બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / Kangana Ranaut openly supported changing the name of the country saying we are Indian not Indians

પ્રતિકિયા / ગુલામીના નામથી મળી ગઈ આઝાદી: કંગના રણૌતે દેશનું નામ બદલવાને કર્યું ખુલ્લુ સમર્થન, કહ્યું આપણે ઇંડિયન નહીં ભારતીય છીએ

Kishor

Last Updated: 08:26 PM, 6 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હાલ દેશનું નામ બદલવાની ચાલીરહેલી ચર્ચા વચ્ચે અમિતાભ બચ્ચન, જેકી શ્રોફ બાદ હવે આ મામલે કંગનાએ પણ પોતાની પ્રતિક્રિયા આપી છે.

  • હાલ દેશનું નામ બદલવાની ચાલી રહી છે જોરશોરથી ચર્ચા
  • કંગનાએ પણ પોતાની પ્રતિક્રિયા આપી
  • ટ્વિટર પર કંગનાએ સ્ક્રીનશોટ શેર કર્યા હતા

હાલ દેશનું નામ બદલવાની જોરશોરથી ચર્ચા ચાલી રહી છે આવી સ્થિતિ વચ્ચે રાજનેતાઓમાં આ મામલે ઘમાસાણ સર્જાયું છે તો અમિતાભ બચ્ચન, જેકી શ્રોફ બાદ હવે આ મામલે કંગનાએ પણ પોતાની પ્રતિક્રિયા આપી છે. ટ્વિટર પર કંગનાએ સ્ક્રીનશોટ શેર કર્યા હતા. પોતાના જુના ઇન્ટરવ્યૂ દરમિયાનના સ્ક્રીનશોટ શેર કરીને પોતે કહ્યું કે તેઓએ બે વર્ષ પહેલા દેશનું નામ બદલવાની ઈચ્છા જણાવી હતી. 

ભારતનું નામ એટલું સટીક છે...
વધુમાં કંગનાએ કહ્યું કે ઇન્ડિયા નામ આપણને અંગ્રેજો પાસેથી મળ્યું છે, જેથી હવે નામ બદલીને ભારત કરવું જોઈએ. વધુમાં જુના સ્ક્રીનશોટ શેર કરીને કહ્યું કે બધાને અભિનંદન આપડે ગુલામીના નામથી બહાર આવી રહ્યા છીએ. વધુમાં તેઓએ કહ્યું કે ભારતનું નામ એટલું સટીક છે. ઇન્ડિયાનો અર્થ શું છે? અંગ્રેજો આપણને ઇન્ડિયન કહે છે કારણ કે જૂની અંગ્રેજી ભાષામાં ઇન્ડિયનનો મતલબ માત્ર અને માત્ર ગુલામ થાય છે. પરંતુ હવે એવું થશે નહીં!  કારણ કે આપડે ભારતીય છીએ ઇન્ડિયન નહિ! આ અગાઉ અમિતાભ બચ્ચન જેકી શ્રોફ સહિતના બોલીવુડના દિગ્ગજ કલાકારોએ પોતાની પ્રતિક્રિયા આપી છે

કેવી રીતે સમગ્ર મામલો શરુ થયો ?

ઉલ્લેખનીય છે કે ઇન્ડિયાને અનેક નામથી ઓળખવામાં આવે છે. હિન્દુસ્તાન, હિન્દ, ભરતવર્ષ, ભારતખંડ, ઇન્ડિયા... આ તમામ નામની પાછળ એક કહાની પણ છે. પરંતુ દિલ્હીમાં 9 સપ્ટેમ્બરે G20 સમિટ યોજાનાર છે જેમાં દુનિયાભરના ટોચના નેતાઓ માટે ડિનરનું આયોજન કરવામાં આવ્યું છે. આ માટે આ તમામ નેતાઓને જે ડિનર માટે આમંત્રણ મોકલવામાં આવ્યું તેમાં પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયાની જગ્યાએ પ્રેસિડેન્ટ ઓફ ભારત લખવામાં આવ્યું છે. અહીંથી જ સમગ્ર મુદ્દો શરુ થયો છે અને લોકોમાં ભારત અને ઇન્ડિયા નામ પર મતમતાંતર શરુ થયો છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ