયા હતા તે સમય પણ યાદ કર્યો હતો.

  • કપિલ સિબ્બલ કોર્ટમાં થયા ભાવુક 
  • ગુજરાતના રમાખાણોને યાદ કરીને થયા ભાવુક 
  • કોર્ટમાં કપિલ સિબ્બલની આખમાં આવ્યા પાણી 

ગુજરાતમાં 2002માં જે કોમી રમખાણો ફાટ્યા હતા તેને લઈને જાકિયા જાફરીએ અરજી કરી હતી. જેની ચર્ચા કરતા સમયે વરિષ્ઠ વકિલ કપિલ સિબ્બલ ભાવુક થયા હતા. જેમા તેમનું ગળું રૂંધાઈ ગયું હતું અને આખો ઉભરાઈ ગઈ હતી. સાથે જ તેમણે 1947ના ભાગલા થયા તે કિસ્સાને યાદ કર્યો અને કહ્યું કે મે પાકિસ્તાનમાં મારી નાની ગુમાવી હતી. જેથી હુ પણ એજ નફરતનો શિકાર છું. 

ધાર્મિક ભાવનાઓ પર મોટુ નિવેદન 

સિબ્બલે આગળ કહ્યું કે NHRC તરફથી જે અરજી દાખલ કરવામાં આવી છે. તેને જોઈને એવું સ્પષ્ટ કહી શકાય કે SITનો ઉદ્દેશ માત્ર ગુલબર્ગા ન હતો. વધુમાં તેમણે કહ્યું કે ઘાર્મિક ભાવનાઓ ભડકાવીને લોકો સત્તા સ્થાપી રહ્યા છે. ઉપરાંત તેમણે કહ્યું કે ધાર્મિક ભાવનાઓ ભડકાવવાની ઘટના જ્વાલામુખીના લાવા જેવી છે. જેમા બધુંજ બળી જાય છે. 

55 હજાર પાના કોર્ટમાં રજૂ ન થયા: સિબ્બલ 

સમગ્ર મામલે સિબ્બલે કહ્યું કે ફરિયાદ કોર્ટમાં દાખલ થયા પછી કોર્ટે કહ્યું હતું કે આ મામલે તપાસ કરવામાં આવે. સાથેજ કોર્ટે કહ્યું આરોપી સામે કાર્યવાહી કરો તો ક્લોઝર રિપોર્ટ પણ દાખલ કરજો. બાદમાં તપાસ સિલબંધ રિપોર્ટ સાથે રજૂ કરવામાં આવી. 

અમદાવાદમાં જલ્દી કર્ફ્યું જાહેર કરવામાં ન આવ્યો: સિબ્બલ 

ઉલ્લેખનીય છે કે સમગ્ર મામલે કપિલ સિબ્બલે કહ્યું કે રમખાણોમાં જ્યારે તોફાન થયા ત્યારે કર્ફ્યુ જાહેર કરી દેવામાં આવ્યો પરંતુ અમદાવાદમાં રાતે 12 વાગ્યા સુધી કર્ફ્યું જાહેર કરવનામાં ન આવ્યો. હજારો લોકો સવારે ભેગા થઈ ગયા પોલીસ ઈચ્છતી તો કર્ફ્યું જાહેર કરી શકતી જેથી હિંસા રોકાઈ જતી. પરંતુ દરેક પરિસ્થિતીને નજર અંદાજ કરવામાં આવી હતી. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ