બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / J.D.Patel prepared such a group in which such setting occurs repeatedly
Priyakant
Last Updated: 02:29 PM, 25 August 2023
ADVERTISEMENT
આણંદ કલેક્ટર કચેરીના કાંડના આરોપી મામલે મોટો ખુલાસો સામે આવ્યા છે. વાત જાણે એમ છે એક, આરોપી જે.ડી.પટેલે એક ગ્રુપ બનાવ્યુ હોવાનો ખુલાસો થયો છે. વિગતો મુજબ આ ગ્રુપમાં આવતા નાયબ મામલતદારોને ક્રિમ પોસ્ટિંગ મળતી હતી. આ સાથે જે.ડી.પટેલના ગ્રુપમાં તમામ કચેરીના નાયબ મામલતદાર હતા.
આણંદ કલેક્ટર કચેરીના કાંડમાં દિવસેને દિવસે નવી વિગતો સામે આવી રહી છે. આ દરમિયાન હવે આરોપી જે.ડી.પટેલે એક ગ્રુપ બનાવ્યુ હોવાનો ખુલાસો થયો છે. આ સાથે જે.ડી.પટેલના ઈશારે બિનખેતી માટેના અભિપ્રાય આપવામાં આવતા હોવાનું પણ સામે આવ્યું છે. જેમાં સેટિંગ ન થાય તેવા અરજદારના નેગેટિવ અભિપ્રાય અપાતા હતા. ખુદ જે.ડી.પટેલ નાયબ મામલતદાર પાસે નેટેટિવ અભિપ્રાય માગતો હતો. જોકે જો સેટિંગ થઇ જાય તો અરજદારનો પોઝિટિવ અભિપ્રાય અપાતો હતો.
ADVERTISEMENT
આણંદ કલેક્ટર ડી.એસ ગઢવીની ઓફિસમાં સ્પાય કેમેરા લગાવવા મામલે પોલીસે ADM કેતકી વ્યાસ, નાયબ મામલતદાર જે.ડી પટેલ અને હરેશ ચાવડા વિરુદ્ધ ગુનો નોંધી ત્રણેયની ધરપકડ કરી હતી. જો કે, સમગ્ર મામલાને લઈ ADM કેતકી વ્યાસને સસ્પેન્ડ કરાઈ છે. અત્રે જણાવી દઈએ કે, આરોપી કેતકી વ્યાસ બિલોદરા જેલમાં કેદ છે.
કલેક્ટરનો ઉતારી લીધો હતો વીડિયો
અત્રે ઉલ્લખનીય છે કે, આણંદના કલેક્ટર ડી.એસ ગઢવીની ચેમ્બરમાં સ્પાય કેમેરા લગાવવાનો કારસો રચનાર કેતકી વ્યાસ સહિત ત્રણને ઝડપી પોલીસ તપાસ કરી રહી છે. આ તમામે કલેક્ટર કચેરીમાં જમીનોના દસ્તાવેજોની અરજીમાં મોટી કટકી લેવાના કેતકી વ્યાસના ઇરાદા પર કલેક્ટર ડી.એસ ગઢવીએ પાણી ફેરવી દેતાં 3 લોકોએ તેમને ફસાવવા સમગ્ર પ્લાન ઘડ્યો હોવાનો સનસનીખેજ ખુલાસો થયો છે. પોલીસે કેતકી વ્યાસ, જે.ડી પટેલ અને હરીશ ચાવડા સામે ગુનો દાખલ કર્યો છે. સમગ્ર મામલાની તપાસ આણંદ LCB પી.આઈ. કિરણ ચૌધરી કરી રહ્યા છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
કાઉન્ટ ડાઉન શરૂ / ગુજરાતમાંથી ચોમાસું ક્યારે લેશે વિદાય? હવામાન વિભાગે જણાવી દીધો સમય
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
કાઉન્ટ ડાઉન શરૂ / ગુજરાતમાંથી ચોમાસું ક્યારે લેશે વિદાય? હવામાન વિભાગે જણાવી દીધો સમય
ADVERTISEMENT