બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / kanjhawala case anjali death postmortem report no sexual assualt

ખુલાસો / 'દિલ્હીની દીકરી' સાથે રેપ નહીં, પોસ્ટ મોર્ટમ રિપોર્ટમાં જણાવાયું મોતનું કારણ

Vaidehi

Last Updated: 04:35 PM, 3 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દિલ્હીમાં કારથી 12 કિલોમીટર સુધી ઘસડાયેલી અંજલીનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવી ગયો છે. રિપોર્ટે પરિવારની આશંકાઓ પર પૂર્ણવિરામ મૂકી દીધેલ છે.

  • પીડિતા અંજલીનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યો
  • પોલીસે કહ્યું સેક્સ્યુઅલ અસોલ્ટનાં કોઈ સંકેત નથી
  • બ્લીડીંગનાં કારણે મોત થયાનું આવ્યું સામે

દિલ્હીમાં કારથી 12 કિલોમીટર સુધી ઘસડવામાં આવેલી અંજલીનાં પોસ્ટમોર્ટમ રિપોર્ટે પરિવારની આશંકાઓ પર વિરામ લગાડેલ છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આઘાત અને લોહી વહેવાને કારણે અંજલીનું મોત થયું છે. 

રિપોર્ટમાં થયો ખુલાસો
સ્પેશિયલ CP સાગરપ્રિત હુડ્ડાએ આ રિપોર્ટ અંગે માહિતી આપી છે. તેમણે જણાવ્યું કે  "અકસ્માતથી અંજલીનાં માથા, કરોડરજ્જૂનાં હાડકાં, ડાબી જાંધનાં હાડકામાં લાગ્યું હતુ. પોલીસ અનુસાર પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં સેક્સ્યુઅલ અસોલ્ટનાં કોઇપણ સંકેતો મળ્યાં નથી."  તેથી એ વાત સ્પષ્ટ છે કે આરોપીઓ પર રેપ કેસની કલમો લાગી શકશે નહીં.

શું હતો આખો મામલો?
પોલીસને 31 ડિસેમ્બર અને 1 જાન્યુઆરીની મધ્યરાત્રિએ દિલ્હીના સુલતાનપુરી વિસ્તારમાં કાંઝાવાલા રોડ પર માર્ગ અકસ્માતની માહિતી મળી હતી. ફોન કરનારે જણાવ્યું હતું કે, કણઝાવાલા રોડ પર એક યુવતીની લાશ પડી હતી. કેટલાક પ્રત્યક્ષદર્શીઓએ સ્કૂટી પર સવાર યુવતીને કારમાંથી ખેંચીને લઈ જતા પણ જોઈ હતી. આ કેસમાં પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીની ધરપકડ કરી લીધી હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ