બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / jofra archer ruled out of ipl 2023 chris jordan joins mumbai indians for rest of the seaso

IPL 2023 / RCB vs MI: મેચ પહેલાં જ મુંબઇ ઇન્ડિયન્સને મોટો ઝટકો, 8 કરોડનો આ ફાસ્ટ બોલર ટીમમાંથી OUT

Manisha Jogi

Last Updated: 03:56 PM, 9 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) સામેની મેચ પહેલા મુંબઈ ઈન્ડિયન્સને (MI)ને ઝટકો લાગ્યો છે. ઈજા અને સર્જરીમાંથી સંપૂર્ણપણે રિકવર ના થવાને કારણે આ પ્લેયરે ઈંગ્લેન્ડ પરત ફરવું પડ્યું છે.

  • સામેની મેચ પહેલા મુંબઈ ઈન્ડિયન્સને (MI)ને ઝટકો
  • આ પ્લેયર IPL 2023માંથી બહાર
  • સર્જરીમાંથી રિકવર ના થવાને કારણે આ પ્લેયરે ઈંગ્લેન્ડ પરત ફરવું પડ્યું

 આજે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) સામેની મેચ પહેલા મુંબઈ ઈન્ડિયન્સને (MI)ને ઝટકો લાગ્યો છે. ટીમના લીડ બોલર જોફ્રા આર્ચર (Jofra Archer) IPL 2023માંથી બહાર થઈ ગયા છે. રિહેબ પર ફોકસ કરવા માટે ઈંગ્લેન્ડ પરત આવી રહ્યા છે. મુંબઈ ઈન્ડિયન્સે તેની જગ્યાએ ઈંગ્લિશ ફાસ્ટ બોલર ક્રિસ જૉર્ડનને ટીમમાં શામેલ કર્યો છે. 

વર્ષ 2021ની શરૂઆતથી જોફ્રા આર્ચરને ઈજા થઈ રહી છે. છેલ્લા 26 મહિનામાં 6 વખત સર્જરી કરાવી છે. ઈજા અને સર્જરીમાંથી સંપૂર્ણપણે રિકવર ના થવાને કારણે આર્ચરે ઈંગ્લેન્ડ પરત ફરવું પડ્યું છે. 

મુંબઈ ઈન્ડિયન્સે એક નિવેદન જાહેર કરીને જણાવ્યું છે કે, ‘બાકી રહેલ સીઝન માટે ક્રિસ જોર્ડન મુંબઈ ઈન્ડિયન્સમાં શામેલ થશે. ક્રિસ જોર્ડનને જોફ્રા આર્ચરની જગ્યાએ ટીમમાં શામેલ કરવામાં આવ્યા છે. ઈગ્લેન્ડ ક્રિકેટ બોર્ડ જોફ્રા આર્ચરની રિકવરી અને ફિટનેસ પર ધ્યાન આપી રહ્યું છે અને રિહેબ પર ફોકસ કરવા માટે ઈંગ્લેન્ડ પરત ફરશે.’

IPL 2023 દરમિયાન સર્જરી
આ સીઝનમાં જોફ્રા આર્ચરે મુંબઈ ઈન્ડિયન્સ માટે 5 મેચ રમી છે. પહેલી મેચ પછી ચાર મેચની બ્રેક લીધી હતી. પહેલી મેચમાં બોલિંગ દરમિયાન ડાબા હાથની કોણીમાં ઈજા થઈ હતી અને નાની સર્જરી કરાવવી પડી હતી. આ સર્જરી બેલ્જિયમમાં કરવામાં આવી હતી. ત્યાર પછી આર્ચર IPL 2023માં પરત ફર્યા અને 5માંથી ચાર મેચ રમી હતી. 

જોફ્રા આર્ચરને ઈજા થવાને કારણે IPL 2023માં તેમના પરફોર્મન્સ પર અસર જોવા મળી હતી. પાંચ મેચમાં માત્ર બે વિકેટ લઈ શક્યા હતા. આ દરમિયાન 9.5 રન પ્રતિ ઓવરના ઈકોનોમી રેટથી રન આપ્યા હતા. તેમની સ્પીડ 145ની આસપાસ રહી હતી.  
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ