બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદ / Kankaria carnival will be held in different colors amid the Corona outbreak, these artists will deploy, compliance with Kovid protocol is mandatory

ભવ્ય આયોજન / કોરોનાના ફફડાટ વચ્ચે રંગેચંગે યોજાશે કાંકરિયા કાર્નિવલ, આ કલાકારો પાડશે જમાવટ, કોવિડ પ્રોટોકોલનું પાલન ફરજિયાત

Vishal Khamar

Last Updated: 07:31 PM, 25 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદમાં છેલ્લા બે વર્ષ બાદ આ વર્ષે કાંકરિયા કાર્નિવલનું ભવ્ય આયોજન કરવામાં આવી રહ્યું છે. ત્યારે આ વર્ષો તા. 25 થી 32 ડિસેમ્બરના રોજ કાર્નિવલનું આયોજન કરવામાં આવ્યું છે.

  • અમદાવાદ માં  બે વર્ષ બાદ કાંકરિયા કાર્નિવલ યોજાશે
  • AMC દ્વારા 25 થી 31 ડિસેમ્બર ના રોજ કાર્નિવલ નું આયોજન કરવામાં આવ્યું
  • કોરોના મામલે રાજ્ય સરકાર ની ગાઈડ લાઇન મુજબ કામગીરી કરવામાં આવશે

 અમદાવાદમાં છેલ્લા બે વર્ષ બાદ આ વર્ષે કાંકરિયા કાર્નિવલનું ભવ્ય આયોજન કરવામાં આવી રહ્યું છે. ત્યારે આ વર્ષો તા. 25 થી 31 ડિસેમ્બરના રોજ કાર્નિવલનું આયોજન કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રીના હસ્તે કાંકરિયા કાર્નિવલનું ઉદ્ધાટન કરવામાં આવશે. જેમાં મુખ્ય વિશેષતાઓની વાત કરીએ તો 3 મુખ્ય સ્ટેજ હશે. તેમજ જીગ્નેશ બારોટ, આદિત્ય ગઢવી સહિતના કલાકારો મનોરંજુ પૂરૂ પાડશે. તેમન લાઈવ કેરેક્ટર, પેપર શો, લેસર શો સહિતના કાર્યક્રમો યોજાશે. તેમજ ગુજરાત પોલીસ દ્વારા હોર્સ શો અને ડોગ શો પણ યોજવામાં આવશે. કાંકરિયા કાર્નિવલ પાછળ કુલ 4 કરોડથી વધુનો ખર્ચ કરવામાં આવનાર છે. તેમજ ખાસ કોરોના મામલે રાજ્ય સરકારની ગાઈડલાઈન મુજબ કામગીરી કરવામાં આવનાર છે.

એડવાઈઝરી પણ જાહેર કરવામાં આવી
આ બાબતે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર સી.આર. ખરસાણે જણાવ્યું હતું કે 25 મી ડિસેમ્બરથી 31 ડિસેમ્બર સુધી કાર્નિવલનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે ચીન સહિત અમુક દેશોમાં કોરોનાના કેસ વધી રહ્યા છે. ત્યારે દેશમાં પણ કોરોનાના કેસ વધે તેની શક્યતાને પગલે એડવાઈઝરી પણ જાહેર કરવામાં આવી છે. 

કેમેરાથી સમગ્ર કાર્યક્રમ પર નજર રખાશે
કાર્નિવલ દરમ્યાન કોઈ અનિચ્છનિય ઘટના ન બને તે માટે મેડીકલ સહિતની ટીમ તેમજ મેડીકલવાન પણ ત્યાં રાખવામાં આવનાર છે. તેમજ સુરક્ષાના ભાગરૂપે સમગ્ર કાંકરિયામાં સીસીટીવી કેમેરા પણ લગાવવામાં આવનાર છે. તેમજ તેના માટે અલગ કંટ્રોલ રૂમ પણ બનાવવામાં આવ્યો છે.

કાંકરિયા કાર્નિવલની તૈયારીઓ શરૂ
અમદાવાદમાં કાંકરિયા કાર્નિવલની તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. દર વર્ષે ડિસેમ્બરના અંતિમ સપ્તાહમાં કાંકરિયા કાર્નિવલ યોજાય છે. કોરોના બાદ પ્રથમ કાર્નિવલ યોજવામાં આવતા મોટી સંખ્યામાં લોકો હાજર રહે તેવી શક્યતા છે અને જે માટે આયોજન મોટા પાયે કરવામાં આવ્યું છે. આવે તો નવાઈ નહી. જે સમગ્ર બાબતને લઈ વહીવટી તંત્ર પણ તેની તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે.

રિવરફ્રન્ટ ખાતે યોજાશે ફ્લાવર-શૉ
એક તરફ ડિસેમ્બરના અંતિમ સપ્તામાં  યોજાનાર કાર્નિવલની તૈયારીઓ ચાલી રહી છે તો બીજી તરફ અમદાવદ રિવરફ્રન્ટ પર ફ્લાવર શોની પણ પૂરજોશમાં તૈયારીઓ પૂર્ણતાના આરે છે. દર વર્ષે જાન્યુઆરી મહિનામાં ફ્લાવર શો યોજવામાં આવે છે. જેમાં લાખો લોકો રિવરફ્રંટ પર  ફ્લાવર શો જોવા લોવો પણ લેતા હોય છે. ફ્લાવર શોની પણ પૂરજોશમાં તૈયારી ચાલી પૂર્ણ કરી દેવામાં આવી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ