બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

logo

રાજ્યના કેટલાક જિલ્લાઓમાં હીટવેવની આગાહી, કચ્છ,દીવ,પોરબંદર,ભાવનગર અને વલસાડમાં હીટવેવની આગાહી, 42 ડિગ્રી તાપમાન સાથે રાજકોટ રાજ્યનું સૌથી ગરમ શહેર

VTV / વિશ્વ / joe biden wants global security regime in gaza then palestinian authority governance

વિશ્વ / હમાસ વિરૂદ્ધ જંગમાં સાથે આપનારા અમેરિકાએ વધાર્યું ઈઝરાયલનું ટેન્શન, જુઓ બાઇડને શું પ્રસ્તાવ મૂક્યો?

Dinesh

Last Updated: 02:05 PM, 20 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Israel Hamas War: યુએસ રાષ્ટ્રપતિ જો બાઈડને પ્રથમ વખત આંતરરાષ્ટ્રીય સમુદાયને યુદ્ધ પછીના અતરિમ સમયગાળા માટે ગાઝા પટ્ટીની સુરક્ષા વ્યવસ્થામાં મદદ કરવા વિનંતી કરી

  • ગાઝા પર શાસનને લઇ અમેરિકાએ આપ્યું નિવેદન
  • 'PA ગાઝા પટ્ટી પર શાસન કરવા માટે યોગ્ય નથી'
  • યુએસએ ગાઝા પટ્ટીની સુરક્ષા વ્યવસ્થામાં મદદ કરવા વિનંતી કરી


Israel Hamas War Updates: ઈઝરાયેલના હુમલાને કારણે ગાઝા પટ્ટી સંપૂર્ણ રીતે બરબાદ થઈ ગઈ છે. યુદ્ધ પહેલા ગાઝામાં બનેલી મોટી ઈમારતો ઈઝરાયેલના હુમલાને કારણે જમીનદોસ્ત થઈ ગઈ છે. ઇઝરાયેલી સેના હજુ પણ હમાસના સૈનિકોને ખતમ કરી રહી છે. યુએસ રાષ્ટ્રપતિ જો બિડેને શનિવારે પ્રથમ વખત આંતરરાષ્ટ્રીય સમુદાયને યુદ્ધ પછીના અતરિમ સમયગાળા માટે ગાઝા પટ્ટીની સુરક્ષા વ્યવસ્થામાં મદદ કરવા વિનંતી કરી હતી. જે પછી ગાઝા પેલેસ્ટિનિયન ઓથોરિટી શાસન દ્વારા અનુસરવામાં આવશે

પ્રવેશ પર પ્રતિબંધ મૂકવાની પણ ધમકી 
વોશિંગ્ટન પોસ્ટ ઓપ-એડમાં યુએસ રાષ્ટ્રપતિએ વેસ્ટ બેંકમાં પેલેસ્ટિનિયનો પર હુમલો કરનારા હિંસક ઇઝરાયેલી વસાહતીઓના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવાની પણ ધમકી આપી હતી. બીજી તરફ ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ અમેરિકી રાષ્ટ્રપતિની ટિપ્પણી બાદ પ્રેસ કોન્ફરન્સ કરતા કહ્યું કે પેલેસ્ટિનિયન ઓથોરિટી એટલે કે PA તેના વર્તમાન સ્વરૂપમાં ગાઝા પટ્ટી પર શાસન કરવા માટે યોગ્ય નથી.

'કોઈ આતંકવાદી ખતરો ઉભો ન થાય'
PAના અધ્યક્ષ મહમૂદ અબ્બાસે ઇઝરાયેલ પર ગાઝામાં નરસંહાર કરવાનો આરોપ લગાવ્યો હતો. બાઈડેને તેના લેખમાં લખ્યું છે કે કટોકટી પછી તરત જ આંતરરાષ્ટ્રીય સમુદાયે ગાઝાને સમર્થન આપવા માટે વચગાળાના સુરક્ષા પગલાં સહિત સંસાધનોની વ્યવસ્થા કરવા માટે પ્રતિબદ્ધ થવું જોઈએ. અમેરિકી રાષ્ટ્રપતિએ કહ્યું કે આંતરરાષ્ટ્રીય સમુદાયે ગાઝાની લાંબા ગાળાની જરૂરિયાતોને પહોંચી વળવા માટે પુનઃનિર્માણ પદ્ધતિ સ્થાપિત કરવી જોઈએ. આ સાથે તેમણે એમ પણ કહ્યું કે આપણે નક્કી કરવું પડશે કે ગાઝા અથવા વેસ્ટ બેંકમાં ફરી ક્યારેય કોઈ આતંકવાદી ખતરો ઉભો ન થાય.

બાઈડેનના પ્રસ્તાવનો વિરોધ કર્યો હતો
જો બાઈડેનના પ્રસ્તાવને જોર્ડનના વિદેશ મંત્રી અયમાન સફાદીએ પણ ફગાવી દીધો હતો. તેમણે મનાફા સિક્યોરિટી ફોરમને કહ્યું કે યુદ્ધ પછી ગાઝામાં કોઈ આરબ સૈનિકો તૈનાત કરવામાં આવશે નહીં કારણ કે જેરુસલેમ સાથે અમ્માનના સંબંધો વધુ ખરાબ થઈ ગયા છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ