બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / Jeetendra played Lord Ram Character in 1997

મનોરંજન / 26 વર્ષ બાદ ફરીવાર મોટા પડદા પર થઇ 'રામ'ની એન્ટ્રી, પ્રભાસ પહેલાં આ એક્ટરે ભજવ્યું હતું કેરેક્ટર

Arohi

Last Updated: 07:20 PM, 19 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

When Jeetendra played Lord Ram Character: મનોરંજ જગતમાં આ સમયે ઓમ રાઉતની ફિલ્મ 'આદિપુરૂષ'ની ચર્ચા થઈ રહી છે. પ્રભાસની આ ફિલ્મના 26 વર્ષ પહેલા મોટા પડદા પર એક ફિલ્મ આવી હતી.

  • ઓમ રાઉતની ફિલ્મ 'આદિપુરૂષ' ચર્ચામાં 
  • 26 વર્ષ પહેલા મોટા પડદે આવી હતી એક ફિલ્મ 
  • પ્રભાસ પહેલાં આ એક્ટરે ભજવ્યું હતું 'રામ'નું કેરેક્ટર

ઓમ રાઉતે દર્શકોને આકર્ષિત કરવા માટે સુંદર વિષયની પસંદગી કરી હતી. પ્રભાસ, કૃતિ સેનન અને સૈફ અલી ખાન જેવા સ્ટાર્સને લઈને કાસ્ટિંગ પણ ખાસ કરવામાં આવી હતી પરંતુ સ્ટોરી પર ફોકસ ન કરી શકાયું. ખૂબ હંગામાં બાદ હવે ફિલ્મ દર્શકોની સામે આવી તો લોકોને સમજ નથી આવતું કે 'રામાયણ'ને કયા અંદાજમાં રજુ કરવામાં આવી છે. 

 

આ કોઈ ધાર્મિત સ્ટોરી છે કે એક્શન ડ્રામા? મહત્વનું છે કે ફિલ્મના ડાયલોગ, VFX અને પ્રેઝેન્ટેશનને લઈને ખૂબ બહેસ થઈ રહી છે. અમે તમને આ ફિલ્મ વિશે જણાવી રહ્યા છીએ, જે 'આદિપુરૂષ'થી 26 વર્ષ પહેલા આવી હતી અને તેમાં જીતેન્દ્રએ ભગવાન રામની ભુમિકા ભજવી હતી. 

રામાયણને આધાર બનાવી બનાવવામાં આવી ઘણી ફિલ્મો 
મનોરંજનની દુનિયામાં રામાયણને આધાર બનાવીને ઘણી ફિલ્મો અને ટીવી શો બનાવવામાં આવ્યા છે. જાણકારી અનુસાર 'રામાયણ' પર અલગ અલગ ભાષાઓમાં 50ની આસપાસ ફિલ્મ બની ચુકી છે. તેમાં હિંદીમાં 17 ફિલ્મો રામયણને આધાર માનીને બનાવવામાં આવી છે. 

આ 17માંથી 5 ફિલ્મોને લઈને કોઈ ચોક્કસ જાણકારી નથી બાકી બચેલી 11 ફિલ્મોમાંથી 8 ફિલ્મો હિટ સાબિત થઈ હતી. ત્યાં જ 3 ફિલ્મો મોટા પડદા પર કોઈ ખાસ કમાલ ન કરી શકી. 'આદિપુરૂષ' પહેલા વર્ષ 1997માં ફિલ્મ 'લવકુશ' રિલીઝ થઈ હતી.

જીતેન્દ્ર અને જયા પ્રદા બન્યા હતા 'રામ સીતા'
ફિલ્મ 'લવ કુશ' 25 જુલાઈ 1997એ રિલીઝ થઈ હતી. આ ફિલ્મનું સાઉથની સાથે મોટુ કનેક્શન છે. ફિલ્મને વી. મધુસુદન રાવે નિર્દેશિત કરી હતી જે તમિલ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના મોટા નિર્દેશક છે. તેલુગુ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં તેમને 'વિક્ટ્રી મધુસદૂન રાવ'ના નામથી ઓળખવામાં આવે છે. 

હિંદીની તેમણે 4 ફિલ્મો ડાયરેક્ટ કરી, જેમાં 'લવ કુશ' છેલ્લી ફિલ્મ હતી. ફિલ્મમાં જીતેન્દ્રે પ્રભુ રામ અને જયા પ્રદાએ સીતા માતાનું પાત્ર નિભાવ્યું હતું. ફિલ્મમાં 'લક્ષ્મણ'ની ભુમિકા નિભાવી હતી. દારા સિંહે 'હનુમાન' અને પ્રાણને 'વાલ્મિકી'ની ભુમિકામાં જોવામાં આવ્યા હતા. ફિલ્મે મોટા પડદા પર એવરેજ બિઝનેસ કર્યો હતો. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ