બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદ / અન્ય જિલ્લા / Junagadh district causeway connecting 32 villages dilapidated state for the last 6 years

આ પણ ગુજરાત છે / જોખમી પુલ, બિસ્માર રસ્તા, ભૂવારાજ તો ખરું જ, તંત્ર લોકોને ક્યારે મળશે તાત્કાલિક પ્રાથમિક સુવિધા? મુશ્કેલીઓને ધ એન્ડ ક્યારે

Dinesh

Last Updated: 07:56 PM, 9 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જૂનાગઢ જિલ્લામાં 32 ગામોને જોડતો કોઝવે છેલ્લા 6 વર્ષથી તૂટી ગયેલી હાલતમાં હોવાથી લોકોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવાનો વારો આવ્યો છે

  • અમદાવાદ શહેર બન્યું ભૂવાનગરી
  • રસ્તાને લઇ લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો
  • ગણદેવીમાં પુલ બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યો છે


આઝાદી બાદ પણ કેટલાક વિસ્તારોમાં લોકો હજુ પ્રાથમિક સુવિધાઓથી વંચિત છે. રાજ્યમાં અલગ અલગ શહેરમાં રોડ રસ્તાને લઇ લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. તો અમદાવાદમાં ભૂવા પડવાનો સિલસિલો પણ યથાવત જોવા મળી રહ્યો છે. શહેરના ખોખરાના ભાઇપુરામાં મસમોટો ભૂવો પડ્યો છે. શહેરમાં ભૂવાને લઇ વાહન ચાલકોને પણ  ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.  અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને માત્ર બેરિકેડ લગાવી સંતોષ માન્યો છે. વારંવાર ભૂવા પડતા હોવાથી સ્થાનિકોએ રોષ વ્યાક્ત કર્યો છે. ત્યારે વધુ એક ગુજરાત કોલેજ ચાર રસ્તા પાસે ભૂવો પડ્યો છે. ભૂવો પડતા એક તરફનો રસ્તો બંધ કરવો પડ્યો હતો. જેથી વાહનચાલકો પણ પરેશાન થયા છે. જેના કારણે ટ્રાફિક જામની પણ સમસ્યા સર્જાઈ રહી છે. ત્યારે તંત્રની કામગીરી પર પણ સવાલો ઉઠી રહ્યા છે.

કોઝવે છેલ્લા વર્ષથી તૂટી ગયેલી હાલતમાં
જૂનાગઢ જિલ્લામાં 32 ગામોને જોડતો કોઝવે છેલ્લા વર્ષથી તૂટી ગયેલી હાલતમાં હોવાથી લોકોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવાનો વારો આવ્યો છે. બદલપુર-બેલા ગામને જોડતો કોઝવે પરનો રસ્તો વર્ષ 2018થી તૂટેલી હાલતમાં છે. 32 ગામોને જોડતો આ પુલ આ સ્થતિમાં વર્ષોથી છે પણ સરકાર તરફથી નવો પુલ બનાવવાનું તો એક બાજુ રહ્યુ જે છે એ પણ રીપેરીંગ નથી કરી આપવામાં આવતો. આ અંગે વારંવાર રજૂઆતો બાદ પણ કોઇ નિરાકરણ આવ્યું નથી. બીજી તરફ કાર્યપાલક ઇજનેરનું કહેવું છે કે, આ કામ રૂપિયા 3.80 કરોડના ખર્ચે મંજૂર થયેલું છે પરંતુ આ કોઝ વે બનાવવા વધુ રકમની જરૂર પડે તેમ છે તેથી કામ રોકાયેલું છે. જો કે ગ્રામજનોનું કહેવું છે કે તેઓ છેલ્લા 6 વર્ષથી હાલાકી ભોગવી રહ્યા છે. ત્યારે સરકાર તાત્કાલિક આ સમસ્યાનું નિવારણ લાવે તેવી માગ ઉઠી છે.

પુલ બિસ્માર હાલતમાં
નવસારીના ગણદેવીમાં પુલ બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યો છે. બીલીમોરા-ધોલ ગામને જોડતો અંબિકા નદીનો પુલ જર્જરિત છે જેને માર્ગ મકાન વિભાગે પુલને ભારે વાહનો માટે ભયજનક જાહેર કર્યો છે. 45 વર્ષ જૂના પુલનો રિપોર્ટ આવ્યા બાદ ભયજનક જાહેર કર્યો તેમજ ભારે વાહનો માટે અવરજવર ઉપર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. જો કે, માર્ગ મકાન વિભાગ પુલનું મેન્ટેનન્સ પણ હાથ ધરશે તેવી વાત પણ છે.

કોંક્રીટના નમૂના તપાસમાં ફેલ
રાજકોટમાં પણ નિર્માણાધીન મોટામૌવા બ્રિજના ઉપયોગમાં લેવાયેલા કોંક્રીટના નમૂના તપાસમાં ફેલ થયા છે. જેને લઇ મનપાએ 4 પિલર અને 1 દીવાલને તોડવા આદેશ કર્યો છે. ધોરાજીમાં પણ રોડ ઉપર ખાડારાજ થતા અજાણ્યા શખ્સોએ ખાડામાં ભાજપના ઝંડા લગાવ્યા હતા.

સળગતા સવાલ
લોકોને ક્યારે મળશે પ્રાથમિક સુવિધા?
નાગરિકોની સમસ્યાનો ક્યારે થશે હલ?
ક્યાંક રોડ બિસ્માર તો ક્યાંક જોખમી પુલ 
તંત્ર ક્યારે સાંભળશે લોકોના પ્રશ્નો?

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ