બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / Kangana Ranaut lashed out at Karan Johar on the success of RARKPK, saying 'should he make his own film

મનોરંજન / RARKPK ફિલ્મની સફળતા પર કંગના રનૌત કરણ જોહર પર ભડકી, કહ્યું 'શું તેઓ પોતાની જ ફિલ્મને...'

Megha

Last Updated: 09:57 AM, 31 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સ્પષ્ટ અભિપ્રાય માટે જાણીતી અભિનેત્રી કંગના રનૌતે રણવીર-આલિયાની ફિલ્મ 'રોકી ઔર રાની કી પ્રેમ કહાની'ની સફળતા પર કરણ જોહર પર નિશાન સાધતાં ઇન્સ્ટા પર એક વિડિયો પોસ્ટ કર્યો છે

  • ફિલ્મ 'રોકી ઔર રાની કી પ્રેમ કહાની' સારું કલેક્શન કરી રહી છે 
  • ફિલ્મે આશરે 45 કરોડની કમાણી કરી લીધી 
  • કંગના રનૌતે ફિલ્મની સફળતાને લઈને કરણ જોહર પર નિશાન સાધ્યું  
  • "પેઇડ PR" ને કારણે તેની ફિલ્મોને સારા રિવ્યુ મળે

કરણ જોહરની ફિલ્મ 'રોકી ઔર રાની કી પ્રેમ કહાની' દરેક પસાર થતા દિવસે વધુ સારી રીતે કલેક્શન કરી રહી છે. ફિલ્મ રિલીઝ થયાને ત્રણ દિવસ થઈ ગયા છે અને તે 50 કરોડનો આંકડો પાર કરવાની ખૂબ નજીક પહોંચી ગઈ છે. પહેલા દિવસે ફિલ્મે 11.10 કરોડની કમાણી કરી હતી તો બીજા દિવસે 16 કરોડની કમાણી કરીને તો ત્રીજા દિવસે  આશરે 18 કરોડની કમાણી કરીને આશરે 45 કરોડની કમાણી કરી લીધી છે.  કરણ જોહર અને ફિલ્મની આખી સ્ટાર કાસ્ટ આ આંકડો જોઈને ખૂબ જ ખુશ છે પણ બીજી તરફ કંગના રનૌત કરણ જોહરની ફિલ્મની સફળતા પર નિશાન સાધતી રહે છે. 

"પેઇડ PR" ને કારણે તેની ફિલ્મોને સારા રિવ્યુ મળે
બીજી તરફ પોતાના સ્પષ્ટ અભિપ્રાય માટે જાણીતી અભિનેત્રી કંગના રનૌતે રણવીર-આલિયાની ફિલ્મ 'રોકી ઔર રાની કી પ્રેમ કહાની'ની સફળતા પર કરણ જોહર પર નિશાન સાધ્યું છે. અભિનેત્રીએ તેના ઇન્સ્ટા પર એક વિડિયો પોસ્ટ કર્યો છે જેમાં દાવો કરવામાં આવ્યો છે કે કરણ જોહરને "પેઇડ PR" ને કારણે તેની ફિલ્મોને સારા રિવ્યુ મળે છે.  કંગના રનૌત કરણ જોહરના તે વીડિયો સતત શેર કરી રહી છે, જેમાં તે કહેતો જોવા મળી રહ્યો છે કે તે પૈસા ફેંકીને કંઈ પણ કરી શકે છે. ફિલ્મ હિટ હોય કે ફ્લોપ પણ તે તેની ફિલ્મના સારા રિવ્યુ જ મીડિયામાં છપાવી શકે છે. 

કંગનાએ શેર કર્યો થ્રોબેક વીડિયો
કંગનાએ એક વીડિયો શેર કર્યો છે જેમાં એક વિદ્યાર્થી કરણને સવાલ કરી રહ્યો છે. જેના જવાબમાં કરણ કહે છે કે આંકડા બદલી શકાય છે. તેઓ પૈસા આપીને કંઈપણ બદલી શકે છે. કંગનાએ તેની પોસ્ટના કેપ્શનમાં લખ્યું છે- વાહ, કરણ જોહર જી જે કહી રહ્યા છે કે હું પૈસા ફેંકીને કંઈ પણ કરી શકું છું. કોઈપણ તૈયારી બિલ્ડ કરી શકો છો. હું માત્ર પૈસા ફેંકીને ફ્લોપ ટુ હિટ, હિટ ટુ ફ્લોપ, દિવસને રાત, રાતથી દિવસ સાબિત કરી શકું છું. શું તમને લાગે છે કે કરણ જોહર સાચું બોલી રહ્યો છે?

ફિલ્મના કલેક્શન પર સવાલ ઉઠાવ્યા
કંગનાએ કરણની ફિલ્મના કલેક્શન પર સવાલ ઉઠાવ્યા છે. અભિનેત્રીને આ ફિલ્મ પસંદ ન આવી. આવી સ્થિતિમાં તે માને છે કે નકામી ફિલ્મ આટલી કમાણી કેવી રીતે કરી શકે. આવી સ્થિતિમાં કંગનાએ પુરાવા સાથે કરણ પર નિશાન સાધ્યું અને કહ્યું કે તે પૈસા આપીને કંઈપણ બદલી શકે છે. તો તેનો મતલબ એ થયો કે કરણે 'રોકી અને રાની કી પ્રેમ કહાની'ના કમાણીના આંકડામાં પણ છેડછાડ કરી છે. 

આ પહેલા પણ કંગનાએ ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરીને રણવીર સિંહ અને આલિયા ભટ્ટ પર નિશાન સાધ્યું હતું. અભિનેત્રીએ રણવીરને 'કાર્ટૂન' કહ્યો હતો. સાથે જ કહ્યું કે તેણે કરણ જોહરની સલાહને અનુસરવાનું બંધ કરી દેવું જોઈએ. કંગનાએ ફેશનની પસંદગી અંગે પણ સવાલો ઉઠાવ્યા હતા. જણાવી દઈએ કે કરણ અને કંગનાનો આંકડો 36નો થઈ ગયો છે. જ્યારે કંગના કરણના ચેટ શોમાં આવી ત્યારે તેણે ઘણા ચોંકાવનારા ખુલાસા કર્યા, ત્યારથી બંને વચ્ચે અણબનાવ છે. કંગનાએ સ્પષ્ટપણે કરણને ઈન્ડસ્ટ્રીમાં નેપોટીઝમ ફેલાવવા માટે જવાબદાર ગણાવ્યો હતો. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ