બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / jayeshbhai jordaar trailer out ranveer singhs shalini pandey boman irani watch video

Trailer Release / અબ સબ માડી કે ભરોસે! જયેશભાઈ તો ખરેખર જોરદાર છે, જુઓ રણવીર સિંહનો ગુજરાતી અવતાર

Arohi

Last Updated: 01:48 PM, 19 April 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રણવીર સિંહની મોસ્ટ અવેટેડ ફિલ્મ 'જયેશભાઈ જોરદાર'નું ટ્રેલર આજે રિલીઝ કરવામાં આવ્યું છે.

  • રણવીર સિંહની મોસ્ટ અવેટેડ ફિલ્મ
  • રિલીઝ થયું જયેશભાઈ જોરદારનું ટ્રેલર 
  • જુઓ રણવીર સિંહનો ગુજરાતી અવતાર 

રણવીર સિંહની મોસ્ટ અવેટેડ ફિલ્મ 'જયેશભાઈ જોરદાર'નું ટ્રેલર આજે રિલીઝ કરવામાં આવ્યું છે. બે મિનિટ 58 સેકેન્ડના આ ટ્રેલરમાં તમને ઘણી જોરદાર વસ્તુઓ જોવા મળશે. ફિલ્મના નામની જેમ જ તેની સ્ટોરી પણ જોરદાર લાગી રહી છે. ફિલ્મના ટ્રેલરથી સ્પષ્ટ જોઈ શકાય છે કે તેની કહાની ભ્રૂણ હત્યા જેવા ગંભીર મુદ્દા પર છે. 

જુઓ ફિલ્મનું ટિઝર 


ફિલ્મના ટ્રેલરની શરૂઆતમાં જયેશ ભાઈના(રણવીર સિંહ) પિતાના સરપંચ (બોમન ઈરાની) જોવા મળે છે. સરપંચની પાસે એક કિશોરી ગામના યુવકોની ફરિયાદ લઈને આવી છે. સરપંચ ઉલટુ કિશોરીને જ સુગંધ વાળા સાબુથી ન નહાવાની સલાહ આપે છે. 

રણબીર સિંહનો અલગ અંદાજ 
સરપંચની આ વાતોનો મનથી તો જયેશ ભાઈ વિરોધ કરે છે પરંતુ સામે ફક્ત હામીમાં જ માથુ હલાવે છે. ટ્રેલરમાં જયેશ ભાઈને કહેતા સાંભળી શકાય છે કે તેમની દુનિયામાં કઈ કઈ વાતો પર માથુ હલાવવું જરૂરી છે. 

અલગ છે ફિલ્મનો ટોપિક 
પિતાની બાદ તો સરપંચની ખુરશી જયેશ ભાઈને મળી જશે પરંતુ તેના બાદ તે કોને મળશે ફિલ્મમાં તેની બબાલ છે. હકીકતે જયેશ ભાઈની દિકરી છે અને સરપંચને દિકરો જોઈએ છે. તે કોઈ પણ કિમત પર પોતાના પરિવારમાં એક વારિસ ઈચ્છે છે . જયેશની પત્ની બીજી વખત પ્રેગ્નેન્ટ થાય છે અને તેના ભ્રૂણનું જેન્ડર ટેસ્ટ કરવામાં આવે છે. 

ડોક્ટર જણાવે છે કે આ વખતે પણ બાળકી છે. આ વાતથી સરપંચ નારાજ થઈ જાય છે અને ભૂણ હત્યા માટે કહે છે. પરંતુ આ વખતે જયેશ પોતાના બાળકને મરવા નથી દેવા માંગતો અને બગાવત કરે છે. જ્યાર બાદ હંગામો શરૂ થાય છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ